GSTV

કોરોના વાયરસે ચીનમાં મચાવ્યો હાહાકાર! મૃત્યુઆંક 100ને પાર, 1300 નવા કેસ સામે આવ્યાં

ચીન

Last Updated on January 28, 2020 by Bansari

પાડોશી દેશ ચીનમાં કોરોના વાયરસથી મૃત્યુઆંક 100ને પાર થયો છે. અત્યાર સુધી ચીનમાં જ કોરોના વાયરસથી 106 લોકોના મોત થયા છે. જ્યારે 1300 નવા કેસ સામે આવ્યા છે. સેન્ટ્રલ હુબેઈ પ્રાંતના સ્વાસ્થ્ય આયોગના મતે 24 વધુ લોકોના મોત થાય છે અને 1291 થી વધુ લોકો સંક્રમિત થયા છે.

 અત્યાર સુધી ચાર હજારથી વધુ કેસ સામે આવી ચુક્યા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝરના મહાનિર્દેશકો પણ કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિથી માહિતગાર તવા ચીન પહોંચ્યા છે. ચીનના વડાપ્રધાન લી કેકિયાંગે વુહાન પહોંચીકોરોના વાયરસ પર કાબુ મેળવવા માટે સ્વાસ્થ્ય અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

કોરોના વાયરસના સંક્રમણની વધતી સંખ્યાને લઈને તંત્રએ ચીનમાં પ્રતિબંધોને વધુ આકરા કરી દીધા છે.ચીન સરકારે પોતાના નાગરિકોને વિદેશ પ્રવાસ ન કરવા આગ્રહ કર્યો છે. અમેરિકી સરકારે પણ પોતાના નાગરિકોને ચીનનો પ્રવાસ ન કરવા માટે ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના વાયરસના ચીન ઉપરાંત અમેરિકા, હોંગકોંગ, મકાઉ, તાઈવાન અને ભારત બાદ હવે શ્રીલંકામાં પણ સંદિગ્ધ લક્ષણો જોવા મળ્યા છે.

ચીનમાં કોરોનાના દર્દીઓનો આંકડો એક લાખ કરતાં પણ વધારે: બ્રિટિશ તબીબનો ધડાકો

ચીન સરકાર કોરોના વાઈરસના ફેલાવા અંગે માહિતી છૂપાવી રહી છે. વર્લ્ડ હેલૃથ ઑર્ગેનાઈજેશન (ડબલ્યુએચઓ) દ્વારા શરૂઆતમાં જ કહેવાયું હતું કે ચીન જો સાચી માહિતી નહીં આપે તો વાઈરસને કાબુમાં લેવો મુશ્કેલ થશે. બ્રિટનના આરોગ્ય નિષ્ણાતે શંકા વ્યક્ત કરી છે કે કોરોનાનો ચેપ લાગ્યો હોય એવા દરદીઓની સંખ્યા એક લાખથી વધારે છે. જ્યારે ચીની સરકારના આંકડા મુજબ 3 હજાર લોકોને જ આ ચેપ લાગ્યો છે.

1 લાખથી વધુ ચેપનો દાવો બ્રિટનની ઇમ્પિરિયલ કોલેજના પ્રોફેસર નિલ ફરગ્યુસને કર્યો હતો. ડબલ્યુએચઓની ટીમમાં કામ કરતા તબીબે તો ત્યાં સુધી કહ્યું હતુ કે વાઈરસગ્રસ્ત લોકોની સંખ્યા 30 હજારથી માંડીને બે લાખ સુધીની હોઈ શકે છે. ચીનના અનેક પ્રવાસીઓ પશ્ચિમી દેશોમાં છે. અન્ય દેશોના નાગરિકો ચીનમાં છે. તેની વાચ-ચીતના આધારે વાઈરસનો આંક મોટો હોવાનું જણાઈ આવે છે. વળી વાઈરસનો રીપ્રોડક્ટિવ રેટ 2થી 3 જેટલો છે. એટલે કે જેમને ચેપ લાગ્યો છે એ દરેક વ્યક્તિ દ્વારા બીજા 3ને ચેપ લાગી શકે છે. ચેપના આંકડા ચીન છૂપાવી રહ્યું હોવાનું અનેક ચીની નાગરિકો પણ કહી ચૂક્યા છે. 

પશ્ચિમી દેશોના વાઈરોલોજિસ્ટો અને હેલૃથ ઑર્ગેનાઈઝેશનના નિષ્ણાતોને એ વાતનો ડર છે કે ક્યાંક આ વાઈરસ મોટું સ્વરૂપ ધારણ કરી દુનિયાભરમાં ફેલાવા ન લાગે. અત્યારે જ ડઝનેક દેશો તો વાઈરસની લપેટમાં આવી ગયા છે.પરંતુ હાલના તબક્કે કોરોનાને વૈશ્વિક આફત જાહેર કરવાનો હેલૃથ ઑર્ગેનાઈઝેશને ઈન્કાર કર્યો છે. જોકે ખરેખર સિૃથતિ શું છે, તે જોવા ડબલ્યુએચઓના ડિરેક્ટર ચીન પહોંચી ચૂક્યા છે.

આ વાઈરસ વધારે ઘાતક સાબિત થઈ રહ્યો છે કેમ કે કોઈ વ્યક્તિને તેનો ચેપ લાગે ત્યારે ખબર પડે એ પહેલા જ બીજા વ્યક્તિ સુધી વાઈરસ પહોંચી જાય છે. એટલે કે વાઈરસ ચૂપચાપ ફેલાતો રહે છે.ચીનમાં જ વાઈરસ વિવિધ 14 સૃથળ સુધી પહોંચી ગયો છે અને ત્યાં રહેતા અંદાજે 6 કરોડ લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ મુકી દેવાયો છે. દરમિયાન હોંગકોંગ, મલેશિયા વગેરેએ ચીનના હુબેઈ પ્રાંતમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.

આ પ્રાંતમાંથી જ વાઈરસ ફેલાયો છે. છેલ્લા 14 દિવસમાં જેમણે હુબેઈની મુલાકાત લીધી હોય એવા પ્રવાસીઓ માટે હાલ હોંગકોંગના દરવાજા બંધ કરી દેવાયા છે. તો વળી મોંગોલિયાએ ચીન સાથેની સરહદ સીલ કરી દઈ સ્કૂલ-કોલેજમાં રજા જાહેર કરી દીધી છે. 

ક્યા ક્યા દેશોમાં ફેલાયો?

ચીન, નેપાળ, થાઈલેન્ડ, વિએટનામ, સિંગાપોર, મલેશિયા, જાપાન, દક્ષિણ કોરિયા, તાઈવાન, હોંગકોંગ, મકાઉ, ઑસ્ટ્રેલિયા, ફ્રાન્સ, અમેરિકા. 

વાઈરસનો ઉદ્ભવ, સંશોધકો માટે કોયડો

2002માં આવેલો એનએલ63, 2003માં આવેલો સાર્સ અને 2012માં જોવા મળેલા મેર્સ એ ત્રણેય વાઈરસ જેવા પ્રકારનો જ કોરોના છે. પરંતુ કોરોના ક્યાંથી આવ્યો એ હજુ સુધી ખબર પડી શકી નથી. ચામાચિડીયા અથવા સર્પમાંથી મનુષ્યમાં પ્રવેશ્યો હોવાની શંકા છે. પરંતુ તેના કોઈ નક્કર પુરાવા મળતા નથી. શરૂઆતમાં વાઈરસ પ્રાણીમાંથી મનુષ્યમાં ફેલાયો અને હવે મનુષ્યમાંથી મનુષ્યમાં ફેલાઈ રહ્યો છે. વાઈરસના બદલાતા સ્વરૂપને કારણે સંશોધકો તેના મૂળ સુધી પહોંચી શક્યા નથી.

Read Also

Related posts

મોંઘવારીની ઘાણીમાં લોકોનું નીકળ્યું તેલ, ખાદ્યતેલના ભાવોમાં થયો વધારો: રસોડાની રંગતમાં નહી રહે સ્વાદ !

pratik shah

BIG BREAKING: કર્ણાટકના નવા મુખ્યમંત્રી બન્યા બસવરાજ એસ બોમ્મઈ, બીએસ યેદિયુરપ્પાના છે ખાસ નજીક

pratik shah

‘બધા જ પોલીસ સ્ટેશનોમાં લગાવવામાં આવે સીસીટીવી કેમેરા’, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે રાજ્યો માટે બહાર પાડી માર્ગદર્શિકા

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!