GSTV
Home » News » ચીન-ભારત હવે વિકાસશીલ નથી, WTOનો લાભ બંધ કરો: ટ્રમ્પ

ચીન-ભારત હવે વિકાસશીલ નથી, WTOનો લાભ બંધ કરો: ટ્રમ્પ

ભારત અને ચીન હવે વિકાસશીલ દેશો રહ્યાં નાૃથી અને અને તેઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુટીઓ)માં વિકાસશીલ દેશો તરીકેનો લાભ મેળવે તે યોગ્ય નાૃથી તેમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે હવે તે આ વાત ચલાવી નહીં લે.

અમેરિકા ફર્સ્ટ નીતિના પ્રણેતા ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને અનેક વખત ટેરિફ કિંગ ગણાવ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે હાલમાં વેપાર યુદ્ધ ચાલી રહ્યું છે. જુલાઇની શરૃઆતમાં ટ્રમ્પે ડબ્લ્યુટીઓને જણાવ્યું હતું કે તે મને જણાવે કે તે વિકાસશીલ દેશની વ્યાખ્યા કઇ રીતે કરે છે. ટ્રમ્પ ઇચ્છે છે કે ડબ્લ્યુટીઓમાંાૃથી ભારત, ચીન અને તુર્કીને વિકાસશાીલ દેશ તરીકે જે લાભ આપવામાં આવી રહ્યાં છે તે બંાૃધ કરવામાં આવે. 

એક મેમોરન્ડમમાં ટ્રમ્પે યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવને સત્તા આપી છે કે તે જો કોઇ વિકસિત આૃર્થતંત્ર અયોગ્ય રીતે ડબ્લ્યુટીઓમાંાૃથી લાભ પ્રાપ્ત કરે તો તેની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું શરૃ કરવામાં આવે. 

પેન્નસીલવેનિયામાં એક સભાને સંબોાૃધતા ટ્રમ્પે જણાવ્યું હતું કે એશિયાના બે સૌાૃથી મોટા આૃર્થતંત્ર ચીન અને ભારત હવે વિકાસશીલ દેશો રહ્યાં ન હોવાાૃથી તે ડબ્લ્યુટીઓમાંાૃથી લાભ મેળવે તે યોગ્ય નાૃથી. તેમણે વિકાસશીલ દેશો તરીકે લાભ લેવાનું ચાલુ રાખતા અમેરિકાને નુકસાન ાૃથઇ રહ્યું છે. બંને દેશો ઘણા વર્ષોાૃથી આપણી પાસેાૃથી લાભ મેળવી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે ડબ્લ્યુટીઓના નિયમ હેઠળ વિકાસશીલ દેશોને આયાત ડયુટીમાં કપાત સહિતના અનેક લાભ મળે છે.

આ ભાષણ દરમિયાન ટ્રમ્પે ટબ્લ્યુટીઓને ચેતવણી આપી છે કે જો તે અમેરિકા વિરોાૃધી નીતિ ચાલુ રાખશે તો અમેરિકા ડબ્લ્યુટીઓમાંાૃથી ખસી જશે. ઉલ્લેખનીય છે કે અમેરિકા ડબ્લ્યુટીઓમાં અનેક ફરિયાદો કરી છે. અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ચીન દ્વારા અમેરિકન ટેકનોલોજીની કરાતી ચોરી સહિતની અનેક ફરિયાદો કરી છે. આ ફરિયાદો અંગે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા ટ્રમ્પ ડબ્લ્યુટીઓાૃથી નારાજ છે.

READ ALSO

Related posts

પુલવામાં હુમલામાં NIAને મળી સફળતા, આત્મધાતી હુમલામાં આતંકીના સાગરિતની ધરપકડ

Pravin Makwana

સરકારના આ નિર્ણયથી ખેડૂતોમાં ખુશીની લહેર, જગતના તાતની આવકમાં થશે વધારો

Nilesh Jethva

દિલ્હી હિંસા : 42 મોત, 12 ફરિયાદ અને 630 લોકોની ધરપકડ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!