GSTV

ગ્લોબલ ટાઈમ્સ છે ચીનની સૌથી મોટી મિસાઈલ, ભારત અને ઓસ્ટ્રેલિયા છે ટાર્ગેટ

ચીન

Last Updated on June 20, 2020 by Bansari

ચીની સૈનિકોએ લદ્દાખની ગાલવાન ઘાટીમાં ઘાત લગાવીને ક્રૂરતાપૂર્વક 20 ભારતીય સૈનિકોની હત્યા કરી દીધી હતી. એટલું જ નહીં પરંતુ ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગના નિર્દેશ પર પીએલએના હજારો સૈનિકો ભારતીય જમીન પર કબજો જમાવવાની ફિરાકમાં છે. ચીને માત્ર જમીન પર જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં પણ યુદ્ધ છેડ્યું છે અને તેના માટે પોતાની ‘મિસાઈલ’ ગ્લોબલ ટાઈમ્સને મોરચો સોંપ્યો છે.

ગ્લોબલ ટાઈમ્સે છેલ્લા એક મહીના દરમિયાન સેંકડો ટ્વિટ કરીને ફક્ત ભારત વિરૂદ્ધ જ નહીં પણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને તાઈવાન વિરૂદ્ધ મનોવૈજ્ઞાનિક યુદ્ધ છેડેલું છે. હકીકતે તે ચીનની ગોળી ચલાવ્યા વગર જ યુદ્ધ જીતવાની રણનીતિ છે જેને અમલમાં મુકવાનું કામ ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઈમ્સને સોંપવામાં આવ્યું છે. લદ્દાખમાં વ્યાપેલા તણાવ બાદ ચીનના પ્રોપેગેન્ડા મશીન ગ્લોબલ ટાઈમ્સે એક રીતે ભારત વિરૂદ્ધ મનોવૈજ્ઞાનિક યુદ્ધ આરંભ્યું છે.

ગ્લોબલ ટાઈમ્સ દ્વારા ચીની સરકારનો દુષ્પ્રચાર

ભારત અને ચીન વચ્ચે તણાવની શરૂઆત બાદ છેલ્લા એક મહીનામાં ગ્લોબલ ટાઈમ્સે અનેક ડઝન એવા સમાચાર અને વીડિયો જાહેર કર્યા છે જે ચીનની શક્તિને વધારીને દર્શાવે છે અને ભારતને નબળું સાબિત કરે છે. સૌથી પહેલા ગ્લોબલ ટાઈમ્સ ચીન સરકારના દાવાને નિષ્ણાંતોનો હવાલો આપીને કહે છે અને ત્યાર બાદ સરકાર તેનું પુનરાવર્તન કરે છે. એક રીતે ચીન સરકાર અપ્રત્યક્ષ રીતે પોતાના દાવાને ગ્લોબલ ટાઈમ્સના માધ્યમથી પ્લાન્ટ કરાવે છે અને બાદમાં તેનું સમર્થન કરે છે.

ચીન

ગાલવાન ઘાટીની ઘટના તેનું ઉદાહરણ છે. સરહદ વિવાદ શરૂ થયા બાદ ગ્લોબલ ટાઈમ્સે સૌથી પહેલા દાવો કર્યો કે, ભારતના નિયંત્રણમાં રહેલી ગાલવાન વેલી ચીનની છે. ગાલવાન ઘાટી ચીનનો વિસ્તાર છે અને ભારત જાણીજોઈને ત્યાં વિવાદ સર્જે છે. ભારત ગાલવાનમાં ચીનના ક્ષેત્રમાં ગેરકાયદેસર રીતે ડિફેન્સ ફેસિલિટીનું નિર્માણ કરે છે જેથી ચીનની સેના પાસે તેને જવાબ આપ્યા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યાર બાદ ચીન સરકાર હવે સતત તે વિસ્તાર પર પોતાનો અધિકાર છે તેવો દાવો કરી રહી છે.

ભારતીયોને ડરાવવા પ્રચાર વીડિયો

ગ્લોબલ ટાઈમ્સ સતત ચીનની સેનાના યુદ્ધાભ્યાસના વીડિયો પોસ્ટ કરે છે અને તે તિબેટમાં ભારતીય સરહદ પાસેના હોવાનું જણાવે છે. સાથે જ ચીની સરકારે અન્ય કોઈ દેશ પાસે ન હોય તેવા અત્યાધુનિક હથિયારો તૈનાત કર્યા હોવાનો પણ દાવો કરે છે. દાવા પ્રમાણે તે હથિયારો પર્વતો પર યુદ્ધ કરવા ખૂબ જ ઉપયોગી છે. નિષ્ણાંતોના મતે ગ્લોબલ ટાઈમ્સ ચીન ગોળી ચલાવ્યા વગર યુદ્ધ જીતવા ઈચ્છે છે તે રણનીતિનો હિસ્સો છે.

ભારતને પાકિસ્તાન-નેપાળથી ડરાવ્યા

ભારત અને ચીનની સરહદે ચાલી રહેલા વિવાદ મામલે ભારતના આકરા વલણ બાદ ચીની મીડિયાએ પાકિસ્તાન અને નેપાળની સેનાની ધમકી આપી છે. ચીનના સરકારી સમાચાર પત્રએ ભારતનો ચીન ઉપરાંત પાકિસ્તાન અને નેપાળ સાથે સરહદ વિવાદ ચાલે છે માટે ભારતીય સેનાએ બે કે ત્રણ મોરચે દબાણનો સામનો કરવો પડશે તેવો દાવો કર્યો હતો. આમ તે ઈશારામાં જ ભારતનું મિત્ર રહી ચુકેલું નેપાળ હવે પોતાના ખોળામાં આવી ગયું છે તેવું દર્શાવવા માંગે છે.

ચીન

અમેરિકા-ઓસ્ટ્રેલિયા-તાઈવાન વિરૂદ્ધ યુદ્ધ

ગ્લોબલ ટાઈમ્સે માત્ર ભારત જ નહીં પણ ચીનનો ભારે વિરોધ કરી રહેલા અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને તાઈવાન વિરૂદ્ધ પણ યુદ્ધ છેડી રાખ્યું છે. એક અહેવાલ પ્રમાણે ચીનના નેતા સાર્વજનિકરૂપથી પોતાનું નામ જાહેર નથી કરતા અને ગ્લોબલ ટાઈમ્સમાં કથિત રીતે નિષ્ણાંત બનીને હુમલા કરે છે. હોંગકોંગ મામલે અમેરિકાના વિરોધ બાદ ગ્લોબલ ટાઈમ્સે બાંયો ચઢાવી છે તથા તે ઓસ્ટ્રેલિયા અને તાઈવાનને પણ ડરાવી રહ્યું છે.

Read Also

Related posts

ચીનમાં છે વિચિત્ર રિવાજ, લગ્નમાં વરરાજાએ લાવવા પડે છે કન્યા માટેના અંડર ગાર્મેન્ટ, જો ભૂલ થઈ તો તૂટી જાય છે સંબંધ

Harshad Patel

શું હકીકતમાં એલિયન્સનું અસ્તિત્વ છે?, અમેરિકાની એક લેબે આકાશની કેટલીક તસવીરો ખેંચી તો….

pratik shah

આવતા સપ્તાહે ICICI બેન્કના સર્વિસ ચાર્જમાં થવાના છે આ 10 મોટા ફેરફાર, જાણો તમારા પર શું થશે અસર

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!