GSTV
Home » News » હવે ટચ કર્યા અને બોલ્યા વગર કામ કરશે સ્માર્ટફોન, બની આ નવી ચીપ

હવે ટચ કર્યા અને બોલ્યા વગર કામ કરશે સ્માર્ટફોન, બની આ નવી ચીપ

આવનારા દિવસોમાં હવે તમારે ફોનને ટચ કરવાની જરૂર નહીં પડે અને વોઈસના માધ્યમથી તેને નિયંત્રિત કરવાની જરૂર નહીં પડે. ચીનમાં એવી એક ચીપ તૈયાર કરવામાં આવી છે જે મગજને વાંચીને તેના મુજબ સ્માર્ટફોન કામ કરશે.. ચીનમાં તાજેતરમાં જ આયોજન કર્યું હતું, તેમાં વર્લ્ડ ઈન્ટેલિજન્સે મગજને વાંચનારી ચીપનું પ્રદર્શન કર્યું છે.

તેમાં સંભાવના છે કે આવનારા દિવસોમાં તમારો ફોન પહેલા કરતાં વધુ સ્માર્ટ થઈ શકે છે. આ ચીપને બ્રેન ટોકર નામ આપવામાં આવ્યું છે, જે તમારા મગજના વિધુતીય તરંગોની મદદથી કામ કરશે અને તેને ક્મ્પ્યૂટરના માધ્યમથી પણ ડીકોડ કરી શકાશે.

આ ચીપને તિયાતજિન યુનિવર્સિટી અને ચાઈના ઈલેક્ટ્રોનિક કોર્પોરેશન બંને ભેગા થઈને બનાવશે. આ ચીપને બનાવનારા વૈજ્ઞાનિકોનો દાવો છે કે તે કમ્પ્યૂટર, સ્માર્ટ ફોન અને બીજા ડિવાઈસને કંટ્રોલ કરી શકાશે.

આ ટેકનોલોજીની મદદથી સારવાર, શિક્ષા, સુરક્ષા અને મનોરંજનના ક્ષેત્રે ઘણા ફેરફાર જોવા મળશે. વૈજ્ઞાનિકો કહે છે કે તમે જે પણ વિચારશો તે પ્રમાણે આ ચીપ કામ કરશે, અને બીજા ડિવાઈસને પણ નિયંત્રિત કરવાનો આદેશ આપશે.

Read Also

Related posts

Huawei Kirin A1 વિયરેબલ ચિપસેટનું જલ્દી થશે ભારતમાં લોન્ચિંગ, આ છે ફિચર્સ

pratik shah

સોનાનો ઢોળ ચડાવીને બનાવાયા છે Appleના આ ઇયરપૉડ, કિંમત એટલી છે કે આટલામાં તો એક ફ્લેટ આવી જાય

Bansari

ચીનનો સૌથી મોટો નિર્ણય, ઓનલાઈન ગેમ નહી રમી શકે 18 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!