GSTV

કોરોના સંકટમાં પણ સૈન્ય તાકાત વધારી રહ્યુ છે ચીન, ચાલુ વર્ષે રક્ષા બજેટમાં કર્યો મસમોટો વધારો

Last Updated on May 22, 2020 by Ankita Trada

કોરોના વાયરસની મહામારીના સંકટની વચ્ચે ચીને આ વર્ષે પોતાના રક્ષા બજેટમાં 6.6 ટકાનો વધારો કર્યો છે. શુક્રવારે ચીનની સાંસદની વર્શની બેઠકમાં જાહેર કરવામાં આવેલી રીપોર્ટમા આ જાણકારી આપવામાં આવી છે. જોકે, ચીનના સૈન્ય ખર્તમાં વધારાનો દર છેલ્લા વર્ષની સરખામણીમાં ઓછો છે. ચીને વર્ષ 2019ના રક્ષા બજેટમાં 7.5 ટકાનો વધારો કર્યો છે. ચીને સૈન્ય ખર્ત માટે 1.268 ટ્રિલિયન યુઆન એટલે કે, 178.11 અબજ ડોલર ફાળવ્યા છે. ચીનના ભઆરેખમ બજેટથી જ જાણવા મળે છે કે, તે પોતાની સૈન્યની તાકત વધારવા માટે કેટલી હદ સુધી આક્રમક છે. છેલ્લા કેટલાક સમયછી અમેરિકાની સાથે ચીનનો ટકરાવ વધ્યો છે. ભારતીય સીમા પર પણ ચીની સેનાની ગતિવિધિઓ વધી ગઈ છે.

ચીનની અર્થવ્યવસ્થાનો આકાર 6.8 ટકા ઘટ્યો

ચીનના વુહાનમાં કોરોના વાયરસ સંક્રમણ ફેલાવવાને કારણે ચીનની અર્થવ્યવસ્થાને ભારેખમ નુકસાન પહોંચ્યુ છે. છેલ્લા વર્ષની પ્રથમ ત્રિમાસિકની સરખામણીમાં 2020ની ત્રિમાસિકમાં ચીનની અર્થવ્યવસ્થાનો આકાર 6.8 ટકા ઘટ્યો છે. શુક્રવારે સંસદામાં હાદર થયેલી પ્રીમિયર લી કેકિયાંગ વર્ક રિપોર્ટ પ્રમાણે ચીને વર્ષ 2020 માટે નક્કી આર્થિક વૃદ્ધિ દરનો લક્ષ્ય હટાવીને અર્થવ્યવસ્થાને સરકારી મદદ આપવાનો સંકલ્પ કર્યો છે.

બંને દેશના સંબંધ વધારે ખરાબ થયા

કોરોના વાયરસની મહામારી હોવા છતા ચીન અને અમેરિકાની સેનાઓ દક્ષિણ ચીન સાગર અને તાઈવાનની આસ-પાસ ચહલ-પહલ વધી ગયો છે. કોરોના વાયરસના કારણે બંને દેશના સંબંધ વધારે ખરાબ થઈ ગયા છે. ચીનના રક્ષા મંત્રાલયે હાલમાં જ એક રીપોર્ટમાં ચેતવણી આપી હતી કે, કોરોના વાયરસના કારણે ચીન પ્રત્યે વેમનસ્ય વધ્યો છે અને તેની પરિણતિ અમેરિકાના સાથે સેન્ય ટકરાવના રૂપમાં પણ થઈ શકે છે.

ચીન ખર્ચનો સાચો આંકડો છુપાવે છે

કોરોના વાયરસની મહામારીની ઉત્પત્તિને લઈને અમેરિકા-ચીન આમને સામને છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ ઘણી વખત નિવેદન આપી ચૂક્યા છે કે, જો કોરોના વાયરસની મહામારીમાં ચીનની શંકાસ્પદ ભૂમિકા સમામે આવે છે તો, તેની વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે. ઓસ્ટ્રેલિયા સહિત ઘણા દેશે મહામારીની આંતરરાષ્ટ્રીય તપાસ કરાવવાનુ સમર્થન આપ્યુ છે. ચીનના ઈરાદાઓ પર આથી દુનિયા શંકા કરે છે, પરંતુ તે હંમેશા દોહરાવે છે કે, તેનુ ભારેખમ બજેટ આત્મસુરક્ષા માટે છે જે તેની GDP ની સરખામણીમાં વધારે નથી. ચીન સૈન્ય ખર્ચનો માત્ર મોટો-મોટ આંકડો આપે છે. તે તેના વિશે વિસ્તારથી જાણકારી આપતુ નથી. દુનિયાભરના રાજનાયકો અને વિશ્લેષકોનુ કહેવુ છે કે, ચીન ખર્ચનો સાચો આંકડો છુપાવવા માટે આવુ કરે છે.

અર્થવ્યવસ્થાને જરૂરી રાહત મળી શકે

ચીનનુ 2020નુ રક્ષા હજેટ અમેરિકાના છેલ્લા વર્ષના રક્ષા બજેટનુ 1/4 છે. અમેરિકાનું છેલ્લા વર્ષનુ રક્ષા બજેટ 686 અબજ ડોલરનુ હતુ. ચીન લાંબા સમયથી તે દલીલ કરી રહ્યુ છે કે, અમેરિકાની સરખામણી કરવા માટે તેને રક્ષા બજેટ વધારે વધારવુ પડશે. ઉદાહરણ તરીકે, ચીનની પાસે માત્ર 2 એરક્રાફ્ટ કેરિયક છે જ્યારે કે, અમેરિકાની પાસે 12 એરક્રાફ્ટ કેરિયાર છે. વિશ્લેષકોનુ કહેવુ છે કે, ચીનના સૈન્ય બજેટમાં વધારાથી તેની અર્થવ્યવસ્થાને જરૂરી રાહત મળી શકે છે. કોરોના વાયરસની મહામારીના કારણે ચીનના મેન્યુફેક્ચરિંગ સેક્ટર પર સંકટ મંડરાઈ રહ્યુ છે અને બેરોજગારીની ચિંતાથી ઘરેલુ વપરાશમાં પણ રેકોર્ડબ્રેક ઘટાડો થયો છે.

READ ALSO

Related posts

Omicron symptoms/ સામે આવ્યા ઓમિક્રોનના તમામ 20 લક્ષણો, જાણો કેટલા દિવસ સુધી શરીરમાં ઘર કરીને રહે છે આ વેરિએન્ટ

Bansari

Corona Effect/ કોરોના પછી બદલાઈ ગયો માતાના દૂધનો કલર, પરિવર્તન જોઈ ચોકી ગઈ મહિલા

Damini Patel

વાસ્તુ ટિપ્સ/ ભૂલથી પણ ઘરમાં આવું કેલેન્ડર ના લગાવતાં, દિશાનું પણ ધ્યાન રાખજો નહીંતર અટકી જશે પ્રગતિ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!