GSTV
India News ટોપ સ્ટોરી

ચીનની નવી ચાલ/ અરૂણાચલના 15 વધુ શહેરોને ડ્રેગને તેના નામ આપ્યા, ભારતે આપ્યો આ જવાબ

ચીન

ચીને ભારતના ઉત્તરપૂર્વીય રાજ્ય અરૂણાચલ પ્રદેશના 15થી પણ વધુ સ્થળોને ચાઇનીઝ, તિબેટિયન અને રોમન શબ્દોનો ઉપયોગ કરીને તેના નામ આપ્યા છે. અરૂણાચલ પ્રદેશ સાઉથ તિબેટ હોવાનો દાવો કરે છે.

આ ચીન અરૂણાચલ પ્રદેશને તેનો ઝાંગન પ્રાંત માને છે. તેણે તેના ઝાંગન પ્રાંતના 15 શહેરોને તેના નામ આપ્યા છે. ચીનના કેબિનેટની સ્ટેટ કાઉન્સિલે ભૌગોલિક નામ અંગેના નિયમો જારી કર્યા છે. આ પંદર સ્થળોને નામ આપવામાં આવ્યા છે તેમાથી આઠ રહેણાક વિસ્તારો છે, ચાર પર્વતો છે અને બે નદીઓ તથા એક માઉન્ટેન પાસ છે, એમ અહેવાલે જણાવ્યું હતું.

ચીન

અરૂણાચલને ચીન સાઉથ તિબેટ ગણે છે

ચીને અરૂણાચલ પ્રદેશમાં તેના નામોની આ બીજી યાદી જારી કરી છે. આ પહેલા તેણે 2017માં પહેલી યાદી જારી કરી હતી. તેમા છ સ્થળોને ચાઇનીઝ નામ આપ્યા હતા. ચીનના અરૂણાચલ પ્રદેશને સાઉથ તિબેટ તરીકેના દાવાને ભારતીય વિદેશ મંત્રાલયે મક્કમતાપૂર્વક નકારી કાઢ્યો છે.

ચીને

ભારતીય વિદેશ મંત્રાલયે ચીનના દાવાને મક્કમતાપૂર્વક નકારી કાઢ્યો

ભારતના ટોચના નેતાઓ દ્વારા જ્યારે પણ અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેવામાં આવે છે ત્યારે બૈજિંગ તેનો દૈનિક ધોરણે વિરોધ કરે છે. ભારત અને ચીન વચ્ચે 3,488 કિ.મી.ની વાસ્તવિક અંકુશરેખા છે.

આ અહેવાલને ટાંકીને ચાઇના ટેકનોલોજી રિસર્ચના નિષ્ણાત લિયાન ઝિયાંગમિને દાવો કર્યો હતો કે આ જાહેરાત નેશનલ સરવેનો ભાગ છે. આ સ્થળો અમારા માટે કેટલાય વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. આ અધિકૃત પગલું છે અને ચીનનું સાર્વભૌમત્વ તેને તેમ કરવાની છૂટ આપે છે. આ વિસ્તારમાં ભવિષ્યમાં પણ આ પ્રકારના નામો આપવામાં આવતા રહેવાશે.

GSTV

Read Also

Related posts

ટાઈમ મેગેઝિન 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર, ગૌતમ અદાણી, કરુણા નંદી અને ખુર્રમ પરવેઝના નામ સામેલ

Zainul Ansari

સતર્કતા! કોરોના વચ્ચે મંકીપોક્સે વધારી ચિંતા, મુંબઈ એરપોર્ટ પર એલર્ટ

Zainul Ansari

પ્રેમ કહાનીનો ભયાનક અંત:વલસાડમાં પ્રેમિકાની ગળું દબાવી હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ તળાવમાં ઝંપલાવી જિંદગી ટુંકાવી

Zainul Ansari
GSTV