GSTV

ચીને દોકલામમાં પરમાણુ બોમ્બર વિમાનો ગોઠવીને ભારત સામે નવો મોરચો માંડયો, સેટેલાઈટ તસવીરમાં થયો મોટો ખુલાસો

ચીને દોકલામ સરહદથી અંદરના ભાગમાં પરમાણુ શસ્ત્ર લઈ જવા સક્ષમ લોંગ રેન્જ બોમ્બર વિમાનો ગોઠવ્યા છે. વિમાનોનો આ જમાવડો સેટેલાઈટ તસવીરોમાં જોવા મળે છે. જે જગ્યાએ ચીને બોમ્બર ગોઠવ્યા એ દોકલામથી 1150 કિલોમીટર દૂર છે. આ અંતર લાંબુ હોવા છતાં ફાઈટર વિમાનો માટે નજીવું કહી શકાય. બીજી તરફ ભારતે આજે પરમાણુ પ્રહાર કરી શકતી મિસાઈલ પૃથ્વી-2નું સફળ પરીક્ષણ કર્યું હતું. આ તરફ દિલ્હીમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યુ હતુ કેે વાટાઘાટો ચાલી રહી છે અને ચાલશે પણ એ તો જ સફળ થશે જો ગ્રાઉન્ડ ઉપર ફરક પડશે.

એટલે કે ચીન એલએસી પરથી સૈન્ય પાછુ ખેંચશે તો જ વાટાઘાટોનો અર્થ સરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ફરીથી એ સ્પષ્ટતા કરી હતી કે લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલમાં ફેરફાર કરવાનો ચીનનો કોઈ પ્રયાસ ભારતને માન્ય નથી. ચીને દોકલામ તરફ પરમાણુ બોમ્બર વિમાનો ગોઠવીને ભારત સામે નવો મોરચો માંડયો છે. ચીને અહીં એચ-6 પ્રકારના બોમ્બર વિમાનો ગોઠવ્યા છે, જે 6 હજાર કિલોમીટરની રેન્જ ધરાવે છે. આ સિવાય ચીને અન્ય મિસાઈલ્સ અને મોટી સંખ્યામાં સૈનિકો પણ ત્યાં ખડકી રાખ્યા છે. એ સ્થિતિ વચ્ચે ભારતે 300 કિલોમીટરની રેન્જ ધરાવતા પૃથ્વી-2નું સફળ પરીક્ષણ કર્યું હતું.

ડીઆરડીઓ દ્વારા નિર્મિત આ મિસાઈલનું ઓડિસાના કાંઠેથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ સાંજે અંધારૂં થયા પછી યોજાયું હતું. રાત્રીના સમયે મિસાઈલ કઈ રીતે આગળ વધે છે એ જોવોનો સંશોધકોનો ઉદ્દેશ હતો. મિસાઈલ પરીક્ષણના તમામ માપદંડોમાં સફળ રહ્યું હતું. ચીન રશિયાની માફક જંગની તૈયારી કરી રહ્યું હોવાનું લશ્કરી નિષ્ણાતો માને છે. ચીને છેલ્લી સદીમાં કોઈ મોટો જંગ ખેલ્યો નથી અને જે જંગ ખેલ્યા છે, એ મોટે ભાગે હારી ગયું છી. રશિયાએ છેલ્લી સદીમાં બે વિશ્વયુદ્ધ લડયા છે. માટેે રશિયાની માફક જમીન પર સૈનિકો તૈનાત કરી, આકાશમાંથી હુમલો કરવાની તૈયારી રશિયા કરતું હોય એવી શક્યતા છે.

નેપાળની વિવાદિત વિસ્તારમાં વસ્તી ગણતરીની તૈયારી, ભારતનો વિરોધ

નેપાળ સરહદે આવેલા 3 ભારતી વિસ્તાર નેપાળ પોતાના ગણાવે છે. લિપુલેખા, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારને પોતાના નકશામાં સમાવી દીધા પછી હવે નેપાળ ત્યાં વસ્તી ગણતરી કરવા માંગે છે. ભારતે દર વખતની જેમ તેનો શાબ્દીક વિરોધ નોંધાવ્યો છે.

શાબ્દીક વિરોધ નોંધાવ્યો

નેપાળ દર દસ વર્ષે વસ્તી ગણતરી કરે છે. આગામી ગણતરી 2021માં થશે. તેની તૈયારી અત્યારથી શરૂ કરી દેવાઈ છે. એ ગણતરીમાં આ ભારતીય પ્રાંત પણ નેપાળ શામેલ કરવા માંગે છે. ભારત સરકાર ઉપરાંત અહીંના સ્થાનિક લોકો પણ આ ગણતરીનો વિરોધ કરવાના છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે અમે ભારતના નાગરિકો છીએ, નેપાળની ગણતરીમાં હિસ્સો લેવાનો કોઈ સવાલ જ નથી.

READ ALSO

Related posts

સરકાર માટે હાથના કર્યાં હૈયે વાગ્યા જેવો ઘાટ, કોલેજોના સંચાલકોને પણ ફી ઘટાડા મુદ્દે મનાવવા પડે તેવી સ્થિતિ

pratik shah

અનોખો કાયદો/ વાહન ચલાવતાં ખાડામાં ભૂલથી પડીને મૃત્યુ પામો તો ગુન્હેગાર- પ્રાણી દોડી આવે ને અકસ્માત થાય તો મૃત્યુ પામનાર આરોપી!

pratik shah

ચેતજો/ ફેબ્રુઆરી સુધીમાં દેશની અડધોઅડધ વસ્તીને ભરડામાં લઇ લેશે કોરોના: સરકારી પેનલનો દાવો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!