GSTV

ચીન -તાઈવાન તણાવ/ જાપાને તાઈવાનની સંપ્રભુતા અંગે ચિંતા વ્યક્ત કરતા ચીનના પેટમાં તેલ રેડાયું, ડ્રેગને આપી ધમકી

Last Updated on July 8, 2021 by pratik shah

ચીન અને તાઈવાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ચીને જાપાનને ધમકી આપી છે. જાપાને તાઈવાનની સંપ્રભુતા અંગે ચિંતા વ્યક્ત કરતા ચીનના પેટમાં તેલ રેડાયું છે. જે બાદ ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે ધમકી આપતા જણાવ્યુ કે, તાઈવાન સાથે જાપાની સેના આવશે તો તેનો પીપલ લિબ્રેશન આર્મી જડબાતોડ જવાબ આપશે. ચીને આ પ્રકારનું નિવેદન ત્યારે આપ્યું જ્યારે જાપાનના નાયબ વડાપ્રધાન તારો આસોએ તાઈવાન પર ચીનના હુમલાની નિંદા કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, કોઈપણ સંજોગમાં તાઈવાન પર ચીનને હાવી થવા દેવામાં નહીં આવે. જાપાની સેના તમામ પ્રકારની મદદ તાઈવાનને કરશે.

ચીન
  • જાપાનના નાયબ વડાપ્રધાન તારો આસોએ તાઈવાન પર ચીનના હુમલાની નિંદા કરી
  • કોઈપણ સંજોગમાં તાઈવાન પર ચીનને હાવી થવા દેવામાં નહીં આવે
  • તાઈવાનમાં જો કોઈ મોટી ઘટના બનશે તો તે અસામાન્ય વાત નહીં હોય.
  • જે જાપાનના અસ્તિત્વ માટે પણ ખતરો પેદા કરી શકે છે.
  • આવી સ્થિતિમાં અમેરિકા અને જાપાન સાથે મળી તાઈવાનની મદદ કરશે.
  • જાપાનના આ પ્રકારના નિવેદન બાદ ચીન લાલઘૂમ થયુ છે.
  • જાપાની સેના તમામ પ્રકારની મદદ તાઈવાનને કરશે
  • જાપાનના અસ્તિત્વ માટે પણ ખતરો પેદા કરી શકે

જાપાન તાઈવાન મુદ્દે દખલ ન કરે

ગ્લોબલ ટાઈમ્સમાં લખવામાં આવ્યુ કે, જાપાન તાઈવાન મુદ્દે દખલ ન કરે. જો જાપાનની સેના તાઈવાનની મદદે આવશે તો ચીન તેને નામશેષ કરી દેશે.  આ પહેલા આસોએ જણાવ્યુ હતુ કે, ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેરિકાને સાથે રાખી જાપાન પણ ચીન સામેની લડાઈમાં કોઈ કસર નહીં છોડે.  ગ્લોબલ ટાઈમ્સના એડિટક હૂ શિજિને ચીનના સોશિયલ મીડિયા પર જાપાનના નાયબ વડાપ્રધાન અંગે વિવાદિત ટિપ્પણી કરી. આ સાથે તેમણે ચેતાવણી આપી કે, જો તાઈવાન સાથે યુદ્ધ થશે તો જાપાન તેનાથી દૂર રહે તો સારૂ રહેશે. જાપાનની સેના જો આ યુદ્ધમાં સામેલ થશે તો તેના સૈન્ય ઠેકાણા પર ચીન હુમલો કરશે.

  • જાપાન તાઈવાન મુદ્દે દખલ ન કરે
  • જાપાનની સેના તાઈવાનની મદદે આવશે તો ચીન તેને નામશેષ કરી દેશે
  • ચીન તાઈવાન પર હુમલો કરશે તો અમેિરકાને સાથે રાખી
  • જાપાન પણ ચીન સામેની લડાઈમાં કોઈ કસર નહીં

તાઈવાન મુદ્દે કોઈને હસ્તક્ષેપ કરવાનો અધિકાર આપતા નથી

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે, જાપાનના નાયબ વડાપ્રધાના નિવેદનની અમે આકરા શબ્દોમાં ટીકા કરીએ છીએ. અમે તાઈવાન મુદ્દે કોઈને હસ્તક્ષેપ કરવાનો અધિકાર આપતા નથી.  ચીન તાઈવાનના શાંતિપૂર્ણ વિલય સાથે ધમકી પણ આપી રહ્યુ છે. આટલું જ નહીં ચીનના ફાઈટર પ્લેન ઘણી વખત  તાઈવાનની સરહદમાં જોવા મળ્યા છે. જે બાદ તાઈવાન પણ ચીન સામે લડી લેવાના મૂડમાં છે.

READ ALSO

Related posts

BJPનો ગુપ્તચર પ્લાન/ વર્તમાન ધારાસભ્યોની કરમકુંડળી જાણવા માણસોને કામે લગાડ્યા, સિનિયર ધારાસભ્યો પર લટકતી તલવાર

Pravin Makwana

ખેડૂત આંદોલનને એક વર્ષ પૂરૂં, ટિકૈતે કહ્યું- ટેકાના ભાવને કાયદેસર માન્યતા નહીં મળે ત્યાં સુધી ઘર વાપસી નહીં

Damini Patel

સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે મુસાફરોનો ધસારો, 19 મહિના પછી પ્રથમવાર વિદેશી મુસાફરોની અવર-જવરનો આંક 50 હજારને પાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!