GSTV
India News ટોપ સ્ટોરી

પોર્ટ સિટી / ચીન ક્યાં નિર્મિત કરી રહ્યું છે નવું દુબઇ, શું ભારત માટે ચિંતાનો વિષય?

ચીન

ચીનની વધુ એક હરકતના કારણે ભારતની ચિંતા વધી છે. કેમકે ચીન આપણા એક પડોશી દેશમાં એક એવું મોટું કામ કરવા જઇ રહ્યું છે જે કદાચ ગેમ ચેન્જર સાબિત થાય તો નવાઇની વાત નથી.

ચીન

ચીન શ્રીલંકાની રાજધાની કોલંબોમાં એક એવું પોર્ટ સીટી નિર્મિત કરી રહ્યું છે. તેને ગેમ ચેન્જર ગણવામાં આવી રહ્યું છે. ત્યારે ચીનના કોલંબો ખાતે નિર્મિત થઇ રહેલા આ પોર્ટ સીટીને લઇને ભારતે શા માટે ચિંતા કરવાની જરૂર છે. તેની જો વાત કરીએ તો ચીન જે કોલંબોના કારોબારી કેન્દ્ર પાસે મોટી સંખ્યામાં રેતી ઠાલવીને સમુદ્ર પર જ એક હાઈટેક સીટી નિર્મિત કરી રહ્યું છે. આ પોર્ટ સીટીને આંતરરાષ્ટ્રીય નાણાકીય કેન્દ્ર, રહેણાક વિસ્તાર અને બંદર તરીકે વિકસિત કરાશે. મહત્વનું છે કે ચીનના આ નવા પોર્ટ સીટીની તુલના હોંગકોંગ, મૉનાકો અને દુબઈ સાથે કરવામાં આવી રહી છે.

ચીન

દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે તેનાથી શ્રીલંકાને એક તક મળશે. જોકે આ પૉર્ટ સિટીની ટીકા પણ થઈ રહી છે. ટીકાકારોનું કહેવું છે કે જેને આર્થિક રીતે ગેમ ચેન્જર તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે, તે શહેર શ્રીલંકાને કામમાં નહીં આવે. 665 એકર એટલે કે 2.6 વર્ગ કિલોમીટર નવી જમીન બનાવવા માટે ચાઇના હાર્બર ઍન્જિનિયરિંગ કંપની 1.4 અબજ ડૉલરનું રોકાણ કરશે. જેની સામે આ કંપનીને 43 ટકા જમીન 99 વર્ષની લીઝ પર મળશે.

મહત્વનું છે કે કોલંબોમાં આ પોર્ટ સીટીનું નિર્માણ કેટલાંક વર્ષોથી ચાલી રહ્યું છે. અહીં ચીનના એન્જિનિયર્સની દેખરેખ હેઠળ કૉન્ક્રિટનાં સ્લૅબ લાવવામાં આવી રહ્યા છે અને ટ્રકો સતત રેતી ભરી રહી છે. એક નદી જે આ નવી જમીનમાંથી પસાર થાય છે. તેને પહેલાથી સાફ કરી દેવામાં આવી છે અને નાની હોડીઓને તેમાં આવવાની અનુમતિ પણ આપી દેવામાં આવી છે.

ચીન

અંદાજ પ્રમાણે આ પરિયોજના પૂર્ણ થતાં 25 વર્ષ લાગશે. તેની સામે શ્રીલંકાનું કહેવું છે કે જમીન તેના નિયંત્રણ હેઠળ છે અને ચીનને આપવામાં આવેલી જમીન આંતરરાષ્ટ્રીય કંપનીઓ, બૅન્કો સહિત વિવિધ કંપનીઓને લીઝ પર આપવામાં આવશે. સરકાર તેના પર કર પણ લગાવી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ નવા શહેરમાં 80 હજાર લોકો રહી શકશે. અહીં રોકાણ અને વેપાર કરનારા લોકોને કરમાં પણ છૂટ આપવામાં આવશે. આ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોનમાં તમામ લેવડ-દેવડ અમેરિકન ડૉલરમાં કરાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

મહત્વનો નિર્ણય / નાઇટ શિફ્ટ માટે મહિલાઓની સંમતિ લેવી પડશે, સરકારી અને ખાનગી ક્ષેત્ર બંને પર થશે લાગુ આ નિયમ

Hardik Hingu

Anemia in Indian Population : રક્તકણની ઉણપ ધરાવતા દેશના બાળકોમાં 9%નો વધારો, 67% બાળકો એનિમિક; નેશનલ હેલ્થ સર્વેમાં ખુલાસો

GSTV Web Desk

અમેરિકા અમને બદનામ કરવાનું બંધ કરે ‘બીજા શીતયુદ્ધ’ની ટીકા સામે ચીનનો વળતો પ્રહાર

GSTV Web Desk
GSTV