GSTV
News World ટોપ સ્ટોરી

ચીનની નવી ચાલ/ નેપાળ બાદ હવે આ દેશમાં સૈન્ય ગતિવધીઓ વધારી, આ દેશમાં વસાવી લીધા 2 ગામ

ચીન

એક તરફ ભારત સમેત આખી દુનિયા અત્યારે કોરોના વાયરસના કહેરમાં સંપડાઇ છએ. ત્યારે આવા સમયે પણ ચીન પોતાની કરતૂતો ભુલતું નથી. ચીન 2015ના વર્ષથી ભૂટનની એક ઘાટીમાં રોડ, ઇમારતો અને સૈન્ય ચોકોનું નિર્માણ કરી રહ્યું છે. આતંરરાષ્ટ્રીય સ્તપ પર અને ઐતિહાસિક રીતે ભૂટાનની જમીન પર ચીનના સૈન્ય દ્વારા આ નિર્માણ કરવામાં આવ્યા છે. પોતાના આ નિર્માણ વડે ચીન નવી ચાલ રમી રહ્યું હોય તેમ લાગે છએ. ચીન હવે ભૂટાનની જમીનનો ઉપયોગ ભારત સામે કરવા માંગે છે.

ચીને

ભારત સામે ભૂટાનની જમીનનો ઉપયોગ, ભૂટાનમાં બે ગામ વસાવ્યા

ચીને 2015ના વર્ષમાં ઘોષણા કરી હતી કે તિબેટમાં તિબેટ સ્વાયત ક્ષેત્રના દક્ષીણમાં ગ્યાલફુગ ગામ વસાવ્યું છે. જો કો ગ્યાલફુગ એ ભૂટાનમાં આવેલું છે અને ચીની સેનાએ વધારે એક આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગી છે. ભારત અને તેના પાડોશીઓને હિમાલયની સીમાથી દૂર કરવા માટે ચીન ઘણા લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે ભૂટાનમાં ચીન દ્વારા જે નિર્ણાણ થયું છે તેના વડે ચીન પોતાને તિબેટના સીમાવર્તીય ક્ષેત્રમાં મજબૂત કરવા માંગે છે.

ચીન ઇચ્છે છે કે ભૂટાન તેમને સૈન્ય બેઝ માટે જગ્યા આપે, જ્યાંથી તેઓ ભારતનો સામનો કરી શકે

ચીન

ફોરેન પલિસીમાં છપાયેલી રિપોર્ટ પ્રમાણે ચીન સરકાર ઇચ્છે છે કે ભૂટાન તેમને પોતાના સૈન્ય બેઝ માટે જગ્યા આપે, જ્યાંથી તેઓ ભારતનો સામનો કરી શકે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ નિર્માણ ભૂટાન સાથે ચીનની શરતોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન છે. ઉપરાંત ભૂટાનિયો દ્વારા તેમની સીમામાં ઘૂસણખઓરીને લઇને દશકોથી થઇ રહેલા વિરોધને પણ અવગણવામાં આવ્યો છએ.

રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીન ગ્યાલાફૂગ સિવાય બે અન્ય ગામ પર નજર ટેકવીને બેઠું છે. જેમાંથી એકનું નિર્માણ અત્યારે શરુ છે. જ્યાં ચીને 66 માઇલના રોડ, હાઇડ્રોપાવર સ્ટેશન, બે સીસીપી પ્રશાસનિક કેન્દ્ર, સિક્યોરીટી લાઇટ, સૈન્ય બેઝ વગેરે બનાવી લીધું છે.

Read Also

Related posts

ગુજરાત ચૂંટણી / પ્રથમ તબક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર થશે મતદાન,  788 ઉમેદવારો છે મેદાનમાં

Nakulsinh Gohil

ભારતના આ પડોશી દેશમાં ‘પાણીપુરી’ પર મૂકાયો પ્રતિબંધ, કારણ જાણી લાગશે નવાઇ

GSTV Web Desk

દમ લગા કે હઈશા / એમ્બ્યુલન્સમાં અધવચ્ચે જ ઈંધણ પૂર્ણ થતા દર્દીનું મોત નિપજ્યું, જીવ બચાવનાર જ બની મોતનું કારણ

Hardik Hingu
GSTV