GSTV
India News ટોપ સ્ટોરી

Ladakhમાં સંપૂર્ણ પીછેહઠ કરવા ચીનનો નનૈયો, મિલિટરી કમાન્ડર વચ્ચે ચાલી 15 કલાક બેઠક

Ladakh માંથી પીછેહટ કરવા મુદ્દે ચીન શરૂઆતથી જ ધાંધિયા કરતું આવ્યું છે. પોતે પીછેહટ કરી છે એવુ દેખાડી શકાય એ માટે ચીને અમુક સ્થળેથી સૈનિકોને એક-બે કિલોમીટર સુધી પરત ખેંચ્યા છે.

Ladakh ના ચૂશુલમાં યોજાઈ બેઠક

ગયા મંગળવારે ભારત-ચીનના લશ્કરી કમાન્ડરો વચ્ચે ચોથી મિટિંગ યોજાઈ હતી. Ladakh ના ચૂશુલ ખાતે મંગળવારે સવારે અગિયારે શરૂ થયેલી મીટિંગ લગભગ બુધવારે રાતે 2 વાગ્યે ખતમ થઈ હતી. એ પછી પણ બન્ને દેશો વચ્ચે સૈન્ય પાછુ ખેંચવુ, બફર ઝોન તૈયાર કરવો વગેરે જેવા મુદ્દે સહમતી સધાઈ ન હતી.

Ladakh

પેંગોંગ સરોવર વિસ્તારમાંથી ચીની સેના હટે તેવી ભારતની માંગ

ભારતની સ્પષ્ટ ડિમાન્ડ છે કે પેંગોગ સરોવરના ઉત્તર કાંઠે ચીને 3 હજાર સૈનિકો ખડકી રાખ્યા છે તેને આઠ કિલોમીટર સુધી પરત લઈ જવા. કેમ કે વર્ષોથી ચીની સૈનિકો એટલા દૂર જ હતા. પણ ચીન તેના બદલે થોડા કિલોમીટર પરત ખેંચીને પોતે શરતનું પાલન કર્યું છે, એવુ દેખાડવા માંગે છે. જેથી ભારત જ નિયમભંગ કરી રહ્યું છે, એવુ ચીન આંતરરાષ્ટ્રીય મોરચે દેખાડી શકે.

રાજનાથ સિંહ જશે લદ્દાખની મુલાકાતે

શુક્રવારે સંરક્ષણ  મંત્રી રાજનાથ સિંહ લદ્દાખના બે દિવસીય પ્રવાસે જશે. તેમની સાથે આર્મી  ચીફ જનરલ નરવાણે પણ જોડાશે. ત્યાં પુરતો સમય રોકાઈને રાજનાથસિંહ  સમગ્ર સિૃથતિનો ક્યાસ મેળવવા પ્રયાસ કરશે. આ મુલાકાત દરમિયાન લશ્કરી વડા ઉપરાંત નોર્ધન આર્મી કમાન્ડર લે.જનરલ યોગેશ કુમાર જોશી અને 14 કોરના કમાન્ડર લે.જન હરિન્દરસિંહ તેમની સાથે રહેશે.

ભૌગોલિક રીતે મહત્વનો છે આ વિસ્તાર

ગલવાન-પેંગોગ વગેરે વિસ્તારમાં અનેક શિખર ઉભા હોવાથી દેખાવ હાથની આંગળીઓ ઊભી રાખી હોય એવો દેખાવ આવે છે. એટલે આ વિસ્તારને ભૌગોલિક રીતે ફિંગર-1, ફિંગર-8 એવા નામે ઓળખવામાં આવે છે.

એકબીજાની પીછેહટ પર બન્ને દેશોની નજર

ભારતની ડિમાન્ડ છે કે ચીન ફિંગર-8 નામના વિસ્તાર સુધી પરત જાય, પણ ચીન ફિંગર-4 સુધી જ પરત ગયું છે. બન્ને દેશો એકબીજાની પીછેહટ પર નજર રાખી રહ્યા છેે. ચીન પર કોઈ સંજોગોમાં વિશ્વાસ થઈ શકે એમ ન હોવાથી ભારતીય સૈન્ય વિશેષ સાવધાની દાખવી રહ્યું છે.

ભારતીય લશ્કર કરી રહ્યું છે ડિસ-એન્ગેજમેન્ટનો રિવ્યૂ

દરમિયાન ભારતીય લશ્કર હાલ પ્રથમ તબક્કાના ડિસ-એન્ગેજમેન્ટનો રિવ્યૂ કરી રહ્યું છે. ચીન શરત પ્રમાણે પાછળ ખસતું રહે તો જ બન્ને દેશો શાંતિ પ્રક્રિયા વિના-અવરોધે આગળ ધપાવી શકે. એલએસી પર બન્ને દેશની સેના સામસામે છે.

એ ઉપરાંત બન્ને દેશોએ એલએસીથી થોડે  દૂર આવેલા પોતાના લશ્કરી મથકોએ જંગી સૈન્ય-શસ્ત્ર-સરંજામ ખડકી રાખ્યો છે. જો પહેલા તબક્કામાં સૈન્ય પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થાય તો જ બન્ને દેશો સરહદે ગોઠવી રાખેલું લશ્કર અને શસ્ત્રો પાછા ખેંચશે.

લશ્કરી કમાન્ડરોની અને ચાઈના સ્ટડી ગ્રુપની બેઠક યોજાઈ

ચીફઓફ આર્મી સ્ટાફ જનરલ નરવાણેએ બુધવારે લશ્કરી કમાન્ડરો સાથે લદ્દાખ સરહદ અંગે મીટિંગ કરી હતી. લશ્કરના ટોપ કમાન્ડરો સાથેની મીટિંગમાં સંભવત: ચીનની આગામી યોજના અને ચાલ વિશે તથા ભારતની તૈયારી અંગે ચર્ચા થઈ હતી. એ પછી ભારતના ચાઈના સ્ટડી ગ્રુપની બેઠક પણ યોજાઈ હતી. આ ગ્રુપમાં આર્મી ચીફ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર દોવાલ, વિદેશ મંત્રી જયશંકર, ઈન્ટેલિજન્સના અિધકારીઓ, ગૃહ મંત્રાલયના અિધકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 1970માં બનેલું આ ગ્રુપ ચીન અંગે નીતિવિષયક ચર્ચા કરવાનું કામ કરે છે. આ મીટિંગમાં પણ કઈ રીતે લદ્દાખમાં સ્થિતિ કાબુમાં રાખવી અને ચીનની ચાલનો શો જવાબ આપવો તેની ચર્ચાઓ થઈ હતી.

MUST READ:

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV