GSTV
Home » News » ટ્રમ્પની નજીકના વ્યક્તિએ પોતાના પુસ્તકમાં કર્યો ધડાકો, ચીન અયોગ્ય રીતે વિશ્વમાં પોતાની નાણાકીય અને સૈન્ય તાકાત વધારી રહ્યું છે

ટ્રમ્પની નજીકના વ્યક્તિએ પોતાના પુસ્તકમાં કર્યો ધડાકો, ચીન અયોગ્ય રીતે વિશ્વમાં પોતાની નાણાકીય અને સૈન્ય તાકાત વધારી રહ્યું છે

ભારત અને ચીન વિશ્વના બે ઝડપથી વિકાસ પામતા અર્થતંત્રો છે પણ ચીન સમગ્ર વિશ્વ માટે અને ખાસ કરીને અમેરિકન અર્થતંત્ર માટે વધુ જોખમી છે તેમ ભારતીય મૂળના અમેરિકન નેતા નિક્કી હેલીએ પોતાના નવા પુસ્તકમાં જણાવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ એમ્બેસેડરે પોતાના નવા પુસ્તક ‘વીથ ડયુ રિસ્પેક્ટ’માં જણાવ્યું છે કે અમેરિકાને આજના સમયમાં સૌથી મોટો ખતરો ચીન તરફથી છે. હેલીએ જણાવ્યું છે કે ચીન અયોગ્ય રીતે સમગ્ર વિશ્વમાં પોતાની નાણાકીય અને સૈન્ય તાકાત વધારી રહ્યું છે. ચીન ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની પણ ચોરી કરી રહ્યું છે. તે ઉત્તર કોરિયાને પણ મદદ કરી રહ્યું છે. ચીન પોતાની કરન્સીના ભાવમાં પણ ચેડા કરી તેનો અયોગ્ય લાભ મેળવી રહ્યું છે.

બે વખત સાઉથ કેરોલિનાના ગવર્નર રહી ચૂકેલા હેલીએ વધુમાં જણાવ્યું છે કે ચીનની સરકાર  દ્વારા સૌથી વખત માનવાધિકારોનો ભંગ કરવામાં આવ્યો છે. ઇરાનને પરમાણુ શસ્ત્રો ન મળે તે માટે અમેરિકા કટિબદ્ધ છે જો ઇરાનને પરમાણુ શસ્ત્રો મળશે તો તે વિશ્વ માટે જોખમી બનશે. હેલીએે ભારતની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ભારત પણ પરમાણુ દેશ છે પણ તેનાથી વિશ્વના કોઇ પણ દેશને ખતરો નથી કારણકે  ભારત એક લોકશાહી દેશ છે. ઉલ્લેખનીય છે ક હેલીના શીખ માતા-પિતા 1૯6૯માં અમેરિકામાં સ્થાયી હતાં.

તેમણે વધુમાં જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના સંબધો સતત મજબૂત બની રહ્યાં છે બંને દેશોની ભાગીદારી વ્યૂહાત્મક છે. બંને દેશો આતંકવાદથી પીડિત છે. અમેરિકા અને ભારત બંને દેશો લોકશાહી, સખત મહેનત, પરિવાર અને સિદ્ધિમાં માને છે.ભારતીય અમેરિકનો અમેરિકામાં ખૂબ જ સફળ રહ્યાં છે અને તેનું મુખ્ય કારણ અમેરિકનો પ્રત્યે તેમનું વલણ ખૂબ જ સારૂં રહ્યું છે. હેલીએ પોતાના પુસ્તકમાં જણાવ્યું છે કે 1૯૯0માં ચીનમાં 75 કરોડ લોકો ખૂબ જ ગરીબ હતાં. આ સંખ્યા ઘટીને 2015માં એક કરોડ થઇ ગઇ છે.

READ ALSO

Related posts

નોટબંધીના સમયે જે જ્વેલર્સોએ મોટી રકમને આડાઅવળી કરી છે તેમનું આવી બન્યું !

Ankita Trada

તેલગૂ ફિલ્મમાં કામ કરશે અભિનેત્રી અનન્યા પાંડે, વિજય દેવરાકોંડાની ઓપોઝીટ નજરે આવશે

pratik shah

દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષની તાજપોશી કાર્યક્રમમાં નીતિન પટેલ ગેરહાજર રહેતા સર્જાયા અનેક તર્ક વિતર્ક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!