ચીન દ્વારા થઇ રહેલી ઓનલાઇન માહિતીની ચોરી અને સાયબર હુમલાની ઘટનાઓને રોકવા માટે કેંદ્ર સરકાર ટુંક સમયમાં ટેક્નોલોજી ક્ષેત્રે નવા આદેશ જારી કરશે. આ માટે વિશેષ ગાઇડ લાઇન તૈયાર કરાઇ છે જેને છ મહિનાની અંદર લીલી ઝંડી આપવામાં આવશે. હાલના જ એનએસએ રિપોર્ટ અનુસાર સાયબર હુમલાને કારણે ભારતને એક જ વર્ષમાં 1.24 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સેક્રેટરી (એનએસસીએસ) દ્વારા જારી એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સાબર હુમલા સૌથી વધુ થયા હોય તે ત્રણ દેશમાં ભારતનો પણ સમાવેશ થાય છે.’

ચીન માટે સાયબર સુરક્ષા એક મોટો પડકાર બની રહેશે
જેને પગલે ગત વર્ષે 2020માં ભારતને 1.24 લાખ કરોડનું નુકસાન સાયબર ક્રાઇમને કારણે થયું છે. ટેલિકોમ નેટવર્કના સોફ્ટવેર અને હાર્ડવેર કમ્પોનન્ટ્સના માધ્યમથી સૌથી વધુ સાયબર એટેક કરવામાં આવ્યા.દેશમાં 4જી ટેક્નોલોજી છે અને આગામી દિવસોમાં 5જી ટેક્નોલોજી આવશે, એવામાં આ રિપોર્ટના જણાવ્યા અનુસાર સાયબર સુરક્ષા એક મોટો પડકાર બની રહેશે. હાલમાં પાકિસ્તાન ઉપરાંત ચીનના હેકર્સ દ્વારા સાયબર હુમલા વધી ગયા છે.
જેઓનો મુખ્ય ટાર્ગેટ બેંકિંગ, ફાઇનાન્સ સેક્ટર છે જેમાં કરોડો રૂપિયા હાલ જોખમમાં છે. આ ઉપરાંત અન્ય સેક્ટર આ હેકર્સના ટાર્ગેટ પર છે તેમાં ટ્રાન્સપોર્ટ, સરકારી યંત્રો, પાવર, સ્ટેરેજિક સેક્ટરનો સમાવેશ થાય છે.

ટેલિકોમ સેક્ટર માટે નવા આદેશ જારી કરવાની સરકારે તૈયારી કરી
જેને પગલે હવે ટેલિકોમ સેક્ટર માટે નવા આદેશ જારી કરવાની સરકારે તૈયારી કરી લીધી છે. આ માટે કેટલીક ગાઇડલાઇન પણ ઘડવામાં આવી છે જેને છ મહિનાની અંદર મંજૂરી આપવામાં આવી શકે છે. એનએસસીએસ દ્વારા ટેલિકોમ સેક્ટરના કેટલાક મહત્વના નિષ્ણાંતોને આ માટે ચર્ચા કરવા માટે આમંત્રીત કરાયા હતા.
ગત મહિને જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સીસીએસ દ્વારા આ નવી ગાઇડલાઇનને મંજૂરી આપવામાં આવી હતી. ટુંક સમયમાં એક કમિટીની રચના કરવામાં આવશે જે આ ગાઇડલાઇનનો છ મહિનામાં અમલ થાય તે દિશામાં પ્રયાસો કરશે.
Read Also
- ‘સરકારનું અનાજ ખાધું છે માટે ઋણ તો ચૂકવવું પડે’ કહી મતદારને તગેડી મૂક્યો, સંખેડાના ધારાસભ્યનો બફાટ
- પાકિસ્તાનને સૌથી મોટો ઝટકો: ઈમરાન ખાનના ધમપછાડા છતાં એક પણ ન ચાલી, હમણા રહેશે ગ્રે લિસ્ટમાં
- લીંબ ગામે જાનૈયા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કરતા અફરાતફરી, ખડકી દેવાયો પોલીસનો કાફલો
- ધર્મસંકટ: પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો પર નિર્મલા સીતારમણે આપ્યા આવા જવાબ, સરકારનો મત રજૂ કર્યો
- હેલ્થ/ ગ્રીન ટીને વધુ અસરકારક બનાવવા માટે તેમાં ઉમેળો આ 5 આયુર્વેદિક વસ્તુ, સ્વાસ્થ્યમાં કરશે વધારો