GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

ચીનને જવાબ આપવા ભારત બધા મોરચે સજ્જ, લદ્દાખમાં ઈમરજન્સી લેન્ડિંગ રોડનું નિર્માણ થયું શરૂ

ભારત-ચીનનાં સરહદી તણાવ વચ્ચે ચીની સૈનિકો બે કિલોમીટર પાછા હટયાના અહેવાલો વચ્ચે ચાઈનાના સરકારી અખબાર તંત્રે દાવો કર્યો હતો કે ચીની લશ્કરે તિબેટમાં લશ્કરી કવાયત હતી. ત્યારે ભારતે પણ બધા મોરચો ચીનને જવાબ આપવા માટે લદાખ નજીક ઈમરજન્સી લેન્ડિંગ રોડ બનાવવાનું શરૂ કર્યું છે.ભારત-ચીન વચ્ચે લદાખ મુદ્દે દ્વીપક્ષીય સંવાદ થાય એવી શક્યતા છે. એ માટે ચીને સૈનિકોને બે કિલોમીટર પાછા ખસેડી લીધા છે. એ બધા જ અહેવાલો વચ્ચે ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે અહેવાલમાં દાવો કર્યો હતો ચીને તિબેટની ૪૭૦૦ મીટરની ઊંચાઈએ લશ્કરી કવાયત કરી હતી. જોકે, ઘણાં સંરક્ષણ એક્સપર્ટ્સ આ દાવાને ફેક ગણાવે છે અને તેને ચીનનો પ્રોપેગેન્ડા કહે છે.

ચીનને જવાબ આપવા ભારત બધા મોરચે સજ્જ

જોકે, ભારત પણ પીછેહઠ કરવાના મૂડમાં નથી. ચીન સાથે દ્વિપક્ષીય સંવાદ કરવાના પ્રયાસો વચ્ચે ભારતે ઉત્તરાખંડમાં પણ લશ્કર તૈનાત કર્યું છે. ૧૯૬૨માં ઉત્તરાખંડની નેલાંગ ઘાટીમાં ભારત-ચીન વચ્ચે સંઘર્ષ થયો હતો. ભારતે એ સ્થળોએ સૈન્યને એલર્ટ કરી દીધું છે.એટલું જ નહીં, ચીનની સરહદે બ્રિજ, સડકનું જે કામ ચાલી રહ્યું છે એને આગળ વધારવાનું પણ શરૂ કરાયું છે. લદાખ નજીક ઈમરજન્સી લેન્ડિંગ માટે એક રસ્તો પણ બનાવવાનું શરૂ થયું છે. એટલું જ નહીં, લદાખ નજીક બોફોર્સ તૈનાત કરીને ભારતે જવાબ આપવાની સજ્જતા બતાવી છે.

ભારતે ઉત્તરાખંડની સરહદે પણ સૈન્ય તૈનાત કર્યું

ભારત-ચીન વચ્ચે દ્વિપક્ષીય સંવાદ થવાની શક્યતા છે. બંને પક્ષે લેફ્ટનન્ટ જનરલ સ્તરની બેઠક થશે અને એ દરમિયાન કૂટનૈતિક પ્રયાસો પણ થઈ રહ્યા છે એટલે સૈન્ય ઉપરાંત રાજદ્વારી બેઠકો પણ થઈ શકે છે. એ બેઠકો થવાની છે તેના પહેલાં જ ભારતની સુરક્ષા એજન્સીઓએ કેન્દ્ર સરકારને ચીની સૈન્યની લદાખની ગતિવિધિ અંગે સંપૂર્ણ અહેવાલ આપ્યો છે. ચીનના સૈનિકોએ કેવી રીતે પૂર્વી લદાખમાં તંગદિલી સર્જીને ભારતીય સૈન્યને નિશાન બનાવ્યું હતું તે અંગેનો સમગ્ર ઘટનાક્રમ એ અહેવાલમાં સામેલ કરાયો છે. એમાં કહેવાયું હતું કે ચીની સૈનિકો ભારતમાં વધારે અંદર સુધી ઘૂસણખોરી કરવાના પ્લાનમાં હતા, પરંતુ ભારતીય સૈન્યએ સમયસર સાવધાન થઈને ચીની સૈનિકોને ત્યાં જ અટકાવી દીધા હતા.

READ ALSO

Related posts

ઉત્તર પ્રદેશ મેટ્રો રેલ નિગમ દ્વારા મેટ્રો પ્રોજક્ટ્સ માંથી ચીની કંપનીઓની હકાલપટ્ટી

Bansari

વિકાસ દુબેની માતાએ જ પોલીસને કરી અપીલ, પુત્રને મોતને ઘાટ ઉતારવાની કહી વાત

Arohi

કોરોનાની સારવારને લઈને સરકારે જાહેર કરી નવી ગાઇડલાઇન, ઘટાડ્યો આ દવાનો ડોઝ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!