GSTV
News World ટોપ સ્ટોરી

BIG BREAKING: ડ્રેગને નેન્સી પેલોસી પર લાદ્યા પ્રતિબંધો, આકરા નિર્ણય બાદ અમેરીકા અને ચીનના સંબધમાં આવશે તીખાશ

અમેરીકાની તાઈવાન મુલાકાત બાદ ચીન લાલઘુમ થયું છે. ચીને આ મુલાકાત બાદ અમેરીકાને મોટા પરીણામ ભોગવવા માટે પણ ચેતવણી આપી છે. આ વચ્ચે ચીને અમેરીકા વિરુદ્ધ એક મોટું એક્શન લીધું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ શુક્રવારે જણાવ્યું કે બેઇજિંગે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસી અને તેમના પરિવારના સભ્યો પર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો છે. ચીનના સરકારી મીડિયા હાઉસ CGTNએ આ સમાચારની પુષ્ટિ કરી છે.

ચીન

તાઈવાન મુલાકાતને તેના આંતરિક મામલામાં અમેરિકાની દખલ

ચીન નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતને તેના આંતરિક મામલામાં અમેરિકાની દખલ ગણાવી રહ્યું છે અને તેના કારણે રાષ્ટ્રપતિ શી જિનપિંગ ખૂબ નારાજ હોવાનું કહેવાય છે. તે જ સમયે, તાઇવાન પોતાને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે રજૂ કરે છે અને ચીન પર વિસ્તરણવાદી હોવાનો આરોપ મૂકે છે. વિશ્વના મોટા ભાગના મોટા દેશો આડકતરી રીતે કે પરોક્ષ રીતે તાઈવાનના સ્ટેન્ડ સાથે સહમત છે, જેનાથી ચીન નારાજ છે. અમેરિકાનું કહેવું છે કે શી જિનપિંગના નેતૃત્વમાં ચીન તાઈવાન સાથે તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે જે વ્લાદિમીર પુતિનના નેતૃત્વમાં રશિયાએ યુક્રેન સાથે કર્યું હતું.

ચીનની સેના તાઈવાન ટાપુ પર સતત ફાયરિંગ કરી રહી છે

ચીનની સેના તાઈવાન ટાપુ પર સતત ફાયરિંગ કરી રહી છે. એવું લાગે છે કે ચીને તાઈવાન સામે નવું યુદ્ધ શરૂ કર્યું છે. ચીની મીડિયાનો દાવો છે કે તેની સૈન્ય કવાયત એકદમ વાસ્તવિક યુદ્ધ જેવી છે, જેમાં તાઈવાનને સંપૂર્ણ રીતે ઘેરી લેવાના પ્રયાસો ચાલુ છે. યુએસ સંસદના સ્પીકર નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી નારાજ ચીને હવે યુરોપિયન યુનિયનમાં સાત દેશોના રાજદૂતોને બોલાવ્યા છે. આ દેશો વતી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તાઈવાનની સરહદ પર ચીનની સૈન્ય કવાયત ખોટી છે અને તેને તાત્કાલિક રોકવી જોઈએ. ચીનનું કહેવું છે કે, યુરોપિયન દેશોનું આ નિવેદન અમારી આંતરિક બાબતોમાં દખલ કરી રહ્યું છે.

તાઇવાન

તાઈવાનમાંથી નેન્સી પેલોસીની બહાર નીકળવાની સાથે જ ચીને તાઈવાનની આસપાસના વિસ્તારોમાં ઘાતક મિસાઈલો ફાયર કરી છે. જોકે, ચીનનું કહેવું છે કે આ મિસાઈલો તેની સૈન્ય કવાયતનો એક ભાગ હતી. પરંતુ અમેરિકાનું માનવું છે કે બેઈજિંગ તાઈવાનને તેની સૈન્ય શક્તિનો ડર બતાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના અખબાર ગ્લોબલ ટાઈમ્સે દાવો કર્યો છે કે પીપલ્સ લિબરેશન આર્મીએ ગુરુવારે મોટા પાયે લશ્કરી કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન તાઇવાન ટાપુને સંપૂર્ણ રીતે લોકડાઉન કરી દેવામાં આવ્યો હતો. ગ્લોબલ ટાઈમ્સનું કહેવું છે કે નેન્સી પેલોસીએ ચીનની સાર્વભૌમત્વનું ઘોર ઉલ્લંઘન કરીને તાઈવાનની મુલાકાત લીધી હતી.

READ ALSO

Related posts

મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ

Bansari Gohel

મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી

Binas Saiyed

પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા

Bansari Gohel
GSTV