Last Updated on January 18, 2021 by Karan
ચીને ભુટાન બાદ હવે અરૂણાચલ પ્રદેશની સરહદની અંદર પણ ગામ વસાવ્યું છે. આ ગામમાં લગભગ 101 ઘર પણ બનાવ્યા છે. જે ગામ અરૂણાચલ પ્રદેશમાં વાસ્તવિક ભારતીય સરહદની લગભગ 4.5 કિમી અંદર સ્થિત છે, આ ગામ ત્સારી ચૂ ગામની અંદર વસાવવામાં આવ્યું છે.

ચીનનું આ ગામ ભારતની સુરક્ષા માટે જોખમી બની ગયું
આ ગામ અરૂણાચલ પ્રદેશનાં સુબનસિરી જિલ્લામાં સ્થિત છે. ચીનનું આ ગામ ભારતની સુરક્ષા માટે જોખમી બની ગયું છે. બીજી તરફ બિજેપી સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીનનાં ભારતીય જમીન પર કબજા અંગે સવાલ પર કહ્યું કે તે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે ચર્ચા કરશે.

ભારત અને ચીન વચ્ચે સુબનસિરી જિલ્લો લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર
અત્રે ઉલ્લેખનિય છેકે, ભારત અને ચીન વચ્ચે સુબનસિરી જિલ્લો લાંબા સમયથી વિવાદનું કેન્દ્ર રહ્યો છે અને તે અંગે સશસ્ત્ર સંઘર્ષ પણ થઇ ચુક્યો છે. રિપોર્ટમાં સેટેલાઇટ તસવીરોમાં આ ગામ સ્પષ્ટ જોવા મળે છે અને નિષ્ણાતોને પણ તે બતાવવામાં આવ્યા છે. ચીને આ ગામ એવા સમયે વસાવ્યું છે, જ્યારે પશ્ચિમ સેક્ટરમાં લદ્દાખમાં ભારત અને ચીનની સેનાઓ સામ-સામે છે.

ચીનના આ ગામની નજીક ભારતનો નથી કોઈ રોડ કે માળખાગત સુવિધાઓ
અત્રે ઉલ્લેખનિય છે કે, ચીનના આ ગામની નજીક ભારતનો કોઇ રોડ પણ નથી ને માળખાગત સુવિધાઓ પણ નથી. આ પૂર્વે નવેમ્બર 2020માં ભાજપનાં અરૂણાચલ પ્રદેશનાં સાંસદ તાપિર ગાવોએ લોકસભામાં ચેતવણી આપી હતી કે તેમના રાજ્યમાં ચીનની ઘુષણખોરી વધી છે અને તેમણે ઉત્તર સુબનસિરી જિલ્લાનો પણ ખાસ ઉલ્લેખ કર્યો હતો. તેમના જણાવ્યા પ્રમાણે ચીન નદીનાં માર્ગે જોઇએ તો સુબનસિરી જિલ્લામાં સરહદમાં 60થી 70 કિમી અંદર ઘુસી આવ્યું છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- સ્ટાઇપેન્ડ / રાજ્ય સરકાર દ્વારા કોરોના વોરિયર્સને કોવિડ પ્રોત્સાહન આપવા મામલે GIDAની સ્પષ્ટતા
- દેશમાં કોરોનાનો હાહાકાર / જાણો કયા રાજ્યમાં લાગ્યું વીકેન્ડ લોકડાઉન તો ક્યાં લાગ્યો નાઇટ કરફ્યુ
- દેશમાં 8 નવી બેંકો ખોલવામાં આવશે, આરબીઆઈએ યુનિવર્સલ અને સ્મોલ ફાઇનાન્સ બેંકોનાં નામ પાડ્યાં બહાર
- કોરોનાનો કહેર / ગુજરાત હાઇકોર્ટે તમામ નીચલી કોર્ટો અને જ્યુડિશીયલ ઓફિસર્સને કર્યો આ આદેશ
- ડાન્સિંગ ક્વીન નોરા ફતેહીનો ક્રશ કોણ છે? અભિનેત્રીએ વીડિયો શેર કરીને કર્યો ખુલાસો
