લદ્દાખમાં વધતા જતા તનાવની વચ્ચે ચીનના ઈરાદા વધારે ને વધારે ખતરનાક બની રહ્યા છે. ભારત સાથે વાટાઘાટોમાં ચીન જીદ પકડીને બેઠુ છે અને બીજી તરફ ચીની સેનાએ મોટાપાયે ઘાતક હથિયારો તૈનાત કરવા માંડ્યા છે. ચીની સેનાએ લદ્દાખને અડીને આવેલા અક્સાઈ ચીન વિસ્તારમાં હવે મધ્યમ અંતરની મિસાઈલો તૈનાત કરવા માંડી છે. આ મિસાઈલોની રેન્જ એટલી વધારે છે કે, ભારત આખું તેના નિશાના પર આવી શકે છે. બીજી તરફ ભારતીય સેનાએ પણ હવે ઘાતક હથિયારો તૈનાત કરવા માડ્યા છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભારતે ચીનને ડરાવવા માટે મોટી સંખ્યામાં તૈનાત કરેલી મિસાઈલોની જાણકારી સેટેલાઈટ તસવીરો થકી મળી રહી છે .મિસાઈલોની સાથે તોપો અને લાંબા અંતર સુધી પ્રહાર કરી શકે તેવા રોકેટ લોન્ચર ગોઠવ્યા છે. આ વિસ્તારના તમામ એરબેઝને આ હથિયારોથી સજ્જ કરવામાં આવ્યા છે. મિસાઈલોને છુપાવવા માટે જમીનની અંદર બંકર બનાવવાનુ કામ ચાલુ છે. જેથી તે સેટેલાઈની પકડમાં નહીં આવે અને કોઈ પણ હુમલામાં નષ્ટ નહીં થાય.


આ સિવાય સાઉથ ચાઈના સીની રણનીતિ અપનાવીને ચીન જમીન પરથી હવામાં માર કરનારી મિસાઈલ્સ પણ તૈનાત કરી રહ્યુ છે. આ પહેલા સાઉથ ચાઈના સીમાં અમેરિકાના વિમાન વાહક જહાજોને ધમકાવવા માટે ડીએફ 26 પ્રકારની મિસાઈલોને ચીને ગોઠવી હતી. હવે જો ભારત અને ચીન વચ્ચે કોઈ સમાધાન થાય તો પણ અક્સાઈ ચીનમાં ગોઠવાયેલી ચાઈનીઝ મિસાઈલો દુર કરવામાં સમય લાગશે તેવુ જાણકારોનુ માનવું છે. તેમના કહેવા પ્રમાણે ચીન ભારતની સાથે મનોવૈજ્ઞાનિક યુધ્ધ લડી રહ્યુ છે. જોકે તેનાથી ભારતીય સેના સ્હેજ પણ પરેશાન નથી. ભારત પણ ચીનના મિસાઈલ હુમલાનો જવાબ આપવા માટે સક્ષમ છે.
READ ALSO
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો