GSTV
Gujarat Government Advertisement

નેપાળ ફસાયુ ચીનની ચાલમાં: ડ્રેગને નેપાળની જમીન પર કરી લીધો કબજો, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

ચીન

Last Updated on September 24, 2020 by Bansari

ચીને તિબેટ બાદ હવે નેપાળને હડપવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. નેપાળમાં ચીને દબાણ શરૂ કરી દીધુ હોવાથી નેપાળી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક નેપાળીઓએ ચીનના વિરોધમાં રસ્તા પર ઉતરીને આંદોલન શરૂ કરી દીધા છે. સાથે જ નેપાળની વર્તમાન સરકાર ભારતના બદલે ચીનને સાથ આપી રહી હોવાથી તેના પ્રત્યે પણ નેપાળી નાગરિકો નારાજ છે.

નેપાળના આ જિલ્લામાં ચીને ઇમારતોનું બાંધકામ પણ શરુ કરી દીધુ

નેપાળના હુમલા જિલ્લામાં ચીને કેટલીક ઇમારતોનું બાંધકામ પણ શરુ કરી દીધુ છે. જેને પગલે નેપાળી એક્ટિવિસ્ટ્સ દ્વારા મોટા પાયે આંદોલનો શરૂ કરી દેવામાં આવ્યા છે. સાથે જ રીટર્ન નેપાળ લેંડના સુત્રોચ્ચાર કરીને રેલીઓ પણ કાઢી રહ્યા છે. એક રિપોર્ટ અનુસાર તિબેટ સરહદે નેપાળના હુમલા જિલ્લામાં ચીને ૧૧ મોટી ઇમારતો બનાવી લીધી છે તેમ છતા નેપાળ સરકાર બધુ જોઇ રહી હોવાથી હવે નેપાળના નાગરિકો જ રસ્તા પર ઉતરી આવ્યા છે.

આવો છે ચીનનો દાવો

જ્યારે બીજી તરફ ચીન દાવો કરી રહ્યું છે કે જે વિસ્તારમાં અમે આ ઇમારતો બનાવી છે તે અમારી જ છે. નેપાળના મીડિયા કાઠમાંડુ પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૦૫માં આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ઝુપડા હતા અને નેપાળી નાગરિકો ત્યાં રહેતા હતા. આ વિસ્તારના ચીફ ડિસ્ટ્રિક્ટ ઓફિસરની આગેવાનીમાં નેપાળનું એક ડેલિગેશન ચીનના અધિકારીઓને મળ્યું હતું અને આ વિસ્તારમાંથી પોતાના માણસો અને દબાણને દુર કરવા કહ્યું હતું.

જોકે કાઠમાંડુ સ્થિત ચીની એમ્બેસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તાર ચીનનો જ છે અને નેપાળના વિસ્તારમાં કોઇ જ ઇમારત નથી બનાવી. ચીન તેની આસપાસના સરહદી દેશોમાં આ જ રીતે ઘુસણખોરી કરવા લાગ્યું છે અને વિસ્તાર પોતાનો હોવાના દાવા કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે મોટા જુઠાણા ફેલાવી રહ્યું છે. જોકે ચીનની આ વાત નેપાળીઓ સારી રીતે ઓળખી ગયા છે અને કાઠમાંડુ સ્થિત ચીનની એમ્બેસી બહાર મોટી સંખ્યામાં લોકોએ ચીન વિરુદ્ધ રેલી કાઢી હતી અને અમારી જમીન અમને પાછી આપોના નારા પણ લગાવ્યા હતા. બીજી તરફ આટલા મોટા પાયે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા હોવા છતા નેપાળના વડા પ્રધાન કે.પી. ઓલી મૌન છે જેને પગલે નેપાળી નાગરિકો વધુ ગુસ્સે ભરાયા છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

ઓક્સિજનની કાળાબજારી: ક્રાઇમ બ્રાન્ચે કરી 39 સિલિન્ડર સાથે 3 આરોપીઓની ધરપકડ

Pritesh Mehta

મ્યૂકોર માઈસીસ : રૂપાણી સરકાર ખરીદશે 5000 ઈન્જેક્શન, રોગના લક્ષણો અને જાણી લો કઈ દવાઓથી આ મટશે

Pritesh Mehta

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!