ગુજરાતના ખેડૂતોને ચીનના અેક નિર્ણયથી થશે બખ્ખાં, રવી સિઝન ફળી જશે

અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરનો લાભ ભારતને મળી રહ્યો હોય તેવા સંકેત મળ્યાં છે. ચીને ભારતના રેપસીડ ઓઇલમિલ (રાયડા ખોળ)ની આયાત ઉપરનો પ્રતિબંધ ઉઠાવી લીધો છે કારણ કે સરકારે એનિમલ ફિડમાં વપરાતા પ્રોટિનના ોતમાં વિવિધતા લાવવા માંગે છે એવું કસ્ટમ્સ એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું.

જો ચીનના નિયમ મુજબ કેટલાંક નિરિક્ષણ અને સંમિશ્રણની આવશ્યકતાઓને પૂર્ણ કરાશે તો ભારતમાંથી રેપસીડ ઓઇલમિલની શિપમેન્ટ આજથી શરૂ થવાની પ્રબળ સંભાવના છે એવું કસ્ટમ્સના જનરલ એડમિનિસ્ટ્રેશન તેની વેબસાઇટ ઉપર જણાવ્યું હતું.

ગુણવત્તાની ચિંતાના પગલે વર્ષ ૨૦૧૧માં પ્રતિબંધ લાદતા પહેલા ચીન ભારતના રેપસીડ ઓઇલમિલનો સૌથી મોટો આયાતકાર દેશ હતો. સાત વર્ષ બાદ ચીને આયાત પ્રતિબંધ નાબૂદ કરતા ભારતીય તેલીબિયાં ખોળના નિકાસકારોને એક મોટું એક્સપોર્ટ માર્કેટ મળશે.

નોંધનિય છે કે, ચાલુ નાણાંકીય વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પ્રથમ છ મહિના દરમિયાન ભારતમાં તેલીબિયાં ખોળની કુલન કાસ ૯ ટકા વધીને ૧૪.૦૩ લાખ ટન થઇ છે. જે રેપસીડ ઓઇલમિલ મોટાપ્રમાણમાં નિકાસનું પરિણામ છે. જ્યારે વર્ષ પૂર્વેના સમાનગાળામાં દેશમાં કુલ ૧૨.૮૪ લાખ ટન ખોળની નિકાસ કરવામાં આવી હતી એવું સોલ્વન્ટ એક્સ્ટ્રેક્સ્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના આંકડાથી જાણવા મળ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter