GSTV

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Last Updated on June 14, 2021 by Dhruv Brahmbhatt

શાંતિની આશા રાખતા સમગ્ર વિશ્વ માટે એક ખરાબ સમાચાર સામે આવી રહ્યાં છે. વિશ્વમાં પરમાણું હથિયારો પર નજર રાખતી આંતરરાષ્ટ્રીય સંસ્થા સિપરીએ જણાવ્યું કે, 1990 બાદ પ્રથમ વાર વિશ્વમાં પરમાણું હથિયારોના જથ્થામાં નોંધાતા ઘટાડા પર બ્રેક લાગી છે. પરમાણું શક્તિ ધરાવતા દેશો પરમાણું હથિયારોમાં ઝડપથી વધારો કરી રહ્યાં છે.

તાત્કાલિક હુમલા માટે ઉપયોગ કરી શકાય તેવા પરમાણું બોમ્બની સંખ્યામાં વધારો

ગત વર્ષે એકલા ચીને 30 પરમાણું બોમ્બ બનાવ્યા જ્યારે સમગ્ર વિશ્વમાં કંગાળીનો દાવો કરતા પાકિસ્તાને 5 નવા પરમાણું બોમ્બ બનાવ્યા છે. સિપરીએ જણાવ્યું કે, 2020ની સરખામણીએ 2021માં વિશ્વમાં પરમાણું બોમ્બ ઘટ્યા પરંતુ તાત્કાલિક હુમલા માટે ઉપયોગ કરી શકાય તેવા પરમાણું બોમ્બની સંખ્યામાં વધારો થયો છે.

2021માં પરમાણું હથિયારથી સજ્જ અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઈઝરાયલ અને ઉત્તર કોરિયા પાસે કુલ 13 હજાર 80 પરમાણું બોમ્બ છે. 2020માં આ આંક 13 હજાર 400 છે. ભલે સંખ્યા ઘટી હોય પરંતુ તાત્કાલિક ઉપયોગમાં લેવાતા પરમાણું બોમ્બની સંખ્યા વધી છે. હાઈએલર્ટ રખાયેલા આ વિનાશકારી હથિયારોમાંથી માત્ર 2000 પરમાણું બોમ્બ રશિયા અને અમેરિકા પાસે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!