GSTV
Home » News » ચીન પાકિસ્તાનને પોતાનું પહેલુ એરક્રાફ્ટ કેરિયર લાઉનિંગ વેચવાની યોજના બનાવી રહ્યું

ચીન પાકિસ્તાનને પોતાનું પહેલુ એરક્રાફ્ટ કેરિયર લાઉનિંગ વેચવાની યોજના બનાવી રહ્યું

ચીને માધ્યમોમાં આવેલા તે અહેવાલોને ફગાવ્યા છે કે જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીન પાકિસ્તાનને પોતાનું પહેલુ એરક્રાફ્ટ કેરિયર લાઉનિંગ વેચવાની યોજના બનાવી રહ્યું છે. ચીને કહ્યું કે બીજા દેશોને પોતાના નેવી જહાજ એક્સપોર્ટ કરતાં પહેલા કડક નિશ્ચિત સિદ્ધાંતોનું પાલન કરવાનું હોય છે. 10 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના એક અખબારે ચીન અને રશિયન મીડિયા રિપોર્ટ્સના હવાલેથી ખબર આપી હતી કે ચીની સરકારે પોતાના પ્રથમ એરક્રાફ્ટ કેરિયરને પાકિસ્તાનને વેચવાનો નિર્ણય કર્યો છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતુ કે લાઉનિંગને મોટા સ્તરે અપગ્રેડ કર્યા બાદ પાકિસ્તાનને રિસેલ કરવામાં આવશે. આ રિપોર્ટ પર ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે તેમણે હજુ સુધી આ રિપોર્ટ જોયો નથી. પરંતુ બીજા દેશોને પોતાના નેવી જહાજ વેચવા દરમિયાન ચીન હંમેશા પોતાના નિયમ અને સિદ્ધાંતોનું પાલન કરતું આવ્યું છે. બીજી તરફ ચીનના સૈન્ય નિષ્ણાતોએ પણ પાકિસ્તાનને લાઉનિંગ એરક્રાફ્ટ કેરિયર વેચવાની વાતને ફગાવી દીધી.

Related posts

પ્રધાનમંત્રી મોદીના નવ નહીં પણ દસ રત્ન, જાણો કોની પાસે છે કઈ કામગીરી

NIsha Patel

પૂર્વ PM મનમોહન સિંહ છઠ્ઠીવાર પહોંચ્યા રાજ્યસભા, સદસ્યતાના લીધા શપથ

Mansi Patel

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પોતાનું જ પ્લેન તોડી પાડનારા વાયુસેનાના પાંચ અધિકારીઓ દોષિત

Mayur
Do NOT follow this link or you will be banned from the site!