GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

ચીનને નડી રહી છે આ મેકમોહન લાઈન, 1962ના યુદ્ધ બાદ ભારતનો આ હિસ્સો પચાવીને બેઠું છે ચીન

મેકમોહન લાઈન

છેલ્લા કેટલાક દિવસોથી લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (એલએસી) એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ વિવાદને લઈ સંઘર્ષ જોવા મળી રહ્યો છે. આશરે 20 દિવસ પહેલા ચીની હેલિકોપ્ટર્સ ભારતીય વાયુ સરહદની નજીક આવી ગયા હતા પરંતુ ભારતના ફાઈટર્સ વિમાનોએ લેહ એર બેઝ ખાતેથી ઉડાન ભરીને તેમને પાછા હાંકી કાઢ્યા હતા. ત્યારે તાજેતરની સેટેલાઈટ તસવીરોમાં અક્સાઈ ચીન ક્ષેત્રમાં રસ્તાના કિનારે ચીની સેનાની મોટી મૂવમેન્ટના સંકેત મળી રહ્યા છે.

અક્સાઈ ચીન એ લદ્દાખનું ક્ષેત્ર છે જેના ઉપર 1962ના યુદ્ધ બાદ ચીને કબજો જમાવેલો છે. જ્યારે ભારત પશ્ચિમી સેક્ટરમાં અક્સાઈ ચીન ઉપર પોતાનો દાવો કરે છે. તસવીરોના વિશ્લેષણ પરથી અક્સાઈ ચીન ક્ષેત્રમાં હલન-ચલન કરતા માળખા 30-50 મીટર ઉંચા હોઈ શકે છે તેમ જાણવા મળ્યું છે. આ તસવીરો જમીન પર થયેલા અને જોઈ શકાય તેવા ફેરફારોને દર્શાવે છે જે સંભવતઃ મોટા પ્રમાણમાં કોઈ મૂવમેન્ટ થઈ હોવાના કારણે બન્યા છે.

જાણો શું છે સરહદ વિવાદ?

ભારત અને ચીન બંને 3,488 કિમી લાંબી સરહદ વડે જોડાયેલા છે. આ સરહદ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશને અડીને પસાર થાય છે. સાથે જ તે પશ્ચિમી સેક્ટર એટલે કે જમ્મુ કાશ્મીર, મિડલ સેક્ટર એટલે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ તથા પૂર્વીય સેક્ટર એટલે કે સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ એમ ત્રણ સેક્ટરમાં વહેંચાયેલી છે.

ચીન પૂર્વીય સેક્ટરમાં અરૂણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટનો હિસ્સો ગણાવીને તેના પર પોતાનો દાવો કરે છે. ઉપરાંત તે તિબેટ અને અરૂણાચલ પ્રદેશ વચ્ચેની મેકમોહન રેખાને માનવા તૈયાર નથી અને તેના માટે 1914માં જ્યારે બ્રિટિશ ભારત અને તિબેટના પ્રતિનિધિઓ વચ્ચે સમજૂતી થઈ ત્યારે તે અસ્તિત્વમાં નહોતું તેવું કારણ આપે છે. હકીકતે ગુલામ ભારતના બ્રિટિશ શાસકોએ તવાંગ અને દક્ષિણી ક્ષેત્રને ભારતનો હિસ્સો માન્યો હતો અને તિબેટીયને તેને મંજૂરી આપી હતી. ચીની પ્રતિનિધિઓ આ માનવા તૈયાર નથી થઈ રહ્યા.

મેકમોહન લાઈન

ચીનના કહેવા પ્રમાણે તિબેટ પર તેમનો અધિકાર છે માટે તે ચીનની મંજૂરી વગર કોઈ નિર્ણય ન લઈ શકે. હકીકતે 1914માં જ્યારે મેકમોહન રેખા બની તે સમયે તિબેટ કમજોર હતું પરંતુ સ્વતંત્ર હતું. જોકે ચીને તિબેટને કદી સ્વતંત્ર દેશ નહોતો માન્યો અને એટલે જ આ નિર્ણયને નથી માની રહ્યું. ચીને 1950માં તિબેટ પર પોતાનો સંપૂર્ણપણે કબજો જમાવ્યો હતો.

આ વિવાદો વચ્ચે બંને દેશોએ સરહદ પર વર્તમાન નિયંત્રણને એલએસી માની લીધું. જોકે ચીન અને ભારત વચ્ચે વર્તમાન નિયંત્રણને લઈ વિભિન્ન મત છે અને આ કારણે જ હંમેશા તેની આસપાસ બંને દેશો વચ્ચે તણાવના સમાચારો મળતા રહે છે.

મેકમોહન નામ શા માટે પડ્યું?

વર્ષ 1913-1914 દરમિયાન જ્યારે બ્રિટન અને તિબેટ વચ્ચે સરહદ નિર્ધારણને લઈ ‘શિમલા સંમેલન’ યોજાયું ત્યારે સર હેનરી મેકમોહન તેના મુખ્ય વાર્તાકાર હતા. આ કારણે જ તે રેખા મેકમોહન રેખા તરીકે જાણીતી છે. શિમલા સમજૂતી દરમિયાન બ્રિટન, ચીન અને તિબેટ અલગ-અલગ પાર્ટી તરીકે શામેલ થયા હતા.

ભારતીય સામ્રાજ્યના તત્કાલીન વિદેશ સચિવ હેનરી મેકમોહને બ્રિટિશ ઈન્ડિયા અને તિબેટ વચ્ચે 890 કિમી લાંબી સરહદ ખેંચી હતી જેમાં તવાંગ (અરૂણાચલ પ્રદેશ) બ્રિટિશ ભારતનો હિસ્સો ગણાયું હતું.  મેકમોહન લાઈનની પશ્ચિમે ભૂતાન અને પૂર્વમાં બ્રહ્મપુત્ર નદીનો ‘ગ્રેટ બેન્ડ’ છે. યારલુંગ જાંગબો ચીનથી વહીને અરૂણાચલ પ્રદેશમાં પ્રવેશ કરે અને બ્રહ્મપુત્ર બને તે પહેલા નદી દક્ષિણ દિશામાં ખૂબ જ મોટો વળાંક લે છે જેને ગ્રેટ બેન્ડ કહે છે.

મેકમોહન લાઈન

1937માં આંતરરાષ્ટ્રીય માન્યતા મળી

શિમલા સમજૂતી પ્રથમ વિશ્વ યુદ્ધ પહેલાં થઈ હતી પરંતુ વિશ્વ યુદ્ધ દરમિયાન સ્થિતિ બદલાઈ ગઈ હતી. લાંબા સમય બાદ 1937માં અંગ્રેજોનું- અ કલેક્શન ઓફ ટ્રીટીજ, એન્ગેજમેન્ટ્સ એન્ડ સનદ્સ રિલેટિંગ ટુ ઈન્ડિયા એન્ડ નેબરિંગ કન્ટ્રીઝ નામનું પુસ્તક બહાર પડ્યું હતું.

વિદેશ વિભાગમાં ભારત સરકાર (બ્રિટિશ)ના અંડર સેક્રેટરી સી યૂ એચિસને તેને તૈયાર કર્યું હતું. તે ભારત અને તેના પાડોશી દેશ વચ્ચે થયેલી સંધિઓ અને સમજૂતીઓનું સત્તાવાર સંગ્રહ હતું. તેમાં નવી જાણકારીઓનો ઉમેરો થયો હતો અને મેકમોહન રેખાને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી હતી.

ચીનની મનાઈનું કારણ

ચીન આ વાત માનવા તૈયાર નથી અને મેકમોહન લાઈન બનાવવા અંગે તેને અંધારામાં રાખવામાં આવ્યું હોવાનું જણાવી રહ્યું છે. ચીન સાથે ફક્ત ઈનર અને આઉટર તિબેટ બનાવવાના પ્રસ્તાવ અંગે વાત થઈ હતી. ચીનને અંધારામાં રાખીને તિબેટના પ્રતિનિધિ લોનચેન શાતરા અને હેનરી મેકમોહને ગુપ્ત ચર્ચાની સમજૂતીના આધારે મેકમોહન રેખા ખેંચી નાખી હતી.

Read Also

Related posts

ચીનને લાગશે મોટો ઝટકો, ભારત અને અમેરિકા બાદ હવે આ દેશમાં પણ ટિક ટોક પર પ્રતિબંધ

Pravin Makwana

ભારત-ચીન વિવાદ મુદ્દે ચીની રાજદૂતનો વિડીયો સંદેશ થયો જાહેર, કહ્યું તણાવ ઓછા કરવા થઈ રહ્યાં પ્રયત્નો

Mansi Patel

સુરતમાં ટીઆરબી જવાનને ભલમનસાઇ પડી ભારે, જાહેરમાં ઝઘડો કરી રહેલા દંપતિને રોકવા જતા પડી થપ્પડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!