GSTV

3 વર્ષમાં ચીને ભારતમાતાની 1000 વખત જમીન પચાવી પણ મોદી અને મોહન મૌન બની રહ્યા

જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અને સંધના સુપ્રીમો મોહન ભાગવતે આકરી ટીકા કરી ભારતની સત્તા મેળવવા ખેલ કર્યા હતા. ચીન ભારતમાં આક્રમણ કરી રહ્યું હોવાની કાગારોળ મચાવીને મોદી વડાપ્રધાન બની ગયાં. હવે ચીને 3 વર્ષની અંદર 1008 વખત ભારત માતાની ધરતી પચાવી પાડી છે. હવે મોહન ભાગવત મૌન છે અને મોદી પણ મૌન છે.

પાકિસ્તાનની સાથે ચીને પણ અટકચાળા વધાર્યા

પાકિસ્તાન ઉપરાંત ચીન દ્વારા પણ સરહદે અટકચાળા વધી રહ્યા છે. ત્યારે અગાઉ હિમાચલ પ્રદેશનાં ભાજપનાં સાંસદે કહ્યુ હતુકે, ચીન દ્વારા ઘુસણખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી છેકે, છેલ્લાં ત્રણ વર્ષમાં ચીન દ્વારા સરહદે એક હજારથી વધુ વખત નિયમોનો ભંગ કરીને ઘુસણખોરીનો પ્રયાસ કર્યો છે. બીજેડી અને શિવસેનાનાં સાંસદનાં સવાલનાં જવાબમાં સરકારે આ જવાબ આપ્યો હતો.

ક્યારે ક્યારે કરી ઘુસણખોરી

લદ્દાખ પ્રાંતમાં જ ત્રણ વર્ષમાં ચીની સૈવિકોએ એક હજારથી વધુ વખત ઘુસણખોરી કરી હતી. ચીનનાં સૈનિકોએ 2016માં લદ્દાખ સરહદે 273 વાર નિયમોનો ભંગ કર્યો હતો. 2017માં ચીની સૈનિકોએ 426વાર ઘુસણખોરી કરી હતી. અને 2018માં 326 વખત ચીની સૈનિકો લદ્દાખમાં ઘુસ્યા હતા. જિનપિંગ ભારત આવ્યા ત્યારે પીએમ મોદીએ ચીનનાં રાષ્ટ્રપતિ સાથે ઘુસણખોરી સહિતનાં સરહદી મુદ્દે ચર્ચા થયાનો દાવો કરવામાં આવ્યો હતો તેમ છતાં ચીનનાં સૈનિકોએ છેલ્લાં 3 વર્ષમાં 1000થી વધુ વખત ઘુસણખોરી કરીને ભારતને ઘણીબધી જમીન પચાવી પાડી છે.

ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ

લદાખ ની ગલવાન ઘાટી ક્ષેત્રમાં ગઈ મોડીરાત્રે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણમાં ભારતના એક કર્નલ અને બે જવાન શહીદ થયા જ્યારે બીજી તરફ ચીનના પણ કેટલાક સૈનિકો હણાયા હોવાના અહેવાલ મળ્યા છે. ત્યારે આજે બપોરે બે વાગે આ સંદર્ભમાં ભારતના આર્મી ચીફ પત્રકાર પરિષદ યોજે તેવી શક્યતા છે.

લદ્દાખ બોર્ડરની પાસે તનાવપૂર્ણ માહોલ

ભારત અને ચીન વચ્ચે મે મહીનાની શરૂઆતથીજ લદ્દાખ બોર્ડરની પાસે તનાવપૂર્ણ માહોલ બન્યો હતો. ચીની સૈનિકોંએ ભારત દ્વારા નક્કી કરવામાં આવેલી LACને પાર કરી હતી, અને પેંગોંગ ઝીલ, ગલવાન ઘાટીની પાસે આવી ગયા હતા. ચીન તરફથી આ સ્થળ પર પાંચ હજાર સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા હતા, આ સિવાય તમામ લશ્કરી ઉપકરણો અને શસ્ત્રો પણ એકત્રીત કર્યા હતા.

READ ALSO

Related posts

સુરત/ ભાજપ અગ્રણી પીવીએસ શર્માના ત્યાં આઈટી તપાસ થઈ પૂર્ણ, કુલ 2.07 કરોડની મત્તા કરી જપ્ત

pratik shah

દોહામાં તમામ મહિલા પેસેન્જરોના કપડાં ઉતારી નિર્વસ્ત્ર કરાવાઈ, ઓસ્ટ્રેલિયામાં જોરદાર વિરોધ

Ankita Trada

રાજકોટ/ જે.જે. કુડલિયા કોલેજે વિદ્યાર્થીઓને ફરજીયાત ઇન્ટર્નલ પરિક્ષા માટે બોલાવાયા, ગાઈડલાઈનનો કર્યો ભંગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!