GSTV

ચીન અને પાકિસ્તાન વિચારતું રહી જશે અને લશ્કર લદ્દાખ પહોંચી જશે, આ પ્રોજેક્ટને મોદી સરકારની લીલીઝંડી

Last Updated on August 20, 2020 by Karan

ચીન સાથેની લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (એલએસી) સુધી સરળતાથી પહોંચી શકાય એ માટે ભારતે નવા રસ્તા બાંધવાની શરૂઆત કરી છે. લદ્દાખનો એક વિસ્તાર  લશ્કરી ભાષામાં સબ સેક્ટર નોર્થ (એસએસએન) તરીકે ઓળખાય છે. આ સેક્ટરમાં ભારતની સૌથી ઉત્તર સરહદે સિઆચેન પાસે આવેલું દૌલત બેગ ઓલ્ડી લશ્કરી મથક આવેલું છે. અહીં સુધી પહોંચવા માટે અત્યારે દ્રબુકથી શરૂ થઈને વાયા શ્યોક થતો રોડ સક્રીય છે. પરંતુ આ રસ્તો એલએસીની સાવ નજીક છે. માટે ભારતે વર્ષો પહેલા ચીન સાથેના વેપાર માટે જે રસ્તો વપરાતો હતો એ ધમધમતો કરવાનું નક્કી કર્યું છે. આ નવો રસ્તો સાસોમાથી મુર્ગો થઈને દૌલત બેગ ઓલ્ડી સુધી પહોંચે છે. તેના કારણે સૈન્યને સામગ્રી પહોંચાડવા માટે વૈકલ્પિક રૂટ મળી રહેશે.

અત્યારે મનાલીથી લેહ જવાના બે રસ્તા

બીજો રસ્તો બાંધવાની શરૂઆત નથી થઈ પરંતુ તેના રૂટની તપાસ ચાલી રહી છે. એ રસ્તો મનાલી અને લેહને જોડનારો હશે. અત્યારે મનાલીથી લેહ જવાના બે રસ્તા છે. પરંતુ સરહદે બન્ને તરફથી વધતી ગતીવિધિ જોતાં ભારતને વધારે રોડ કનેક્ટિવિટીની જરૂરિયાત છે. માટે લેહ સ્થિતિ આર્મીની ૧૪મી કોરને આ નવો રૂટ શોધી કાઢવા કામ સોંપાયુ છે અને કેટલેક અંશે રૂટ શોધાઈ  પણ ચૂક્યો છે.

નવો રસ્તો એવો હશે, જે પાકિસ્તાની રેડારમાં પકડાઈ ન શકાય

લેહ સુધી પહોંચતા બે રસ્તા પાકિસ્તાની રેડારની રેન્જમાં આવે છે. નવો રસ્તો એવો હશે, જે પાકિસ્તાની રેડારમાં પકડાઈ ન શકાય. ૧૯૯૯ના કારગીલ વખતે પાકિસ્તાને કારગીલ અને લેહ વચ્ચેના રસ્તાને ટાર્ગેટ કર્યો હતો, જે એલઓસી નજીક છે. માટે હવે ભારત વૈકલ્પિક રૂટ પર ધ્યાન આપી રહ્યું છે. નવો રસ્તો લેહ સુધી મર્યાદિત ન રહેતા આગળ પણ લંબાશે, જેથી લશ્કરી હેરાફેરી વધારે સરળ બની શકે.

જ્યાં સુધી ચીન સૈન્ય પાછુ ન ખેંચે ત્યાં સુધી ભારત પાછુ ખેંચશે જ નહીં

દરમિયાન ભારતે વધુ એક વખત મક્કમતાપૂર્વક સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી ચીન સૈન્ય પાછુ ન ખેંચે ત્યાં સુધી ભારત પાછુ ખેંચશે જ નહીં. એલએસી અંગે કોઈ વાટાઘાટો માટે પણ ભારત તૈયાર નથી. એલએસી જ્યાં છે એમ જ રહેશે અને ત્યાં સ્થિતિ પણ એવી જ રહેવી જોઈએ જે એપ્રિલ મહિના વખતે હતી. ચીની સૈન્ય હતુ ત્યાં પરત નહીં જાય તો ભારત પણ પોતાનો લશ્કરી જમાવડો ઓછો કરશે નહીં.

ભારત-ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટોના પાંચ રાઉન્ડ થયા

ભારત અને ચીન વચ્ચે ડિપ્લોમેટિક વાત-ચીતનો વધુ એક રાઉન્ડ ગુરુવારે થનાર છે. એ પહેલા જ ભારતે પોતાનો ઈરાદો મક્કમ રીતે રજૂ કર્યો હતો. ભારત-ચીન વચ્ચે લશ્કરી વાટાઘાટોના પાંચ રાઉન્ડ થયા છે, પરંતુ ચીનની સહકાર ન આપવાની નીતિને કારણેે એમાં ખાસ સફળતા મળી નથી. માટે હવે વધુ એક વખત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા બન્ને દેશના ડિપ્લોમેટ્સ સમાધાન શોધવાનો પ્રયાસ કરશે.

READ ALSO

Related posts

સરહદ વિવાદ / આસામ અને મિઝોરમ વિવાદ ઉકેલાશે: પેરામિલિટ્રી થશે તૈનાત: MHAની બેઠકમાં બંને રાજ્યો સમાધાન માટે તૈયાર

Zainul Ansari

સોશિયલ મીડિયા પર યથાવત ‘મોદી લહેર’, Twitter પર ફોલોઅર્સ વધીને 7 કરોડને પાર થયા

Pritesh Mehta

અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને PM મોદી સાથે કરી મુલાકાત, આ મુદ્દાઓ પર થઇ વાતચીત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!