GSTV

વિનાશક હથિયારોની હોડ… કપટી ચીનના પેટમાં રેડાશે તેલ! અમેરીકાએ અત્યાધુનિક હાઈપર સોનિક મિસાઈલનું કર્યું પરીક્ષણ

Last Updated on October 22, 2021 by pratik shah

આ દુનિયા પહેલેથી જ વિનાશક હથિયારોના ઢગલા પર બેઠેલી છે અને હવે દુનિયાના વિકસીત દેશોમાં હાઈપર સોનિક હથિયારોના પરિક્ષણની હોડ શરુ થઈ છે. ચીને કરેલા આ પ્રકારના હથિયારના પરિક્ષણ બાદ અમેરિકાએ પણ વળતો જવાબ આપીને હાઈપર સોનિક મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યુ છે. અમેરિકન નૌસેનાએ કહ્યુ હતુ કે, આ નવા મિસાઈલનો અખતરો નાસાના વર્જિનિયા સ્થિત સેન્ટરમાં કરવામાં આવ્યો છે. આ પરિક્ષણ સફળ રહ્યુ છે અને હાઈપર સોનિક મિસાઈલ ડેવલપ કરવામાં મોટુ પગલુ છે.

અમેરિકન નૌસેનાએ કહ્યુ હતુ કે, આ ટેસ્ટે દર્શાવ્યુ છે કે, અત્યાધુનિક હાઈપર સોનિક ટેકનોલોજી, ક્ષમતા તેમજ પ્રોટોટાઈપ બનાવવ માટે આપણે સક્ષમ છે.

હાઈપર સોનિક મિસાઈલ બીજી મિસાઈલો જેવી જ હોય છે

ઉલ્લેખનીય છે કે, હાઈપર સોનિક મિસાઈલ બીજી મિસાઈલો જેવી જ હોય છે પણ તે અવાજ કરતા પાંચ ગણી ઝડપથી ઉડાન ભરી શકે છે. એટલુ જ નહીં તે અધવચ્ચે પણ પોતાનો રસ્તો બદલવામાં સક્ષમ હોય છે. તેને ડિટેક્ટ કરવી પણ મુશ્કેલ હોય છે.

અમેરિકાએ ચીનના પરીક્ષણ પર ચિંતા વ્યક્ત કરી

જોકે અમેરિકાએ ચીનના પરીક્ષણ પર ચિંતા વ્યક્ત કરી છે. કારણકે ચીને આ મિસાઈલ અંતરિક્ષમાંથી લોન્ચ કરી શકાય તે પ્રકારની તૈયારીઓ શરૂ કરી છે. તાજેતરમાં ચીને આ જ પ્રકારનુ પરિક્ષણ કર્યુ હતુ. જોકે ચીને દાવો કર્યો હતો કે, અમે તો વિમાનનુ પરિક્ષણ કર્યુ હતુ, તેને મિસાઈલ સાથે કોઈ લેવા દેવા નથી.

જોકે અમેરિકા આ વાત સાચી માનવા તૈયાર નથી. અમેરિકાના નિષ્ણાતોનુ માનવુ છે કે, ચીને હાઈપર સોનિક મિસાઈલને પહેલા અંતરિક્ષમાં મોકલી હતી અ્ને એ પછી ધરતી પર ચોક્કસ જગ્યાએ ટાર્ગેટ કરવા માટે તેને અંતરિક્ષમાંથી મોકલવામાં આવી હતી.

READ ALSO

Related posts

રાજકીય હલચલ / હરિયાણાના મુખ્યમંત્રીને મળ્યા કેપ્ટન અમરિંદરસિંહ, અનેક મહત્વના મુદ્દે થઈ ચર્ચા

Zainul Ansari

અમેરિકાએ કહ્યું- નવા વેરિઅન્ટની માહિતી ભેગી કરવામાં બે અઠવાડિયા લાગશે, પરંતુ જરૂરી છે બૂસ્ટર શોટ

Vishvesh Dave

શિયાળુ સત્ર / Bitcoinને લઈ નિર્મલા સિતારમણનું મોટું નિવેદન, કહ્યું- સરકાર બિટકોઈન લેવડ-દેવડ…

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!