સોલોમોન ટાપુઓ સાથે ચીને લશ્કરી મથક સ્થાપવાનો ગુપ્ત સોદો કર્યાની અટકળો વચ્ચે સોલોમોન નજીક ચીનના લશ્કરી હાજરી નોંધાઈ હતી. એ બાબતે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે ચિંતા વ્યક્ત કરી હતી.
ઓસ્ટ્રેલિયન વડાપ્રધાન સ્કોટ મોરિસે કહ્યું હતું કે ચીની લશ્કરની સોલોમોન નજીક હાજરી હોય તો ઓસ્ટ્રેલિયાની સુરક્ષા માટે ખતરો ગણાાશે. તેમણે કહ્યું હતું કે આ બાબતે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ન સાથે વાતચીત થઈ છે અનેપાપુઆ ન્યૂ જીનીઆ અને ફિજીના સત્તાધીશો સાથે આ બાબતે વાતચીત કરવાનું વિચારાયું છે.

અગાઉ એવો દાવો થયો હતો કે સોલોમોન ટાપુ સાથે ચીને લશ્કરી સોદો કર્યો છે. એ પ્રમાણે સોલોમોન ટાપુમાં ચીન લશ્કરી મથક સ્થાપશે. લીક થયેલા દસ્તાવેજો પ્રમાણે ચીને સોલોમન ટાપુમાં લશ્કરીની હાજરી માટે કરાર કર્યો છે. જેમાં એક યુદ્ધજહાજનો પણ સમાવેશ થાય છે.જોકે, સોલોમોને એ બાબતે એવો બચાવ કર્યો હતો ચીન સાથે માત્ર એક પોલીસ સહયોગનો કરાર થયો છે. લશ્કરી કરાર થયો નથી. તેમ છતાં ઓસ્ટ્રેલિયા-ન્યૂઝીલેન્ડના દાવા પ્રમાણે આ કરારથી તેમના પર ખતરો વધશે.

દરમિયાન ડેનમાર્કના એક સરકારી કમિશને સરકારના ચીન પ્રત્યેના વલણની ઝાટકણી કાઢી હતી. ધ તિબેટીયન કમિશનના અધિકારીઓએ કહ્યું હતું કે ડેનમાર્કની સરકારે ચીની નેતાઓને ખુશ કરવા માટે તેમની મુલાકાત વખતે પ્રદર્શનકારીઓ સાથે અન્યાય કર્યો છે. વિદેશ મંત્રાલય અને ડેનમાર્કની સરકારે ૧૯૯૫થી ૨૦૧૩ દરમિયાન ચીનના નેતાઓની મુલાકાત વખતે તિબેટના નાગરિકોને પ્રદર્શન કરવાની પરવાનગી આપી ન હતી.
Read Also
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો