GSTV

ચાલાક ચીનની ચાલ: હોટ સ્પ્રીંગમાંથી હટવા માટે રાઝી, પૈંગોંગ અને ગોગરમાં જમાવી રહ્યું છે અડીંગો

Last Updated on July 23, 2020 by Karan

ભારત અને ચીન વચ્ચે વધતા સીમા ઉપર તણાવ જોવા મળી રહ્યો છે. જો કે કોર કમાંડરની બેઠક બાદ ચીન હવે આ વિસ્તારમાંથી પાછળ હટવા માટે રાજી થઈ ગયો છે. પરંતુ આ વિસ્તારમાં ચીન હજુ પણ રહેવા માંગે છે. ચીન પૂર્વી લદ્દાખમાં અડીંગો જમાવી રહ્યું છે અને ફિંગર 4 અને 5 ઉપર બની રહેવા માંગે છે.

પુર્વી લદ્દાખમાં ચીન જમાવી રહ્યું છે અડીંગો

કોર કમાંડરની બેઠક બાદ ચીને હોટ સ્પ્રીંગ વિસ્તારમાં પાછળ હટવાના સંકેતો આપી દીધા ચે. જો કે ચીનની આનાકાની પણ જોવા મળી છે. પુર્વી લદ્દાખમાં ચીન હજુ પણ અડીંગો જમાવી રહ્યું છે. ચીન પૈંગોંગ અને ગોગરાથી પાછળ નથી હટી રહ્યું. ફિંગર 4 અને 5 વિસ્તારમાં ચીન ટકવા માગે છે. સૈનિકોના પાછળ હટવાના શરૂઆતના પગલા બાદ સ્થિતિમાં કંઈ વધારે બદલાવ નથી આવ્યો. બંને સૈનિકો ઘણા નજીક છે. જો કે, બંને તરફથી સૈનિકોની સંખ્યામાં જરૂરથી ઘટાડો થયો છે. કલેશ પોઉન્ટ પૈંગોંગ ઝીલના કિનારાથી ચીનના સૈનિકો ફિંગર 4થી ફિંગર 5 સુધી પાછળ હટી ગયાં છે. જો કે હજુ પણ રીઝ લાઈન કે નાના પહાડી રસ્તાઓ ઉપર ચીનની હાજરી છે. ચીન ફિંગર 4 અને 5 ઉપરથી સંપૂર્ણ રીતે હટવા માગતું નથી. આ સિવાય ગોગરાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં પણ ચીની સૈનિકો હજુ પણ પાછળ હટ્યાં નથી. ગોગરા ક્ષેત્ર હજું પણ અસ્થિર બન્યું છે.

ઘણીવખત થઈ ચુકી છે બેઠક

જણાવી દઈએ કે ગલવાન ખીણમાં પીપી14 ઉપર ભારત અને ચીન વચ્ચે 15 જૂનના રોજ ખુની સંઘર્ષ થયો હતો. આ દરમનાય 20 ભારતીય સૈનિકો શહીદ થયાં હતાં. આ ઘટનાબાદથી ઙારત અને ચીન સૈનિકો વચ્ચે ઘણી વખત બેઠક થઈ ચુકી છે. જેમાં તણાવ ઓછો કરવા માટે સંઘર્ષપૂર્ણ ક્ષેત્રમાંથી સૈનિકોને પાછળ હટાવવા મુદ્દે વાતચીત થઈ છે.

Related posts

શરમજનક / વેબ સિરીઝ ‘આશ્રમ 3’ની શૂટિંગ દરમિયાન બજરંદ દળનો હોબાળો, વાહનોમાં કરવામાં આવી તોડફોડ

Zainul Ansari

ઘઉંની આ બે નવી જાત છે શાનદાર, ઓછા પાણીમાં પણ થાય છે બંપર ઉત્પાદન: ગુજરાત સહિતના આ રાજ્યોમાં થશે ખેતી

Zainul Ansari

ચોંકાવનારુ: ગુનાઈત પ્રવૃતિઓ માટે કુખ્યાત પ.બંગાળના માલદા જિલ્લામાં ટીએમસી નેતાના ઘરમાં બોમ્બ બ્લાસ્ટ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!