GSTV

મધ્ય ચીન પૂરથી અસરગ્રસ્ત: 10 લાખથી લોકોને થઈ છે અસર, 25 ના મોત: સેના કરાઈ તૈનાત

Last Updated on July 21, 2021 by pratik shah

ચીનના મધ્ય હેનાના પ્રાંતમાં એક હજાર વર્ષોમાં સૌથી ભારે વરસાદ વરસવાના કારણે ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે.. જેના કારણે રાષ્ટ્રીય શી જિનપિંગે જળમગ્ન સબવે.. હોટલ અને સાર્વજનિક સ્થળોએ ફસાયેલા લોકોને બચાવવા માટે સેનાને તૈનાત કરવી પડી.

ચીનમાં પૂરના કારણે કુલ 12.4 લાખ લોકો પ્રભાવિત થયા અને એક લાખ 60 હજાર લોકોને બચાવી લેવાયા છે.. સ્થાનિક અધિકારીઓ મુજબ ભિષણ પૂરમાં 25 લોકોના મોત થયા છે.. અને હજુ સાત લોકો ગુમ છે..સબવે સ્ટેશન પણ પૂરના પ્રકોપમાં આવી ગયું.. જેના કારણે ત્યાં 12 લોકોના મોત થયા.. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા.

ભારે વરસાદના કારણે ઝેંગઝોઉમાં સાર્વજનિક સ્થળો અને સબવે ટનલમાં પાણી ભરાઇ ગયું હતુ.. જેના કારણે ટ્રેનમાં રહેલા પ્રવાસીઓના ગળા સુધી પાણી પહોંચી ગયું હતુ.. ચીની સેનાએ જણાવ્યું છે કે હેનાન પ્રાંતના યિચુઆન ખાતેના એક ડેમમાં 20 મીટર લાંબી તિરાડ પડી ગઇ છે.. જેના કારણે તે ગમે તે સમયે તૂટી શકે છે..

ચીનની સરકારી એજન્સી મુજબ પ્રાંતીય રાજધાની ઝેંગઝોઉમાં છેલ્લા 24 કલાકમાં 457 ઈંચ એટલે કે 18 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. જેના કારણે ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું.. હવામાન વિભાગ મુજબ આ એક દિવસમાં વરસેલો સૌથી વધુ વરસાદ છે. અહીં ભારે વરસાદના કારણે મુખ્ય માર્ગો પર પાણીમાં વાહનો તરતા જોવા મળ્યા.. 80થી વધુ બસો બંધ કરી દેવી પડી. 100થી વધુ રૂટ બદલવા પડ્યા. 160થી વધુ ટ્રેન રોકી દેવામાં આવી.. તેમજ 260 ફ્લાઇટને રદ્દ કરવી પડી.

READ ALSO

Related posts

વિદ્યાર્થીઓને મળી મોટી રાહત: માસ્ટર્સનો અભ્યાસ કરનારા સ્ટૂડન્ટ્સ માટે આવી ખુશખબર, NET ક્લિયર કરનારાને મળ્યો વધારાનો સમય

Pravin Makwana

રાજકારણમાં ગરમાવો / હવે અમિત ચાવડાની વિદાયની ઘડીઓ ગણાઈ રહી છે, CM રૂપાણીના આકરા પ્રહાર

Dhruv Brahmbhatt

NEET 2021 : કેન્દ્રની જાહેરાત બાદ મેડિકલમાં લાગૂ થયું અનામત, NTA દ્વારા જાહેર કરાયું સુધારેલ નોટિફિકેશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!