GSTV

16 લાખ વર્ગ કિલોમીટરમાં ચીન કરાવશે કૃત્રિમ વરસાદ : જાણો વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ

Last Updated on April 10, 2018 by Karan

ચીન વધુ એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં તિબેટના મધ્યપ્રદેશ કરતા પાંચ ગણા એટલે કે 16 લાખ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં વરસાદ કરાવી શકાશે. તિબેટના વિસ્તારોમાં અલગ-અલગ ઠેકાણે એવી ચેમ્બરો બનાવવામાં આવી છે અને તેમાં ઈંધણને સળગાવવામાં આવશે. ક્લાઉડ સીડિંગ અથવા કૃત્રિમ વરસાદની આ તકનીકથી આ વિસ્તારમાં દશ અબજ ઘન મીટરથી વધુ વરસાદ કરાવી શકાશે. જો કે આ કૃત્રિમ વરસાદ ચીનની પાણીની જરૂરિયાતના માત્ર સાત ટકા હશે.

આ કૃત્રિમ વરસાદ કરાવવની યોજના દુનિયાનો આને લગતો સૌથી મોટો પ્રોજેક્ટ હશે. મહત્વપૂર્ણ છે કે તિબેટના પહાડી વિસ્તારોમાં હજારોની સંખ્યામાં ચેમ્બર્સ બનાવવામાં આવી છે. તેમાં કૃત્રિમ વરસાદ કરાવવા માટેના સિલ્વર આયોડાઈડ બનાવી શકે તેવા નક્કર ઈંધણ સળગાવવામાં આવશે.

સેનાની રોકેટ એન્જિન તકનીક પર આધારીત આ ચેમ્બરોને એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે તેના દ્વારા પાંચ હજાર મીટરની ઊંચાઈ પર ઓક્સિજનની અછતમાં પણ ઈંધણ સળગાવવામાં તે સક્ષમ હશે. આ ચેમ્બર ઊંચા વિસ્તારોમાં દક્ષિણ એશિયામાંથી આવનારા પવનનો સામનો કરશે. તકનીકના દમ પર પાણીની અછત દૂર કરવા માટે ઘણાં દેશો કોશિશો કરી રહ્યા છે. અમેરિકા, રશિયા સહીત ઘણાં દેશ આના પરીક્ષણોમાં લાગેલા છે. જો કે આટલા મોટા સ્તર પર આવી ચેમ્બર્સ સ્થાપિત કરનારો ચીન પહેલો દેશ છે.

ચાઈના એરોસ્પેસ સાઈન્સ એન્ડ ટેક્નોલોજી કોર્પોરેશન દ્વારા આવી પ્રણાલીને વિકસિત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે એક ચેમ્બર બનાવવાનો અને તેને ઊંચાઈ પર લગાવવાનો અનુમાનિત ખર્ચ આઠ હજાર ડોલર આવશે. જો કે કૃત્રિમ વરસાદ કરાવનારું એક વિમાન લાખો ડોલરમાં આવે છે અને ખૂબ ઓછા વિસ્તારમાં કૃત્રિમ વરસાદ કરાવી શકે છે.

Related posts

સંબંધોમાં આવી કડવાશ / બ્રિટન સાથેના ગઠબંધનના કારણે થઇ ઓસ્ટ્રેલિયા અને અમેરિકાની ટીકા, ફ્રાંસે ખુલ્લેઆમ કરી પોતાની નારાજગી વ્યક્ત..

Zainul Ansari

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!