ભારત અને તિબેટમાં અત્યાર સુધીનાં સૌથી મોટા પરંપરાગત હથિયારની તુલનાએ ચીનનું અભુતપુર્વ ઇલેક્ટ્રોમેગ્નેટીક રોકેટ લોન્ચર વધારે શક્તિશાળી સાબિત થશે. ચીની નિષ્ણાંતો અનુસાર ભારતની સીમા પર રહેલા તિબેટના હિસ્સા મુદ્દે બંન્ને દેશો ખુબ જ સંવેદનશીલ રહ્યા છે.
ગત્ત દિવસોમાં ડોકલામના મુદ્દા અંગે પણ બંન્ને દેશો એક બીજાની સામે આવી ચુક્યા છે. ચીન દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી આ આર્ટિલરી પહાડી વિસ્તારમાં ઘણા કિલોમીટર દુરથી જ દુશ્મનને નિશાન બનાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, ચીન દ્વારા કબ્જામાં લેવાયેલા તિબેટથી ભારતની લાંબી સીમા લાગેલી છે. આ સમગ્ર વિસ્તાર પહાડી અને દુર્ગમ છે. એવામાં ચીન દ્વારા એવા હથિયારો વિકસિત કરવા માટે ચિંતાની વાત હોઇ શકે છે.
ચીનના ગ્લોબલ ટાઇમ્સમાં એક સાઇન્સ અને ટેક્નોલોજી ડેલીના હવાલાથી જણાવ્યું છે કે પીપલ્સ લિબરેશન આર્મી હેઠળ બીજિંગ ખાતે એક રિસર્ચ સેન્ટરનાં ફેલો હાન જુની ઇલેક્ટ્રોનિક રોકેટ લોન્ચરના વિકાસનુ નેતૃત્વ કરી રહ્યા છે.
માહિતી અનુસાર જુની માં વેમિંગ નામના એક ચાઇનીઝ એકેડેમી ઓફ એન્જીનિયરિંગના શિક્ષાવિદ્થી તેની પ્રેરણામાં લઇ રહ્યા છે. ચાઇનીઝ ઇલેક્ટ્રોમેગનેટિક ટેક્નોલોજીનાં જનક પણ માનવામાં આવે છે.
હાનના હવાલાથી જણાવાયું કે એક સૈન્ય ઘટના બાદ આ પ્રકારનો વિચાર આવ્યો. તિબેટ-ચિનઘાઇ પઠારમાં રોકેટ આર્ટિલરીની જરૂરિયાત અનુભવાઇ હતી. ગ્લોબલ ટાઇમ્સ અનુસાર ચીનમાં જ્યા મોટા પઠાર અને પહાડી વિસ્તારો છે, જ્યાં રોકેટ આર્ટીલરીથી સેંકડો કિલોમીટર દુરના દુશ્મનને નિશાન બનાવવા આવી શકે છે. તેના માટે સૈનિકોને પહાડી વિસ્તારને પાર કરવાની પણ જરૂર નથી.
- ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
સૈન્ય નિષ્ણાંતના અનુસાર પરંપરાગત આર્ટિલરી જેમાં પાઉડરનો ઉપયોગ થાય છે, પઠારી વિસ્તારમાં ઓક્સીજન ઓછો હોવાનાં કારણે પ્રભાવિત થઇ શકે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક આર્ટિલરીમાં આ પ્રકારની સમસ્યા સામનો નહી કરવો પડે. ચીનનું પહેલાથી જ માનવું છે કે એવા હથિયારો વિકાસ કરવા જેનાથી વિશ્વ આશ્ચર્ય ચકિત થઇ જાય.