GSTV
India News ટોપ સ્ટોરી

કપટી ચીન: ભારતને ઉશ્કેરવા ગલવાનઘાટી પાસે LAC સેંકડો સૈનિકો કર્યા તૈયાર, ઈન્ડિયન આર્મી છે સતર્ક

ભારતનાં લદ્દાખ વિસ્તારની ગલવાનમાં ચીનના એક પછી એક ના-પાક ઈરાદા સામે આવી રહ્યા છે. ચીને અહીં સેંકડોની સંખ્યામાં સૈનિકો ખડકી દીધા છે. એ ઉપરાંત બાંધકામ કરી શકાય એ માટે મોટેપાયે અર્થમૂવર્સ પ્રકારની મશીનરી પણ કામે લગાડી છે. ઉપગ્રહો દ્વારા લેવાયેલી તસવીરોમાં સ્પષ્ટ થયું હતું કે બુલડોઝર દ્વારા ગલવાન નદીના પ્રવાહને જ આમ-તેમ કરવા ચીને પ્રયાસ કર્યો છે.સ્થિતિ થાળે પાડવા ભારત-ચીન વચ્ચે સતત ત્રીજા દિવસે મેજર જનરલ કક્ષાના અધિકારીઓએ વાત-ચીત કરી હતી. આ વાત-ચીતમાં કોઈ ઉકેલ આવ્યો ન હતો, કેમ કે ચીન પોતાની ભૂલ કબૂલ કરવા તૈયાર નથી.

ભારત-ચીન વચ્ચે સતત ત્રીજા દિવસે મેજર જનરલ કક્ષાના અધિકારીઓએ વાત-ચીત નિષ્ફળ

ભારતનો પ્રયાસ વિવાદનો અંત સમાધાનપૂર્વક આવે એવો છે. પણ ચીન ભારતમાં ઘૂસણખોરી કરવા માંગે છે, એટલે વાત-ચીત દરમિયાન ભારતની શરતો સ્વીકારવા તૈયાર નથી. જે વિસ્તાર નો મેન્સ લેન્ડ જાહેર થયો છે, ત્યાં પણ ચીને પોતાના સૈનિકો ગોઠવીને ભારત સાથેની સંધિનો ભંગ કર્યો છે. આ વિસ્તારમાં અંદાજે ૮૦૦ જેટલા ચીની સૈનિકો છે, જેમાંથી કેટલાકે ભારતીય સૈનિકો પર હુમલો કર્યો હતો. લેટેસ્ટ સેટેલાઈટ ઇમેજિસમાં સ્પષ્ટ જોઈ શકાય છે એલએસી પર ચીને સૈનિકો ખડક્યા છે, તંબુ તાણ્યા છે, કામચલાઉ પુલો ઉભા કર્યા છે અને શસ્ત્રાગાર પણ બનાવ્યા છે. સેંકડો સૈનિકો ઉપરાંત સેટેલાઈટ તસવીરમાં ચીનના સેંકડો ટ્રક જેવા વાહનો પણ નજરે પડે છે.

અમે 200 હતાં, તેઓ હજારથી વધુ : ભારતીય સૈનિકની આંખો દેખી

ગલવાનમાં ઘાયલ થયેલા એક સૈનિકે આજે હોશમાં આવ્યા પછી આંખોદેખી સ્થિતિ વર્ણવી હતી. સૈનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જવાન સુરેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે એ રાતે ચીની સૈનિકોએ હુમલાનું આગોતરું આયોજન જ કરી રાખ્યું હોય એવી સ્થિતિ હતી. ભારતના બસ્સો જેટલા સૈનિકો હતા, ચીને અચાનક જ હુમલો કરી દીધો હતો.

થોડી વાર પછી સેંકડોની સંખ્યામાં ચીની સૈનિકો આવી પહોંચ્યા હતા અને અણીદાર સળિયાઓ સાથે અમારા પર તૂટી પડયા હતા. ચાર-પાંચ કલાક સુધી આ સંઘર્ષ ચાલ્યો હતો.નદીના કાંઠે ઢોળાવ પર માત્ર એક વ્યક્તિ ચાલી શકે એટલી જગ્યા હતી. ત્યાં ચીની સૈનિકો અમારા ઉપર તૂટી પડયા હતા. માટે ઘણા સૈનિકો નદીના ઠંડા પાણીમાં પડી ગયા હતા.

READ ALSO

Related posts

મહારેલીમાં કેજરીવાલ કેન્દ્રને તેમની બતાવશે શક્તિ, ઘર-ઘર રેલી માટે લોકોને કરવામાં આવશે આમંત્રિત

Hina Vaja

Amritsar/ સુવર્ણ મંદિર પાસે બોમ્બ મુકાયાની માહિતી, સમગ્ર પંજાબમાં રેડ એલર્ટ

Padma Patel

Train Accidents: વર્ષ 2012 પછી થયેલા મોટા ટ્રેન અકસ્માત, જેણે રેલ મુસાફરોના મનમાં ડર પેદા કર્યો

Padma Patel
GSTV