GSTV

Chinaની ચાલબાજી: શાંતિપૂર્ણ વાટાઘાટો વચ્ચે ડ્રેગન આ સ્થળે નજીક બનાવી રહયું છે મિસાઈલ મથક, 18 બેઠકો છતાં પરિણામ શૂન્ય

સેટેલાઈટ ઈમેજ દ્વારા જણાયુ છેે કે China માનસરોવરના કાંઠે જ મિસાઈલ લૉન્ચિંગ મથક બાંધી રહ્યું છે. એ ઉપરાંત સમગ્ર લશ્કરી કોમ્પલેક્સ તૈયાર થઈ રહ્યું છે. માનસરોવર ભારત-ચીન-નેપાળના ત્રિભેટે તિબેટમાં (એટલે ચીનમાં) આવેલું છે. શિવભક્તો દર વર્ષે સરકાર દ્વારા આયોજિત કૈલાસ માનસરોવરની યાત્રાએ પણ જાય છે. એ સરોવરના કાંઠે જ ચીને લશ્કરી જમાવટ શરૂ કરી છે. સરફેસ ટુ એર એટલે કે જમીન પરથી હવામાં પ્રહાર થઈ શકે એવી મિસાઈલ્સનું મથક અહીં આકાર લઈ રહ્યું છે. China પાસે સરફેસ ટુ એર મિસાઈલનો જંગી જથ્થો છે, જે ભાગ્યે જ જગતના અન્ય કોઈ દેશ પાસે હશે.

China

સાત ચીની વાયુસેના મથકોમાં એક્ટિવિટી વધી

ભારતની સરહદે આવેલા સાત ચીની વાયુસેના મથકોમાં છેલ્લા થોડા સમયથી એક્ટિવિટી વધી ગઈ છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ દ્વારા સતત આ એરબેઝનું મોનિટરિંગ અને સર્વેલન્સ કરવામાં આવે છે. ઉપરાંત સેટેલાઈટ તસવીરો દ્વારા એરપોર્ટ પરથી વધી રહેલી ઉડાન, વિમાનોની ગોઠવણી, શસ્ત્રોનો ખડકલો વગેરે પ્રવૃત્તિ વધતી હોવાનું જણાય છે. લદ્દાખથી લઈને છેક અરૂણાચલ સુધી આ સાતેય એરબેઝ ફેલાયેલા છે. એમાંથી છ એરબેઝ પર બોમ્બર અને ફાઈટર વિમાનો તૈનાત છે, જ્યારે એક એરબેઝ મોટે ભાગે હેલિકોપ્ટર માટે વપરાય છે.

China

ભારત China વચ્ચે વાતચીતનો 18મોં રાઉન્ડ

આ સ્થિતિ વચ્ચે ભારત અને China વચ્ચે આજે ફરીથી ડિપ્લોમેટિક વાત-ચીત થઈ હતી. તેમાં બન્ને દેશો સાથે મળીને સમસ્યાનો ઉકેલ લાવશે એવી વાત કરવામાં આવી હતી. જોકે આ વાત છેલ્લા બે મહિનાથી સંભળાઈ રહી છે અને ચીને વાત-ચીત દ્વારા ઉકેલ મેળવવાને બદલે ભારતને વ્યસ્ત રાખવાનું વલણ અપનાવ્યું છે.  એટલે કે China હકીકતે કોઈ ઉકેલ ઈચ્છતું નથી, પરંતુ વાટાઘાટો ચાલુ રાખીને શાંતિનો દેખાડો કરવા માગે છે. કેમ કે લશ્કરી, ડિપ્લમેટિક અને અન્ય પ્રકારની મળીને  બેઠકનો આ 18મો રાઉન્ડ છે.

મિસાઈલ મથક બનાવી ચીન ઉભું કરી રહયું છે સરહદી તણાવ

China ની સતત વધતી પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ભારતે પહેલેથી જ સરહદી હવાઈ મથકોને એલર્ટ કરી દીધા છે અને વધારાના ફાઈટર વિમાનો પણ તૈનાત કરી દીધા છે. ભારત-નેપાળ-ચીનનો ત્રિભેટો છે, ત્યાં ચીને થોડા સમય પહેલા જ સૈન્ય સંખ્યા વધારી હતી. હવે ત્યાં મિસાઈલ મથક બાંધીને ચીન સાવ ભારતની સરહદ નજીક ટેન્શન ઉભું કરવા માંગે છે.

ફૂડ વેસ્ટ અટકાવવાના બહાને ચીની સૈનિકોના ડાયેટમાં ફેરફાર

ચીને ફૂડ વેસ્ટ અટકાવવાના બહાને ચીની સૈનિકોના ડાયેટ (ખાન-પાન)માં ફેરફાર કર્યો છે. પિપલ્સ લિબરેશન આર્મી (પીએએલ) ઓફ ચાઈના સૈનિકો માટે રોબોટિક કૂકિંગ સિસ્ટમ ગોઠવવાની તૈયારી કરે છે. એ સિસ્ટમ હેઠળ ફૂડનો બગાડ  નહીં થાય ઉપરાંત ઓછામાં ઓછુ તેલ વપરાશે અને સાદગીપૂર્ણ ભોજન બનશે. પીએએલ ટુંક સમયમાં જ સૈન્યમાં આ ફેરફાર દાખલ કરશે. હકીકતે સૈનિકો ઓછી ચરબીવાળા હોય, તેલ ઓછું ખાય તો તેની સ્ફૂર્તિ જળવાઈ રહે, જે સંઘર્ષના સમયમાં ઉપયોગી થાય. ઉપરાંત ચીની અર્થતંત્ર પણ અત્યારે સંઘર્ષકાળમાંથી પસાર થઈ રહ્યું છે, માટે નાણાનો વ્યય અટકાવવામાં પણ આ પગલું કામ લાગશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

ડ્રેગન સાથે વધતો સંઘર્ષ : એલએસી પર ચૂપચાપ સૈન્ય વધાર્યું, હવે બ્રહ્મપુત્રા નદી પર બંધ બાંધી પાણી યુદ્ધ છેડવાનું ષડયંત્ર!

Ali Asgar Devjani

દિલ્હી અન્નદાતાઓની આંદોલનની આગ મુંબઈમાં, હજારો ખેડૂતો આર્થિક રાજધાનીમાં યોજશે રેલી

Ali Asgar Devjani

અમેરિકામાં સુંદર યુવતીઓમાં સતત વધી રહ્યો છે નવો ટ્રેન્ડ, જાણો શું છે ‘Dirty Relation’

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!