GSTV

ભારતને ટેન્શન/ ખાસ મિત્ર ગણાતા ચીને પાકિસ્તાન માટે અત્યાધુનિક યુધ્ધ જહાજનું કર્યું નિર્માણ, 8 પરમાણુ સબમરિન આપશે

Last Updated on August 4, 2021 by Pritesh Mehta

પાકિસ્તાનના ખાસ મિત્ર ગણાતા ચીને હિન્દ મહાસાગરમાં પાકિસ્તાનને વધારે મજબૂત બનાવવા પાક નેવી માટે એક અત્યાધુનિક યુધ્ધ જહાજનું નિર્માણ કર્યું છે. આજે શાંઘાઈના શિપયાર્ડમાં શિપને લોન્ચ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે, આ નવું જહાજ પાક નેવીમાં સામેલ સૌથી અત્યાધુનિક જહાજો પૈકીનું એક છે.

ચીને

જેમાં અત્યાધુનિક સરફેર, સબ સરફેસ અને એન્ટી એર વેપન સિસ્ટમ લગાવવામાં આવી છે. ઉપરાંત ઈલેક્ટ્રોનિક વોરફેર માટે તેમજ જમીન તથા આકાશમાં નજર રાખવા માટેના ઉપકરણો અને સેન્સર લગાવવામાં આવશે. આ જહાજ સામેલ થયા બાદ પાક નેવીની ક્ષમતામાં વધારો થશે.

ચીન પાકિસ્તાનમાં ઈકોનોમિક કોરિડોર પણ બનાવી રહ્યું છે. જે ચીનના મહત્વકાંક્ષી વન બેલ્ટ એન્ડ રોડ યોજનાનો મહત્વનો હિસ્સો છે. ઉપરાંત ચીન અને પાકિસ્તાન વચ્ચે ઘાતક હથિયારો માટેની ડીલ પણ થઈ રહી છે. જે ભારત માટે ખતરાની ઘંટડી છે.

ચીન સાથે પાકિસ્તાને હથિયારો માટે સાત અબજ ડોલરની ડીલ તાજેતરમાં કરી હતી. ચીન પાકિસ્તાનને આઠ સબમરિન પણ આપવાનું છે. આ પૈકીના ચાર સબમરિન પાકિસ્તાનને 2023માં મળી જશે. જેમાં એર ઈન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન સિસ્ટમના કારણે ઓછો અવાજ થાય છે અને પાણી નીચે તેનો પતો લગાવવા મુશ્કેલ બને છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!