GSTV
Gujarat Government Advertisement

મોટી જીત/ પેંગોગ લેક પર ચીન અને ભારતના સૈનિકો પીછેહટ કરશે, રાજ્યસભામાં રાજનાથસિંહનો સૌથી મોટો ખુલાસો

Last Updated on February 11, 2021 by pratik shah

સરહદે ભારત અને ચીન બન્નેએ પોતાના હથિયારબંધ સૈનિકોને ખડક્યા હતા, સાથે જ ટેંકોને પણ તૈનાત કરી હતી. જોકે હવે ચીનનો દાવો છે કે સ્થિતિ શાંત પડી જવાથી બન્ને દેશોએ સૈનિકો અને ટેંકોને પરત લેવાનું શરૂ કરી દીધુ છે.ચીનના વિદેશ મંત્રાલય દ્વારા જારી એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે અમે ભારત સાથે સહમતી બાદ અમારા હથિયારધારી સૈનિકો અને ટેંકોને ચીન સરહદેથી પરત લઇ રહ્યા છીએ. અને ભારત તરફથી પણ આ જ પ્રકારનું પગલુ ભરવામાં આવી રહ્યું છે.

ચીની

ચીન વિવાદ પર સંસદમાં રાજનાથનું નિવેદન

રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે ચીન દ્વારા ગત વર્ષે ભારે સંખ્યામાં વિસ્ફોટક સામગ્રી એકત્રિત કરવામાં આવી હતી. આપણી સેનાઓએ ચીન વિરુદ્ધ યોગ્ય જવાબી કાર્યવાહી કરી હતી. સપ્ટેમ્બરથી બંને પક્ષ એકબીજા સાથે વાતચીત કરી રહ્યાં છે. LAC પર યથાસ્થિતિ કરવી જ આપણુ લક્ષ્ય છે. રક્ષામંત્રીએ કહ્યું કે ચીને 1962ના સમયથી જ ઘણા હિસ્સા પર કબજો કર્યો છે. ભારતે ચીનને બોર્ડરની સ્થિતિની સંબંધો પર અસર પડવાની વાત કરી છે.

રાજનાથસિંહ લદ્દાખમાં સરહદે શું સ્થિતિ તેની જાણકારી સંસદમાં આપી

જોકે ભારત તરફથી આ અંગે કોઇ જ નિવેદન હાલ આપવામાં નથી આવ્યું. બીજી તરફ કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ લદ્દાખમાં સરહદે શું સ્થિતિ તેની જાણકારી સંસદમાં આપી છે. રક્ષા મંત્રી રાજનાથસિંહે એલાન કર્યું હતું કે ભારત-ચીન બન્ને દેશો એ નક્કી કર્યું છે કે એપ્રિલ 2020થી પહેલાની સ્થિતિને લાગુ કરવામાં આવશે, જે નિર્માણ અત્યાર સુધી કરવામાં આવ્યું છે કે તેને હટાવવામાં આવશે. જે જવાનો શહીદ થયા છે, તેમને દેશ હંમેશા સલામ કરશે. સમગ્ર સંસદ દેશની સંપ્રભુતાના મુદ્દા પર એક સાથે ઉભો છે.

બન્ને દેશો વચ્ચે સૈન્યની એક ઉચ્ચસ્તરની બેઠક યોજાઇ

એવા અહેવાલો છે કે બન્ને દેશો વચ્ચે સૈન્યની એક ઉચ્ચસ્તરની બેઠક 24મી જાન્યુઆરીએ યોજાઇ હતી, જેમાં હથિયારધારી સૈનિકો અને ટેંકો વગેરેને પરત બોલાવી લેવા માટે આ સમજૂતી થઇ હતી.ખાસ કરીને લદ્દાખમાં સ્થિતિ વધુ તંગદીલ બની હતી, ગલવાનમાં બન્ને દેશના જવાનો આમને સામને આવી ગયા હતા જેમાં ભારતના જવાનો પણ શહીદ થયા હતા અને ચીનના જવાનો પણ માર્યા ગયા હતા.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોવિડની સારવાર માટે ‘કેસલેશ’ ક્લેમથી ઇનકાર નહિ કરી શકે વીમા કંપની, નાણામંત્રીએ આપી ચેતવણી

Damini Patel

ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: કોરોનાની સ્થિતીને જોતા માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષા કરી રદ

Pravin Makwana

સીએમ હોવા છતાં કંઈ કરી શકતા નથીઃ દેશના ઓક્સિજન પ્લાન્ટ સેનાને સોંપી દો, પીએમ મોદીને કેજરીવાલની અપીલ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!