GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

ચીને સરહદે આ ફાયટર જેટ્સ ખડકી ભારતનું વધાર્યું ટેન્શન, ભારતે પણ ફાયટર જેટને તૈયાર રાખ્યા

ચીન

ભારત અને ચીન વચ્ચે લદ્દાખ મોરચે ટકરાવ ચાલી રહ્યો છે ત્યારે ચીનની વાયુસેનાએ હવે ભારતીય સીમા પાસે જે-7 અને જે-17 પ્રકારના ફાઈટર જેટ્સ તૈનાત કરીને ભારતનું ટેન્શન વધાર્યું છે. બીજી તરફ હવે ભારતીય વાયુસેનાએ પણ પોતાના સુખોઈ-30, મિરાજ-2000, મિગ-29 અને તેજસ વિમાનને સ્ટેન્ડ બાય મોડ પર રાખી દીધા છે.

હવાથી જમીન પર હુમલો કરવા માટે સક્ષમ

ચીને તૈનાત કરેલા વિમાનો અંગે જે જાણકારી છે તે પ્રમાણે જે-7 વિમાન સિંગલ એન્જિન અને હળવું વજન ધરાવતુ વિમાન છે. જેને ચીનની સરકારી કંપની ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશને બનાવ્યુ છે. રશિયાના મિગ-21ની આ વિમાન નકલ છે. હાલમાં 2400 જે-7 વિમાન આખી દુનિયામાં કાર્યરત છે. આ વિમાન કોઈ પણ પ્રકારના હવામાનમાં હવાથી જમીન પર હુમલો કરવા માટે સક્ષમ છે. ચીનની એરફોર્સ તેને રક્ષણાત્મક રોલમાં ઉપયોગમાં લે છે. કારણ કે તેની રેન્જ સરવાળે ઓછી છે.

17 વિમાનને ચીનની એરફોર્સમાં 2003માં સામેલ કરાયું હતું

જ્યારે જે 17 વિમાનને ચીનની એરફોર્સમાં 2003માં સામેલ કરાયું હતું. જે પણ ચેંગડુ એરક્રાફ્ટ કોર્પોરેશને જ બનાવ્યું છે. પાકિસ્તાન પણ આ વિમાન વાપરે છે. તેની એક વખત ફ્યુલ ભરીને ઉડવાની રેન્જ 1352 કિલોમીટરની છે. વજન 6411 કિલો છે અને હથિયારો સાથે તે 12,474 કિલો વજન ઉઠાવી શકે છે. આ વિમાન મધ્યમ અંતરની હવાથી હવાથી માર કરી શકનાર મિસાઈલ, સેટેલાઈટલ ગાઈડેડ બોમ્બ, ગ્રેવિટી બોમ્બ, એન્ટી શિપ મિસાઈલથી સજ્જ છે. તેમાં ફિટ કરાયેલું રડાર એક સાથે 10 ટાર્ગેટને ટ્રેક કરવા માટે સક્ષમ છે.

Read Also

Related posts

કોરોનાની સારવાર લઈને મોતને હરાવી દેનાર અમદાવાદીઓ પ્લાઝ્મા ડોનેટ કરવામાં પાછળ

Nilesh Jethva

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

SBIમાં આટલા પદો પર બહાર પડી ભરતી, જલ્દી કરો! અરજી કરવા હવે ફક્ત આટલા જ દિવસ બાકી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!