GSTV

મહામારી વચ્ચે ભાંગી પડેલી અર્થવ્યવસ્થા માટે ચીને લીધો મહત્વનો નિર્ણય, કંપનીઓને મળશે રાહત

ચીને કોરોના વાયરસના સંક્રમણથી અર્થવ્યવસ્થા પર થયેલી અસરને દૂર કરવા માટે ગુરુવારે વ્યાજ દરોમાં ઘટાડાની ઘોષણા કરી. પીપલ્સ બેન્ક ઑફ ચાઇનાએ એક નિવેદનમાં જણાવ્યું કે લોનના મુખ્ય વ્યાજ દર (LPR)માં ઘટાડો કરવામાં આવી રહી છે, જેથી કંપનીઓને આ મુસીબતમાંથી બહાર આવવામાં રાહત મળી શકે.

એક વર્ષના સમયગાળા માટે એલપીઆરમાં 0.10 ટકાનો ઘટાડો

નિવેદન અનુસાર, એક વર્ષની પરિપક્વતા અવધિ માટે એલપીઆર 4.15 ટકાથી ઘટીને 4.05 ટકાથી ઘટાડીને 4.05 ટકા કરી દેવામાં આવ્યો છે. આ જ રીતે પાંચ વર્ષની પરિપક્વતા સમયગાળા વાળી લોન માટે એલપીઆરને 4.08 ટકાને ઘટાડીને 4.75 ટકા કરી દીધો છે .પીપલ્સ બેન્ક ઑફ ચાઇના દર મહિનાની 20 તારીખને એલપીઆરનું મૂલ્યાંકન કરે છે. ચીનની કેન્દ્રીય બેન્કે એલપીઆરમાં એવા સમયે ઘટાડો કર્યો છે જ્યારે કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 2100ને પાર પહોંચી ગઇ છે. તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા પણ વધીને 74,500થી વધી ગઇ છે. તેવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના સંક્રમણના કારણે ચીનની સાથે જ સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થા પર ખરાબ અસર પડવાની છે.

કેન્દ્રીય બેન્કે અગાઉ પણ લીધાં હતાં પગલા

અર્થવ્યવસ્થામાં તેજી લાવવા માટે ચીનની કેન્દ્રીય બેન્ક પહેલાં પણ અનેક પગલાઓ લેવાનું એલાન કરી ચુકી છે. આ મહિનાની શરૂઆતમાં કેન્દ્રીય બેન્કે આ મહામારી સામે ઝઝૂમી રહેલા ઉદ્યોગપતિઓને રાહત માટે 300 બિલિયન યુઆન આશરે 43 બિલિયન ડોલર આપવાની ઑફર રજૂ કરી હતી. કેપિટલ ઇકોનોમિક્સના જુલિયન ઇવાં પ્રિટ્ચાર્ડનું કહેવું છે કે વ્યાજ દરોમાં કંપનીઓને કોરોના વાયરસના કારણે થયેલા નુકસાનમાંથી બહાર આવવામાં મદદ મળશે. જો કે તેમણે કહ્યું કે લોન રિપેમેન્ટને સ્થગિત કરવા અને સરળ હપ્તે નવી લોન મળવાથી ઉદ્યોગોને ઓછા સમયમાં વધુ મદદ મળશે. તેમણે આશા વ્યક્ત કરી છે કે પીપલ્સ બેન્ક આવનારા સપ્તાહમાં મોનિટરી નિયમોમાં થોડી વધુ છૂટ આપશે.

Read Also

Related posts

કરમની કઠણાઈ: લોકડાઉનમાં વતન જવા 400 કિમી પગપાળા ચાલ્યા તો બોર્ડર બંધ, પાછી ઉલટી સફર ચાલુ કરી

Ankita Trada

આ રીતે હરાવાશે કોરોના, સુરતની મહિલા ડોક્ટરને પરેશાન કરતા પડોશી, કોરોના તો નથી ને!

pratik shah

ખેડૂતો આનંદો: 40 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળ્યો આ લાભ, આટલા કરોડ થયા ખાતામાં જમા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!