GSTV
World

Cases
4905972
Active
6582226
Recoverd
549401
Death
INDIA

Cases
269789
Active
476378
Recoverd
21129
Death

ચીન દ્વારા પક્ષી જેવા ડ્રોન બનાવાયા : પક્ષીઓની 90 ટકા જેટલી ચાલની નકલ કરતા ડ્રોન

દુનિયામાં દુશ્મનો પર નજર રાખવા માટે ઘણાં દેશો ડ્રોન્સ જેવી તકનીકનો ઉપયોગ કરી રહ્યા છે. ચીન આવા ડ્રોન્સનો ઉપયોગ નાગરિકો પર નજર રાખી રહ્યા છે. હાલ આ તકનીકનો ઉપયોગ ચીનના પાંચ પ્રાંતોમાં થઈ રહ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ ડ્રોન્સ પક્ષીઓની 90 ટકા જેટલી ચાલની નકલ કરી લે છે. ચીને આને શિનજિયાંગ પ્રાંતના ઉઈઘર સ્વાયત્ત ક્ષેત્રમાં તેનાત કર્યા છે. અહીં ચીનની સરહદ પાકિસ્તાન, રશિયા અને ભારત સહીતના આઠ અલગ-અલગ દેશોની સાથે મળે છે.

શિનજિયાંગ પ્રાંતમાં જ ભારત અને ચીન વચ્ચેનો વિવાદીત અક્સાઈ ચિનનો વિસ્તાર આવે છે. આ વિસ્તારમાં ચીનના પક્ષીઓની ચાલની 90 ટકા નકલ કરનારા ડ્રોન્સની તેનાતીની શક્યતાઓ છે. આવા ડ્રોન્સની પાંખો એવી રીતે ડિઝાઈન કરવામાં આવી છે કે જેના કારણે અસલી અને નકલી પક્ષી વચ્ચેનો ફરક કરી શકાય તેમ હોતો નથી તેની ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકની હોવાથી તેના પર શંકા પણ જતી નથી. આકારમાં નાનકડા હોવાથી આવા ડ્રોન્સ રડારની પકડમાંથી પણ બચી નીકળતા હોય છે.

આગામી સમયમાં આવા વધુ ડ્રોન્સનું નિર્માણ થશે

તેનું વજન લગભગ 200 ગ્રામનું છે. રિપોર્ટ મુજબ તેમા ફ્લાઈટ કંટ્રોલ સિસ્ટમ, જીપીએસ, આધુનિક કેમેરા અને સેટેલાઈટ ડેટા લિંક પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ડ્રોન્સને ટેસ્ટિંગ દરમિયાન શ્રેષ્ઠ હોવાનો નિષ્કર્ષ કાઢવામાં આવ્યો છે. આગામી સમયમાં આવા વધુ ડ્રોન્સનું નિર્માણ પણ ચીન દ્વારા થવાનું છે.

  • ચીન દ્વારા પક્ષી જેવા ડ્રોન બનાવાયા
  • 90 ટકા પક્ષીની નકલ કરતા ડ્રોન
  • ભારતની સરહદે ચીની ડ્રોનની તૈનાતીની શક્યતા
  • ચીનના પક્ષી જેવા ડ્રોન રડારમાંથી બચવામાં સક્ષમ

Related posts

હવે Amazon-Flipkart પર મળતા સામાન પર લખ્યું હશે આવું, સામાન ક્યાંનો છે આ રીતે પડી જશે ખબર

Arohi

ગુજરાતના હોટસ્પોટ સુરતના 213 ગામોમાં પ્રવેશ્યો કોરોના, સાચવજો નહીં તો તમારા ગામમાં આવી જશે

Bansari

સુરતમાં કોવિડ ગાઈડલાઈનથી 45 દર્દીઓના અંતિમસંસ્કાર: સરકારી આંક મુજબ 13નાં મોત, મોટી ગોલમાલની આશંકા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!