GSTV
News Trending World

ચીનનું તો સોનું પણ નકલી નિકળ્યુ! ગિરવે મુકેલા 83 ટન બિસ્કિટ નિકળ્યા તાંબાના, દેશનું સૌથી મોટુ કૌભાંડ આવ્યું સામે

ચીન

આખી દુનિયામાં ચીન પોતાની નકલી વસ્તુઓને લઈને જાણીતું છે. ચાહે તે ઔદ્યોગિક ઉત્પાદન હોય અથવા તેની બેન્કમાંથી લોન લોવાનું હોય. તે નકલી અને જે વસ્તુઓ મજબૂત નથી તે દર્શાવીને કૌભાંડ કરે છે. હવે જાણવા મળ્યું છે કે ચીનના ગોલ્ડ રિઝર્વનો 4 ટકાથી વધુ એટલે કે 83 ટકા સોનું નકલી છે. આ કૌભાંડ ચીનની એક મોટી જ્વેલરી કંપનીએ કર્યું છે જેનું હેડક્વાટર વુહાનમાં છે.

21,148 કરોડ રૂપિયાની લોન

એક ખબર અનુસાર કિંગોલ્ડ જ્વેલરી કંપની વુહાનમાં છે. તેણે ચીનની 14 ફાઈનાન્શિયલ કંપનીઓ પાસેથી પાછલા પાંચ વર્ષમાં 2.8 બિલિયન ડોલર એટલે કે 21,148 કરોડ રૂપિયાની લોન લીધી. આ લોન લેવા માટે કંપનીએ 83 ટન નકલી ગોલ્ડ બાર ગિરવે મુક્યા. હાલના ઈતિહાસમાં તેને ચીનનું સૌથી મોટુ કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. આ કૌભાંડમાં ફરીથી વુહાન શહેરનું નામ આવ્યું છે. જ્યાંથી છ મહિના પહેલા આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાયો છે.

કિંગોલ્ડ જ્વેલરી કંપની નેસડેક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ

કિંગોલ્ડ જ્વેલરી કંપની નેસડેક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. એટલે દુનિયાની સૌથી મોટી ખાનગી કંપની છે જે સોનાનું કામ કરે છે. તેનું માર્કેટ કેપ 8 મિલિયન ડોલર એટલે કે 60.41 કરોડ રૂપિયા છે. કંપનીના માલિક છે પૂર્વ મિલિટ્રી ઓફિસર જીયા ઝિહોંગ. સૂત્રો અનુસાર કિંગોલ્ડ જ્વેલરી કંપનીએ 16 મિલિયન એટલે કે 17,017 કરોડ રૂપિયાની લોન માટે ગિરવે, સિક્યોરિટી અને વિમા માટે 83 ટન સોનાની ઈટો-બિસ્કિટ રિઝર્વમાં મુક્યા હતા. પરંતુ તપાસમાં ખબર પડી કે તે તાબું છે.

તપાસમાં ખબર પડી કે સોનાની ઈંટો તો હકીકતે તાંબાની છે

હવે આ લોન 30 બિલિયન યુઆન એટલે કે 32,073 કરોડની સંપત્તિથી વસુલવામાં આવશે. વસુલી કરવાનું કામ ચીનની વીમા કંપની પીઆઈસીસી પ્રોપર્ટી એન્ડ કેઝુલ્ટી કોઓપરેટિવ લિમિટેડ કરશે. સાથે જ એમુક અન્ય નાની વીમા કંપનીઓ પણ આ કામમાં જોડાશે. આ મામલાનો ખુલાસો ત્યારે થયો જ્યારે આ વર્ષે ફેબ્રુઆરીમાં કિંગોલ્ડ કંપનીએ ડોન્ગગુઆન ટ્રસ્ટ કો. લિમિટેડની લોન ન આપી. ત્યારે કંપનીએ કિંગોલ્ડ દ્વારા અનામતની રીતે સોનાની ઈંટો કાઢી. તેની તપાસ કરવામાં આવી તો ખબર પડી કે તે તાંબુ છે. ત્યાર બાદ કિંગોલ્ડને લોન આપનાર કંપનીમાં હડકંપ મચી ગયો.

ચીન

ઈંટો તાંબાની નિકળી

ત્યાર બાદ કિંગોલ્ડ કંપનીને સૌથી વધુ લોન આપનાર કંપની ચાઈના મિનશેંગ ટ્રસ્ટે કોર્ટમાંથી આદેશ જાહેર કરાવ્યો કે કિંગોલ્ડની તરફથી ગિરવે મુકેલી સોનાની ઈંટોની તપાસ કરવામાં આવે. 22 મેંએ ખબર પડી કે મિનશેંગની પાસે મુકવામાં આવેલી સોનાની ઈંટો તાંબાની નિકળી. કિંગોલ્ડના જણાવ્યા અનુસાર ઝિહોંગે ફ્રોડના આરોપોને ફગાવ્યા છે.

આરોપો ફગાવાયા

જીયાએ કહ્યું કે અમે ક્યાંય પણ નકલી ગોલ્ડ બાર્સ નથી રાખતા અને તેને ક્યારેય ગિરવે પણ નથી મુક્યા. કિંગોલ્ડ કંપની 2002માં સ્થાપિત કરવામાં આવી હતી. ત્યારે તે એક સોનાની ફેક્ટરી હતી. આ ફેક્ટરીને પીપુલ્સ બેન્ક ઓફ ચાઈના દ્વારા અનુમતી મળી હતી. બાદમાં આ કંપની નેસડેક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થઈ ગઈ હતી. પરંતુ હવે આ મામલો સામે આવ્યા બાદ કંપનીનું નામ ખરાબ થયું છે.

Read Also

Related posts

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel

GUJARAT ELECTION / ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર આજે મતદાન, પીએમ મોદીએ ટ્વિટ કરી યુવાનોને કહી ખાસ વાત

Kaushal Pancholi

ડીફોલ્ટર્સને પણ કંપની પરનું નિયંત્રણ ગુમાવી દેવાનો ભય રહે છે : આઈબીસી

Padma Patel
GSTV