ભારત સાથેના બગડતા સંબંધો બગાડતાં પહેલા ચીને ભારતમાં મૂડી રોકાણ ઘટાડી દીધું હતું. ભારતની ભૂમિ પર કબજો કરતાં પહેલાં ચીનની આવી ચાલ બહાર આવી છે. ઘુસણ ખોરી પહેલાંના ત્રણ વર્ષ દરમિયાન ભારતમાં ચીની કંપનીઓના એફડીઆઈ રોકાણમાં મોટો ઘટાડો થયો છે. સોમવારે લોકસભામાં એક પ્રશ્નના નાણાં રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે આપેલા લેખિત જવાબથી આ વાત બહાર આવી છે. જવાબ અનુસાર, જ્યાં ભારતમાં ચાઇનીઝ મૂડી રોકાણ 2017-18માં $ 350 મિલિયન, 2018-19માં ઘટીને 229.0 મિલિયન ડોલર હતું, 2019-20માં તે ઘટીને 163.77 મિલિયન ડોલર અડધાથી ઓછી થઈ ગઈ છે.

ચીન ભારતમાં ઘુસી આવ્યું તે પહેલાં તેનું મૂડી રોકાણ ઘટાડી દીધું હતું. સાંસદોએ એ પણ પૂછ્યું કે શું સરકારે કોઈ ચીની કંપનીને ભારતમાં રોકાણ નહીં કરવા દેવાનું વિચાર્યું છે? તેના પર નાણાવિભાગના રાજ્ય મંત્રી અનુરાગ ઠાકુરે લેખિત જવાબમાં આવી કોઈ પણ વાતનો ઇનકાર કર્યો હતો. ભારતમાં ચીનની કંપની કોઈ મૂડી રોકાણ કરે કે કોઈ ઉત્પાદન શરૂં કરે તો ભાજપની મોદી સરકારને આજે પણ કોઈ વાંધો નથી.
READ ALSO
- કામની વાત: પસ્તીની કિંમત થઈ 24 રૂપિયા કિલો, તમે કેટલામાં આપો છો પસ્તી, હવે આગળથી ધ્યાન રાખજો
- IND vs ENG : ચોથી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને 89 રનની લીડ, રિષભ પંતે ફટકારી ટેસ્ટ કરિયરની ત્રીજી સદી
- દેશના 33 જિલ્લાઓમાં વધ્યો કોરોનાના કેસ, મોલ રેસ્ટોરન્ટ અને ધાર્મિક સ્થળો પર રાખો આ સાવધાની
- LPG News/ ગેસ સીલિન્ડરમાં બદલાઈ ગયા છે નિયમો, ગેસની સબસિડી ના મળી રહી હોય તો આ રીતે ચકાસી કરો અહીં ફરિયાદ
- આસામ વિધાનસભા ચૂંટણી/ ભાજપાએ 70 ઉમેદવારોનું પહેલું લિસ્ટ કર્યું જાહેર, સીએમ સોનોવાલ માજુલીથી લડશે ચૂંટણી