GSTV

ભારતીય જાસૂસી સંસ્થાઓએ આપ્યું એલર્ટ, 7 નેપાળી જિલ્લાઓ પર ચીનનો ગેરકાયદે કબ્જો

સીમા વિવાદ પર ભારત સાથે સતત ઊંધા માથે પછડાઈ રહેલું ચીન હવે ભારત વિરુદ્ધ એક નવી રણનીતિ બનાવવા લાગ્યું છે. વાસ્તવમાં, હવે ચીન નેપાળ દ્વારા ભારતની ગટ્ટીધીઓ પર નજર રાખવાની મનશા બનાવી રહયું છે. તેનું જ પરિણામ છે કે ચીને નેપાળ સરહદ પાસે આવેલા 7 જેટલા જિલ્લાઓના અનેક વિસ્તારો પર ગેરકાયદે કબ્જો જમાવ્યો છે. જોકે, ચીનની આ હરકત બાદ ભારતીય જાસૂસી સંસ્થાઓ એલર્ટ થઇ ગઈ છે.

ચીન-નેપાળ

ચીનની હરકત નેપાળ માટે મોટું જોખમ

એજન્સીઓએ સંકેત આપ્યા છે કે ચીન ઝડપથી આગળ વધી રહ્યું છે અને વધુને વધુ નેપાળી જમીન પર કબ્જો કરી રહ્યું છે ણ બારુદી સુરંગ બનાવી રહ્યું છે. એક આંતરિક ખુફિયા એજન્સીના રિપોર્ટ મુજબ ચીનની આ હરકત સીધી રીતે નેપાળી કોમ્યુનિસ્ટ પાર્ટી માટે અત્યંત નુકશાનદાયક થઇ શકે છે કારણ કે ચીન નેપાળમાં ચીની કોમ્યુનિસ્ટના વિસ્તારવાડના એજન્ડાને લાગુ કરવાના પ્રયાસો કરી  રહ્યો છે.

ચીનની હરકતને નેપાળે અવગણી રહ્યું છે.

રિપોર્ટ્સ અનુસાર, નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સામે ચીનદ્વારા જમીન પચાવી પાડવાના પ્રયાસ કરવામાં આવ્યા જેની અવગણના કરવામાં આવ્યા. રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે નેપાળના એ જિલ્લાઓ જે ચીન દ્વારા જમીન પચાવી પાડવાની યોજનાનો શિકાર બન્યા છે તેમાં દોખલા, દારચુલા, ગોરખા, હમલા, સિંધુપાલચૌક, સંખુવાસભા અને રાસુવા સામેલ છે. ચીને દોખલામાં નેપાળની અને આંતરરાષ્ટ્રીય સરહદ 1500 મીટર આગળ  વધારી દીધી છે. દોખલામાં કોરલંગ વિસ્તારમાં નંબર 57, જે પહેલા કોરલંગની ટોચ પર હતો. દોખલાની જેમ ચીને ગોરખા જિલ્લા તરફ બોર્ડર પિલર નંબર 35માં બોર્ડર પિલર 37 અને 38ને સ્થળાંતરિત કરી દીધી છે.

કૃષિ મંત્રાલયના રિપોર્ટમાં થયો જમીન પચાવી પાડવાનો ખુલાસો

નેપાળના કૃષિ મંત્રાલયના તાજેતરના એક રિપોર્ટમાં કહ્યું છે કે ચીન દ્વારા જમીન પચાવી પાડવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. મંત્રાયલે ચાર નેપાળી જિલ્લાઓ અંતર્ગત આવતા લગભગ 11 જેટલા સ્થળો પર નેપાળી જમીન પર ચીનના કબ્જાની સૂચના આપી છે. આ જિલ્લાઓમાં ફેલાયેલ મોટાભાગની નદીઓ પાસે જળગ્રહણ વિસ્તાર છે જેમાં હમલા, કરનાળીમાં ભાગદારે નદીના વિસ્તારો સામેલ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

126 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વાર કોઈ ભારતીય બનશે Bataના બોસ, બનાવ્યા Global CEO

Pravin Makwana

મમતા બેનર્જીએ ભાજપ સામે ફરી હુંકાર ભરતા આક્રમક તેવર દેખાડ્યાં, કેટલાંક બહારના ગુંડાઓ અહીં આવી રહ્યાં છે પરંતુ…

Nilesh Jethva

ધોળા દિવસે સોશિયલ મીડિયા પરથી કવિતા ચોરતા ઝડપાયા મુખ્યમંત્રી !

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!