GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

સાવધાન: ચીન ભારત પર કરવા જઈ રહ્યું છે સૌથી મોટો હુમલો, 20 લાખ લોકોને થશે અસર

ગલવાન ખીણમાં ઘુસણખોરીની કોશિશ નાકામ થયા બાદ ભારતની ડિજીટલ એર સ્ટ્રાઈકમાં 59 એપને પ્રતિબંધે ચીનની સાઈબર આર્મીને પરેશાન કરી દીધી છે. ચીન હવે ભારત ઉપર એક મોટો સાઈબર એટેક કરવાની યોજના બનાવી રહ્યું છે. મહારાષ્ટ્ર સાઈબર યુનિટ સહિત ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ બાદ તમામ એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. ચીન વધુ એક નાપાક હરકતની તૈયારીમાં લાગી ગયું છે.

કોણ કોણ છે નિશાના ઉપર

સાયબર ઈન્ટેલિજન્સ ફર્મ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી દિવસોમાં ચીન ભારત ઉપર સાયબર હુમલો કરી શકે છે. આ સાયબર એટેકમાં ઘણી સરકારી એજન્સીઓ, મીડિયા હાઉસ, ફાર્મા કંપનીઓ, ટેલિકોમ ઓપરેટરો અને મોટી ટાયર કંપની ચીની હેકરોને નિશાન બનાવી શકે છે. સાયબર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે થોડા દિવસો પહેલા ડાર્ક વેબ પર ચાઇનીઝ ભાષામાં વાત કરતા મળી હતી. વાતચીતથી સ્પષ્ટ થઈ ગયું હતું કે તે ભારતને પાઠ ભણાવવાની વાત કરી રહ્યું છે. ભારતીય મિડિા જે રીતે ગલવાન ખીણમાં થયેલી અથડામણમાં ચીનની હારનું વર્ણન કરી રહ્યું છે. આ વચ્ચે, સૌથી મોટો ખતરો મિડિયા ગૃહોને પડી શકે છે.

ઈ-મેઈલ યુઝર્સને આપી છે ચેતવણી

નિષ્ણાતોના મતે, આ હેકિંગ જૂથોમાં ગોથિક પાંડા અને સ્ટોન પાંડા શામેલ છે, જે સીધા ચીની આર્મી સાથે સંબંધ છે. તેઓ ચીની સેના માટે કામ કરે છે અને યુ.એસ. તથા હોંગકોંગ તેમના નિશાન ઉપર રહ્યાં છે. મિડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે આ સાઈબર એટેકમાં ncov2019.gov.in ઉપરથી હૂમલો થઈ શકે છે. તે ઈ-મેઈલનો વિષય ફ્રિ કોવિડ 19 ટેસ્ટ થઈ શકે છે. તે માટે ઈ-મેઈલ યુઝર્સને ચેતવણી પણ આપવામાં આવી છે કે આ મેઈલ કે તેના કોઈ એટેચમેન્ટ ખોલે નહીં. તે સિવાય અજાણ્યા લોકોના ઈ-મેઈલ ખોલે નહીં. ચીની હેકર્સના નિશાના ઉપર 20 લાખ ભારતીયોના ઈ-મેઈલ એકાઉન્ડ છે. વિતેલા દિવસોમાં આ જ પ્રકારનો સાઈબર એટેક ઓસ્ટ્રેલીય ઉપર થયો છે.

ભારતીય અવકાશ જગતમાં 40 હજારથી વધુ વખત ચીનના ચેંગડુથી હેકિંગ

ચીનની પોતાની એક વિશાળ સાઈબર આર્મી છે. જેમાં 3 લાખથી વધારે લોકો શામેલ છે. આ હેકર્સ ચીનના ચેંગડુ વિસ્તારમાં છે. આ બદલાતા સમયમાં જ્યારે બંને દેશોની સેનાઓ આમને સામને આવીને નથી લડતી તેવામાં બંને દેશોની સાઈબર સેનાઓ એક બીજા ઉપર એટેક કરી શકે છે. ચીન આ મામલે સૌથી આગળ છે.

Related posts

ચીનની લશ્કરી હિલચાલ પર 4 જાસૂસી ઉપગ્રહો રાખશે નજર, લદાખ સરહદે 4 હજાર કિલોમીટરની છે એલએસી

Dilip Patel

નવી મુસીબતઃ કોરોનાથી સ્વસ્થ તો થઈ ગયા પણ દર્દીઓને સાથે ફ્રી મળ્યા ખરાબ ફેફસાં અને ડિપ્રેશન

Mansi Patel

મધ્ય જાપાનમાં કોરોનાનો કેસો વધતાં કટોકટીની ઘોષણા, લોકોને ઘરની અંદર રહેવા જ આદેશ કરાયો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!