GSTV

લદ્દાખ પરથી વિશ્વનું ધ્યાન હટાવવા ચીનનો તાઈવાન સામે મોરચો, ડ્રેગનના ફાઈટર જેટ બીજા દિવસે પણ ઘૂસ્યા તાઈવાનમાં

ચીન સાથે સંઘર્ષ વચ્ચે ભારતીય સૈન્યે છેલ્લા ત્રણ સપ્તાહમાં પૂર્વીય લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર વધુ છ શીખરો પર કબજો કરી લીધો છે. આ સાથે 29 ઓગસ્ટથી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે ભારતે પેંગોંગ ત્સો સરોવર નજીક કુલ 20 શીખરો પર કબજો કરીને લદ્દાખમાં ચીનને પછાડયું છે.

લદ્દાખમાં વધુ છ શિખર ભારતના કબજે

બીજીબાજુ લદ્દાખમાંથી વિશ્વનું ધ્યાન હટાવવા ચીને હવે તાઈવાન સામે મોરચો ખોલ્યો છે. અમેરિકન દૂતની તાઈવાન મુલાકાતના વિરોધમાં ચીને શનિવારે સતત બીજા દિવસે બે બોમ્બવર્ષક વિમાનો સહિત 19 ફાઈટર પ્લેન તાઈવાનની હદમાં મોકલ્યા હતા અને શક્તિપ્રદર્શન કરતાં અમેરિકાને પડકાર ફેંક્યો છે. લદ્દાખમાં ચીન સાથે સંઘર્ષ વચ્ચે ભારતીય સૈન્યે 29 ઑગસ્ટથી સપ્ટેમ્બરના બીજા સપ્તાહ વચ્ચે માગર હિલ, ગુરૂંગ હિલ, રેચન લા, રેઝાંગ લા, મુખપરી અને ફિંગર 4ની નજીક ઊંચા શીખરો પર કબજો જમાવ્યો છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ આ શીખરો પરથી ચીનના સૈન્યની મુવમેન્ટ પર નજર રાખવાનું સરળ બનશે.

ડ્ગેગનના ફાઈટર જેટ બીજા દિવસે પણ ઘૂસ્યા તાઈવાનમાં

સૂત્રોનું કહેવું છે કે આ બધા જ શીખરો એલએસી પર ભારતીય સરહદમાં છે. તેના પર ચીન કબજો જમાવવા માગતું હતું, પરંતુ ભારતે પહેલાં જ તેના પર કબજો જમાવી ચીનને આકરો સંદેશ આપી દીધો છે. આ શીખરો પર ભારતના કબજા પછી ચીને રેઝાંગ લા અને રેચન લા નજીક તેના સૈનિકોની તૈનાતી વધારી દીધી છે.

ચીને રેઝાંગ લા અને રેચન લા નજીક તેના સૈનિકોની તૈનાતી વધારી દીધી

લદ્દાખ સરહદે તંગદિલી હળવી કરવા માટે સોમવારે મોલ્દોમાં ભારત અને ચીનના કોર્પ્સ કમાન્ડર સ્તરની છઠ્ઠા તબક્કાની બેઠક મળશે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, લદ્દાખમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં ગોળીબારની ત્રણ ઘટના સહિત ચીનના સૈનિકોના ઉશ્કેરણીજનક પગલાંને ધ્યાનમાં રાખતાં ભારતીય હવાઈ દળે હવાઈ સરહદો પર નજર રાખવા લદ્દાખમાં રાફેલ જેટનો ઉપયોગ કરવાની તૈયારી રાખી છે. દરમિયાન ચીને લદ્દાખ મુદ્દા પરથી વિશ્વનું ધ્યાન બીજે ખેંચવા માટે તાઈવાન સામે મોરચો ખોલ્યો છે. ચીનના 19 ફાઈટર વિમાનો તાઈવાનના એર ડિફેન્સ આઈડેન્ટિફિકેશન ઝોનમાં ઘૂસી ગયા હતા અને કેટલાક વિમાને તાઈવાન સ્ટ્રેટ મિડલાઈન પાર કરી હતી. તાઈવાનના સંરક્ષણ વિભાગે આ ઘટનાની પુષ્ટી કરી હતી. તાઈવાનને લોકતાંત્રિક વ્યવસૃથામાં ફેરવનારા ભૂતપૂર્વ પ્રમુખ લી તેંગને શ્રદ્ધાંજલી આપવાના એક કાર્યક્રમમાં અમેરિકાના નાયબ વિદેશ મંત્રી કિથ ક્રાચ હાજર રહ્યા હતા.

લદ્દાખ મુદ્દા પરથી વિશ્વનું ધ્યાન બીજે ખેંચવા માટે તાઈવાન સામે મોરચો ખોલ્યો

અમેરિકન દૂતની હાજરીના વિરોધમાં ચીને સતત બીજા દિવસે તાઈવાનની હવાઈ સરહદનો ભંગ કર્યો હતો. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ચીનની આ કાર્યવાહીને તાઈવાન પર કબજાના પૂર્વાભ્યાસ સમાન ગણાવી હતી. વિસ્તારવાદી ચીન તાજેતરના સમયમાં તેની ચારે બાજુ સરહદો પર તેનો કબજો જમાવી રહ્યું છે. નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચીનની ઉશ્કેરણીથી ભારત સામે શિંગડા ભેરવ્યા છે. પરંતુ હવે ચીને તેની વિસ્તારવાદી નીતિમાં નેપાળને પણ બાકાત રાખ્યું નથી.

ચીને નેપાળના હુમલા વિસ્તારમાં નવ ઈમારતો બનાવી દીધી છે અને તે માટે નેપાળની મંજૂરી પણ લેવાઈ નથી. એટલું જ નહીં ચીનના સૈનિકો હવે નેપાળીઓને તે વિસ્તારમાં ઘૂસવા પણ નથી દેતા. નેપાળી મીડિયામાં ચીનની ઘૂસણખોરીની તસવીરો વાયરલ થયા પછી ઓલી સરકાર દબાણ હેઠળ આવી ગઈ છે.

READ ALSO

Related posts

પાકિસ્તાની સંસદનો ખુલાસો ભાજપ માટે ‘અભિનંદન’, કોંગ્રેસ પર નિશાન સાધવાની મળી તક

pratik shah

IPL 2020/ જાડેજાએ કોલકાતા પાસેથી છીનવી લીધી જીત, ચેન્નાઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું

Pravin Makwana

ભાજપ જેડીયુ પર કોંગ્રેસના સચિન પાયલટે ચલાવ્યા શબ્દબાણ, આપવા પડી રહ્યા છે સવાલોના જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!