છેલ્લા થોડા મહિનાથી પૂર્વ લદ્દાખ સરહદે ચીન સાથે ચાલી રહેલા સરહદી તણાવમાં સતત વધારો થઇ રહ્યો છે. એક તરફ તો ચીન શાંતિની વાતો કરે છે પરંતુ બીજી તરફ ભારત પર દબાણ ઉભું કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીન સતત ભારતને કહી રહ્યું છે કે ભારતીય સેના ચુશુલ વિસ્તારમાંથી પોતાના સૈનિકો હટાવી લે.

ત્યારે વળતા જવાબમાં ભારતે મક્કમ સ્વરે કહી દીધું કે પહેલાં પેંગોંગના વિસ્તાર ખાલી કરે. અને એપ્રિલ પહેલાની સ્થિતિ પૂર્વવત કરે. પછી જ આગળ વાત વધશે. ભારત પોતાના વલણ પર મક્કમ રહ્યું છે કે પેંગોંગ સરોવરની ઉત્તરેથી ચીને પોતાના લશ્કરને હટાવી લેવું. ભારત જેને લાઇન ઑફ કન્ટ્રોલ માને છે ત્યાં ચીની સેનાએ ગેરકાયદે અને જબરદસ્તીથી ઘુસણખોરી કરી છે.

પહેલાં તમારી સેનાને પાછળ હટવાનું કહો. એ પછી બીજી વાત કરીશું. ચીનને એની ભાષામાં જવાબ આપવા માટે ભારતીય લશ્કરે મહત્ત્વના સાત સ્થળે પોઝિશન લીધી હતી અને એ સ્થળેથી ચીનને જવાબ આપી રહ્યું હતું. ચીનના મનમાં એવું હતું કે અગાઉના યુદ્ધમાં આપેલી પછડાટના કારણે અત્યારે ભારત ડરી જશે. પરંતુ વર્તમાન સ્થિતિમાં ભારત મક્કમતાથી ચીનનો સામનો કરવા માટે તૈયાર છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો