GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

પોતાના ત્રણ મહિનાના બાળકને આંખોની સામે મરતુ જોતી રહી માતા, કરી આવી ભુલ અને…

Corona

પહેલી વખત માતા બનેલી મહિલાએ એવી ભુલ કરી દીધી જેના કારણે તેના ત્રણ મહિનાના બાળકનું મોત થઈ ગયું. આ ઘટના ચીનની છે. મહિલાએ ઘરમાં સીસીટીવી લગાવ્યા જેથી બાળકી પર નજર રાખી શકાય. પરંતુ ભુલ ત્યારે થઈ જ્યારે તે સારી માતા બનવા માટે ઓનલાઈન કોર્સ કરવા માટે બીજા રૂમમાં હતી. તે વખતે બાળક પેટ પર પલટી ગયું.

માતાએ ઓનલાઈન કોર્ષમાં શિખ્યું કે કઈ રીતે બાળકને પેટના સહારે સુવડાવી શકાય છે. ચીનના દક્ષિણમાં સ્થિત શહેર શાનતોઉમાં પહેલી વખત માતા બનેલી મહિલા ઘરના બીજા રૂમથી એક રૂમમાં એક ઓનલાઈન કોર્સ કરનાર સંસ્થા એમી બેબીકેરની ઓનલાઈન ક્લાસમાં બેઠી હતી. તે બીજા રૂમમાં ઓનલાઈન પોતાના ત્રણ માહિનાના બાળક માટે ટ્રેનિંગ લઈ રહી હતી.

CCTV દ્વારા નજર રાખી રહી હતી માતા

એક રિપોર્ટ અનુસાર ઓનલાન કોર્સ વખતે તે બીજા રૂમમાં બેસીને બાળક પર નજર રાખી રહી હતી. બાળક પારણામાં સુઈ રહ્યું હતું. સીસીટીવીથી બાળક પર નજર રાખવાની સાથે સ્પીકર અને માઈક દ્વારા તે બાળકને નિર્દેશન આપી રહી હતી. કોર્સ વખતે તેને પોતાના બાળકના રોવાનો અવાજ આવ્યો. તેણે બાળકને સ્પીકર દ્વારા શાંત કરવાનો પ્રયત્ન કર્યો. આ વચ્ચે ઓનલાઈન કોર્સ કરાવતા લોકો અને કોર્સ કરી રહેલા ચેટિંગ ગ્રુપ પર હાજર લોકો જે ઓનલાઈન હતા તેમણે મહિલાને કહ્યું કે તે બાળકને ડિસ્ટર્બ ન કરે. તેને પોતાની જાતે પ્રયત્ન કરવા દે.

બાળકની માતા સતત કહેતી રહી કે તેને બાળકની પાસે જવા દેવામાં આવે. તેને બોલવા દેવામાં આવે. પરંતુ ઓનલાઈન કોર્સ વાળી કંપનીના લોકોએ તેમ કરવાની ના પાડી દીધી. એવામાં બાળક પેટના બળ પર પલટી ગયું અને શ્વાસ ન લઈ શકવાના કારણે તેનું મોત થઈ ગયું.

બે કલાક બાદ માતા કોર્સ પૂર્ણ કરી રૂમમાં ગઈ જોયું તો…

2 કલાક બાદ જ્યારે માતા કોર્સ પૂર્ણ કરીને બાળકના રૂમમાં ગઈ ત્યાં સુધી તેનું મોત થઈ ચુકી હતી. ત્યાર બાદ મહિલાએ બધી વાત પોલીસને જણાવી. હવે પોલીસ તે કોર્સ કરાવતી સંસ્થા એમી બેબીકેયરની તપાસ કરી રહી છે. કારણ કે આ સંસ્થા મહિલાઓને ઓનલાઈન ટ્રેનિંગ આપી રહી છે કે બાળક જાતે જ કઈ રીતે સુઈ જાય અને તેમને કોઈ બીજાને સુવડાવવાની જરૂર ન પડે.

અમી બેબીકેયર એક કસ્ટમરથી 6999 યુઆન એટલે 75,474 રૂપિયાની ફિ લે છે. જેથી તે કોર્સ કરી શકે અને ઓનલાઈન ચેટિંગ ગ્રુપની સાથે નક્કી કરેલા ટીચરના સામે ક્લાસ અટેન્ડ કરી શકે. જે મહિલાનું બાળક મૃત્યુ પામ્યું છે તે પણ આમાંથી જ કોઈ એક ગ્રુપની સાથે ચેટિંગ કરી રહી હતી.

Read Also

Related posts

આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 પોલિસકર્મી કોરોના પોઝિટિવ, 26ના મોત

Ankita Trada

શ્રમિકોની વતન વાપસીની અસર: 871 એકમો શરૂ કરવા લીલી ઝંડી, પણ શરૂ થયા આટલા જ

Bansari

બોલીવુડના આ દિગ્દર્શકના અનાથ આશ્રમમાં 18 બાળકો પોઝિટિવ, 3 સ્ટાફના સભ્યોને પણ લાગ્યો ચેપ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!