GSTV

અરબ સાગરના ખજાના પર ચીન અને પાકિસ્તાનની મેલી નજર, શોધ કરતા કરતા ગુજરાતના તટ સુધી આવી ગયા, સર્વે શરૂ કર્યો

Last Updated on December 1, 2021 by Pravin Makwana

દક્ષિણ ચીન સાગર પર કબ્જોની આડમાં લાગેલા ચીની ડ્રેગને હવે પોતાની નજર અરબ સાગર પર બગાડી છે. અરબ સાગરમાં ચીની ડ્રેગનની મદદ તેની આર્થિક ગુલામ બની ચુકેલુ પાકિસ્તાન કરી રહ્યું છે. ચીન અને પાકિસ્તાને અરબ સાગરમાં ભારતના ગુજરાતના તટ પાસે સર્વેનું કામ શરૂ કર્યું છે. પાકિસ્તાનને આશા છે કે, કરાંચી બંદરની આજૂબાજૂ અરબ સાગરમાં તેને મુંબઈ હાઈની માફક ગેસ અને તેલના મોટા ભંડાર મળશે.

ઓપન સોર્સ ઈંટેલિજેંસ @detresfa_ એ સેટેલાઈટ તસ્વીરોના આધારે બતાવ્યું છે કે, ચીન-પાકિસ્તાને મળીને અરબ સાગરમાં શોધ કાર્ય શરૂ કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, તે ભૂકંપની જાણ આપવા અને તેલ તથા ગેસની શોધ કરવા માટે થઈ રહ્યું છે. કંઈક આ જ પ્રકારનો પ્રોજેક્ટ વર્ષ 2018માં ચીન અને પાકિસ્તાને અરબ સાગરમાં કર્યો હતો. ચીન-પાકિસ્તાનના આ સર્વેના કામને ચીનનું અત્યાધુનિક જહાજ Haiyang Dizhi પાર પાડી રહ્યું છે.

ચીની જહાજ ઊંડા પાણીમાં પણ ડ્રિલિંગ કરવામાં સક્ષમ

વર્ષ 2019માં પણ આ જહાજે સર્વે કર્યો હતો. આ સર્વે દળમાં બંને દેશોના વૈજ્ઞાનિકો પણ જોડાયા હતા. આ જહાજ સમુદ્રની અંદર ડ્રિલ કરવામાં સક્ષમ છે. આ જહાજ 8 હજાર સમુદ્રી માઈલ સુધી સર્વે કરી શકે છે. તે 75 મીટર લાંબુ અને 15 મીટર પહોળું છે. તે ચીનના સૌથી આધુનિક શોધમાં આ જહાજ શામેલ છે. તે ઊંડા પાણીમાં ડ્રિલિંગ કરવામાં સક્ષમ છે. તેમાં એવા ઉપકરણો લાગ્યા છે, જે સમુદ્રના તળિયેથી પણ શોધ કરી શકે છે.

READ ALSO

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!