GSTV
Home » News » 27 વર્ષનાં નીચેના સ્તર પર પહોંચ્યો ચીનનો GDP ગ્રોથદર, આ છે કારણ

27 વર્ષનાં નીચેના સ્તર પર પહોંચ્યો ચીનનો GDP ગ્રોથદર, આ છે કારણ

વર્તમાન નાણાકીય વર્ષનાં બીજા ક્વાર્ટરમાં ચીનનો આર્થિક ગ્રોથની રફ્તાર પાછલા ત્રણ દશકમાં સૌથી ઓછી રહી છે. અમેરિકા અને ચીનની વચ્ચે ચાલી રહેલાં વેપાર યુદ્ધ અને વૈશ્વિક સ્તર પર માંગની કમીની અસર ચીન પર પડી છે. અર્થવ્યવસ્થાની સુસ્ત રફ્તારને કારણે પણ ચીનના રાષ્ટ્રુતિ શી જીનપિંગ અમેરિકા સામે લડવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

6.2% રહી GDP ગ્રોથની ગતિ

ચીન દ્વારા રજૂ કરાયેલાં આંકડા મુજબ, બીજા ક્વાર્ટરમાં દેશનો જીડીપી ગ્રોથની ગતિ 6.2 ટકા રહી, જે 27 વર્ષમાં સૌથી ઓછી છે. આના કરતાં ઓછો ગ્રોથ 1992ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં નોંધાયો હતો. જીડીપીના આ આંકડાઓ આખા વર્ષ માટે સરકાર 6થી 6.5 ટકાના લક્ષ્યને અનુરૂપ છે.

અર્થવ્યવસ્થાની સ્થિતિ ગંભીર

આ સંદર્ભમાં એનબીએસના પ્રવક્તા માઓ શેંગયોંગે કહ્યુ છેકે, સ્થાનિક તેમજ વિદેશી મોર્ચે અર્થવ્યવસ્થાની સ્થિતી હજી પણ ગંભીર બનેલી છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં નરમી આવી રહી છે અને બાહ્ય અસ્થિરતા તેમજ અનિશ્વિતતાઓ વધી રહી છે.

અમેરિકા સાથે વેપાર યુદ્ધની અસર

ચીનનું હાલમાં અમેરિકા સાથે વેપારયુદ્ધ ચાલી રહ્યુ છે. તેનાથી ઉદ્યોગો પર ઘણી અસર દેખાઈ જોવા મળી રહી છે. પાછલાં ત્રણ મહિનાઓમાં સિંગાપોરનો વિકાસદર ફક્ત 3.4 ટકા જ રહ્યો છે. જે 2012 બાદ સૌથી નીચેના સ્તરે રહ્યો છે. જ્યારે ચીનની આયાત પણ પાછલા વર્ષની સરખામણીએ 1.3 ટકા ઘટી ગઈ છે. નિકાસ ડેટામાં પણ 7.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે દક્ષિણ કોરિયાની અર્થવ્યવસ્થા પણ આ વર્ષે પહેલાં ક્વાર્ટરમાં ઘણો ઘટી ગયો હતો.

વેપાર યુદ્ધ ચાલું રહેશે તો ખરાબ થશે સ્થિતિ

જો અમેરિકાનું ચીન સાથે વેપારયુદ્ધ ચાલું રહેશે તો આગામી સમયમાં તેના પરિણામો ભયંકર જોવા મળી શકે છે. હાલમાં તેને ઉકેલવા માટે કોઈ આશાની કિરણ પણ દેખાઈ રહી નથી.

READ ALSO

Related posts

વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસનાં આ ઉમેદવારો જ મતદાનથી રહેશે વંચિત

Mansi Patel

પેટાચૂંટણીનો જંગ, 14 લાખથી વધુ મતદારો ઉમેદવારોનું ભાવી કરશે નક્કી

Nilesh Jethva

એક એવું અનોખું રેસ્ટોરેન્ટ, જ્યાં ગ્રાહકોને પીવા માટે આપવામાં આવે છે એવું પાણી કે..!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!