GSTV

જો આ વાયરસ ફેલાતો નહીં અટકે તો દુનિયાના લગભગ 4 અબજ લોકો થઈ શકે છે સંક્રમિત

Last Updated on September 18, 2020 by

કોરોના વાયરસને દુનિયામાં ફેલાવનાર ચીનના એક ટોચના નિષ્ણાંતે આશંકા દર્શાવી છે કે જો આ વાયરસ ફેલાતો નહીં અટકે તો દુનિયાની કુલ વસતીના 60 થી 70 ટકા લોકો એટલે કે લગભગ 4 અબજ લોકો તેનાથી સંક્રમિત થઈ શકે છે. ચીનમાં શ્વાસને લગતી બીમારીઓના નિષ્ણાત જોંગ નાનશાને કહ્યુ હતુ કે, દુનિયામાં બહુ મોટા પાયે કોરોનાની રસી લોકોને લગાવવાની જરુર છે.

આ વાયરસ આગામી વર્ષે પણ વસંત ઋતુ સુધી યથાવત રહી શકે છે. તેમણે કહ્યુ હતુ કે, આખી દુનિયામાં લોકોને કોરોનાની રસી પહોંચાડવામાં એક થી બે વર્ષ લાગી જશે અને તેમાં વૈશ્વિક સહયોગની જરુર પડશે. ચીનના આ નિષ્ણાતની આગાહી એવા સમયે થઈ છે જ્યારે દુનિયામાં કોરોના વાયરસના કારણે 3 કરોડ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે અને 9.50 લાખ લોકો મોતને ભેટી ચુક્યા છે.

READ ALSO

Related posts

અફઘાનિસ્તાન/ તાલિબાની આતંકવાદીઓ મહિલાઓ સાથે ખૂબ જ બર્બર વર્તન, 15 વર્ષથી ઉપરની છોકરીઓનું લિસ્ટ બનાવ્યું

Damini Patel

SBI એપનો નવો નિયમ: ફટાફટ કરી લેજો આ કામ, નહીંતર કોઈને નહીં મોકલી શકો પૈસા, દરેક ટ્રાંઝેક્શન થઈ જશે ઠપ્પ

Pravin Makwana

ખેડૂત આંદોલન/ જંતરમંતર ખાતે ખેડૂતોના દેખાવો, ટિકૈતે કહ્યું-ઊંઘમાં રહેલી મોદી સરકારને કેવી રીતે પાઠ ભણાવવો એ આવડે છે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!