GSTV

ચીને ડોકલામ વિવાદ ફરી કરી અવળચંડાઈ, કિબિથુમાં ટેલિફોન ટાવરનું કર્યું નિર્માણ

લાગે છે કે ચીન તેની ચંચુપાત નહીં છોડે. ચીને અરૂણાચલ પ્રદેશમાં કરેલી નાપાક હરકતનો ખુલાસો થયો છે. ડોકલામમાં ભારત સાથે બથ્થમ બથ્થા કર્યા બાદ પણ ચીનને સંતોષ નથી થયો. ચીને આવી હરકતો ચાલુ રાખતા અરૂણાચલ પ્રદેશના એક વિસ્તારમાં નિર્માણ કાર્ય શરૂ કરી દીધું છે.

જૂઓ આ તસવીરો. ચીને કઈ રીતે અરૂણાચલ પ્રદેશના ટાટૂ વિસ્તારમાં દૂરસંચાર ટાવર ઊભા કર્યા છે. ચીન આટલેથી અટક્યું નથી. ટાવરની સાથે ચીને આવી પોસ્ટ પણ બનાવી છે. અરૂણાચલ પ્રદેશના કિબીથૂની બીજી તરફ ટાટુમાં ચીને બાંધકામ શરૂ કર્યું છે. જેમાં ચીનની સેના પીપલ્સ લિબરેશન આર્મીના કેમ્પ અને ઘર સામેલ છે. ન્યુઝ એજન્સીએ જાહેર કરેલી આ તસવીરો દેશની સુરક્ષા સામે સવાલ ખડા કરવા ઉપરાંત ચીનના વલણ પર શંકા પણ પેદા કરે છે. અન્ય તસવીરમાં જોવા મળે છે કે ચીને કઈ ટાટૂમાં ટાવર ઉભા કરવાની સાથે પોસ્ટ બનાવી દીધી છે. ચીન  અહીં સર્વેલન્સ સાધનો સાથે એલએસી પર નજર રાખી બેઠું છે.

ઉલ્લેખનીય છે કે ભૂતાનના દાવા હેઠળના ડોકલામમાં ગત વર્ષે જૂનમાં ભારતીય સેનાએ ચીનના નિર્માણ કાર્યને રોકતા બંને સેના સામસામે સામે આવી ગઈ હતી. ડોકલામ ભારતીય સરહદથી એકદમ નજીક છે. જે પૂર્વોત્તર હિસ્સાને દેશ સાથે જોડે છે. આ વિવાદ 73 દિવસ બાદ 28 ઓગસ્ટે ઉકેલાયો હતો. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ ચીનમાં ભારતના રાજદૂત ગૌતમ બંબાવલેએ કહ્યું હતુ કે ભારતીય સરહદ પર યથાસ્થિતિમાં ફેરફારના પ્રયાસ કરવાથી ડોકલામ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. સાથે જ તેમણે આ ઘટનાઓથી બચવા વાતચીતને શ્રેષ્ઠ વિકલ્પ ગણાવ્યો હતો.

તેમ છતા ચીને પોતાની આડોડાઈ ચાલુ રાખતા કહ્યું હતુ કે ડોકલામ ચીનનો વિસ્તાર છે અને હાલની સ્થિતિમાં બદલાવ અંગે કોઈ સવાલ પેદા ન થવો જોઈએ. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતુ કે સરહદ પર ચીનની હરકતો જોતા સ્પષ્ટ છે કે આ વિવાદ લાંબો ચાલશે.

Related posts

આ રાજ્યની સરકારે લીધો મોટો નિર્ણય, 11 હજાર કેદિઓને જેલમાંથી છોડી મુકશે પણ…

Arohi

વગર Lockdownએ એક મહિલાના દમ પર દક્ષિણ કોરિયાએ આ રીતે જીતી Corona સામે જંગ

Arohi

કોરોના મહામારી વચ્ચે આ કર્મચારીમાં ચિંતા, કહ્યું, સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!