રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું છે. એક બાજુ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયાની મુલાકાતે પહોંચ્યા છે તો બીજી બાજુ જાપાનના વડાપ્રધાન કિશિદા ભારતથી સીધા યુક્રેન પહોંચ્યા છે. અમેરિકાએ રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં ડ્રોન મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. બાઈડેન વહીવટીતંત્રે રશિયામાં ડ્રોન ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા અંગે કડક પગલા લીધા હતા જે અસરકારક સાબિત થઈ શક્યા નથી. રશિયાને ચીન પાસેથી ડ્રોનની સપ્લાઈ મળી રહી છે. ચીન રશિયાને 12 મિલિયન ડોલરથી વધુના ડ્રોન આપી ચૂક્યું છે.

રશિયાના કસ્ટમ ડેટા પ્રમાણે ચીને અત્યાર સુધીમાં રશિયાને સૌથી વધુ ડ્રોન સપ્લાય કર્યા છે. ચાઈનીઝ ડ્રોનમાં યુએસ ટેક્નોલોજીનો ઉપયોગ થઈ રહ્યો છે કે કેમ તે જાણવામાં પણ મુશ્કેલી આવી રહી છે. DJI જાણીતી ડ્રોન નિર્માતા છે.પરંતુ રશિયાને આપવામાં આવતા પુરવઠામાં નાના ડ્રોન ઉત્પાદકોથી લઈને મોટા પણ સામેલ હોય છે. વેચાણ ચેનલો એટલી ગૂંચવણભરી છે કે યુએસ કંપોનેટ ચીનથી રશિયા મોકલવામાં આવી રહ્યા છે કે કેમ તે પણ જાણી શકાતું નથી. જો શક્ય હોત તો અમેરિકા તેમના પર પ્રતિબંધ મૂકત.
ચીન સીધું રશિયાને ડ્રોનની સપ્લાઈ નથી કરતું પરંતુ તેના માટે રશિયાના મિત્ર દેશોનો સહારો લેવામાં આવે છે. જેમાં કઝાકિસ્તાન, પાકિસ્તાન અને બેલારુસનો સમાવેશ થાય છે. આ દેશો મારફતે રશિયામાં ડ્રોન પહોંચાડવામાં આવે છે. રશિયા યુક્રેન વિરુદ્ધ ડ્રોનનો તીવ્રપણે ઉપયોગ કરે છે. વિસ્ફોટકથી ભરેલા ડ્રોનનો ઉપયોગ શહેરોની અંદર હુમલો કરવા માટે પણ થાય છે.

યુક્રેન સાથેના યુદ્ધમાં ચીન રશિયાનું મોટું મદદગાર સાબિત થઈ રહ્યું છે. ત્યારે ચીન પણ રશિયાના સૌથી મોટા ક્રૂડ ઓઈલ આયાત કરનારાઓમાંથી એક છે. હુમલા સમયે ચીન રશિયાને મોટી આર્થિક મદદ પણ કરી રહ્યું છે. તાજેતરમાં જ બંને દેશોએ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન હેઠળ સૈન્ય અભ્યાસ પણ કર્યો હતો. ચીનના રાષ્ટ્રપતિની રશિયાની મુલાકાતથી સંકેત મળે છે કે ચીન હવે રશિયાને આપવામાં આવતી મદદ વધારશે. આવી સ્થિતિમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકે તેવી કોઈ શક્યતા જોવા મળી રહી નથી.
READ ALSO
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો