GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ભારતીય સેના ઉપર નજર રાખવા ચીને બનાવ્યુ માનવરહિત હેલિકોપ્ટર

ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદની વચ્ચે ચીને પોતાના પહેલા માનવરહિત વિમાનનું નિર્માણ કર્યું છે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં આ હેલીકોપ્ટર જાસૂસી માટે બનાવાયું છે. ચીની મીડિયાનો દાવો છે કે આ અત્યાધુનિક માનવરહિત હેલિકોપ્ટરની તૈનાતી ભારત સાથે જોડાયેલી ચીનની સરહદ પર થઇ શકે છે. કે જેથી ચીન આકાશમાંથી પણ તમામ હલચલ પર નજર રાખી શકે. આ માનવરહિત હેલિકોપ્ટરનું નામ AR500C આપવામાં આવ્યું છે. અને તેનું નિર્માણ ચીનની સરકારી કંપની એવિએશન ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન ઓફ ચાઇનાએ કર્યું છે.

ચીનના જિયાંસી પ્રાંતના પોયાંગમાં કર્યુ પરિક્ષણ

કંપનીએ પૂર્વ ચીનના જિયાંસી પ્રાંતના પોયાંગમાં તેનું પહેલી વખત પરિક્ષણ કરાયું. ચીનની વેબસાઇટ ગ્લોબલ ટાઇમ્સ મુજબ આ માનવરહિત હેલિકોપ્ટરનો ઉપયોગ ભારત સાથેના સરહદી વિસ્તારમાં જાસૂસી માટે કરવામાં આવી શકે છે.. જો તેમાં હથિયાર લગાવી દેવામાં આવે તો હેલિકોપ્ટર હુમલો પણ કરી શકે છે. ઉપરાંત કાર્ગો ડિલવરી પણ કરી શકે.. આ હેલિકોપ્ટર પરમાણુ અને રાસાયણિક લિકેજની જાણકારી પણ આપવામાં સક્ષમ છે. તે વધુમાં વધુ 6.7 કિલોમીટરની ઊંચાઇ સુધી ઉડી શકે છે અને તેની મહત્તમ સ્પીડ 170 કિલોમીટર પ્રતિકલાકની છે. આ હેલિકોપ્ટરનું વજન 500 કિલોગ્રામ છે.

READ ALSO

Related posts

શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય: ધો.10-12ની પૂરક પરીક્ષાઓ જુલાઈમાં નહી લેવાય, વધતા કેસો વચ્ચે સપ્ટેમ્બર સુધી શક્ય નથી

pratik shah

કોવીડ-19 બાદ હવે ચીનમાં ફેલાયો બ્યુબોનિક પ્લેગ, અપાયું ત્રીજા સ્તરની વોર્નિંગ એલર્ટ

pratik shah

વિશ્વનાં વૈજ્ઞાનિકોનું ચોંકાવનારું સંશોધન, જીવલેણ કોરોના વાયરસ ફેલાય છે હવાથી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!